Thursday, March 31, 2022

રાજ્યના કૃષિ,પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ આગામી બે દિવસ જામનગર જિલ્લાના પ્રવાસે

મંત્રીશ્રી સર્કિટ હાઉસ તથા ગ્રામ્ય વિસ્તારમાં લોકસંપર્ક યોજશે તેમજ વિવિધ એ.પી.એમ.સી.ની મુલાકાત લેશે


જામનગર તા.૩૧ માર્ચ,  આવતીકાલ તા.૦૧ એપ્રિલ શુક્રવાર અને તા.૦૨ એપ્રિલ શનિવાર સુધી રાજ્યના કૃષિ-પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાના પ્રવાસે છે. જેમાં તેઓ તા.૦૧ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે એ.પી.એમ.સી. જોડીયા ખાતે ટેકાના ભાવે ચણાના ખરીદ કેન્દ્રની મુલાકાત, ૦૮:૩૦ કલાકે એ.પી.એમ.સી. ધ્રોલ ખાતે ટેકાના ભાવે ચણાના ખરીદ કેન્દ્રની મુલાકાત, ૦૯:૦૦ થી ૦૯:૩૦ કલાક સુધી ધ્રોલ કાર્યાલય ખાતે લોકસંપર્ક, ૧૦:૩૦ કલાકે એ.પી.એમ.સી. હાપા ખાતે ટેકાના ભાવે ચણાના ખરીદ કેન્દ્રની મુલાકાત,  ૧૨:૦૦ થી ૧૭:૦૦ કલાક સુધી જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજશે. જેમાં મંત્રીશ્રી જિલ્લાના લોકોની મુલાકાત લઇ લોકોના પ્રશ્નોના નિરાકરણ અર્થે રૂબરૂ સંવાદ કરશે. તા.૦૨ શનિવારના રોજ મંત્રીશ્રી ૧૬:૦૦ કલાક થી ૧૭:૩૦ કલાક સુધી રાજપર, સુમરા અને પીપરટોડા ખાતે લોકસંપર્ક યોજશે.  


Wednesday, March 30, 2022

જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આર.ટી.ઓ. કચેરી દ્વારા વાહન ફિટનેસ કેમ્પનું આયોજન

 જામનગર તા. ૩૦ માર્ચ, જામનગર જિલ્લાની જાહેર જનતાને વાહનના ફીટનેશ માટે સામાજિક અંતર જળવાઇ રહે તેમ જિલ્લાના વિવિધ તાલુકા સ્થળો પર વાહનોના ફિટનેસ ઇન્સપેકશનમાં હાજર રહેવા જણાવવામાં આવે છે. જે અનુસાર આર.ટી.ઓ. જામનગર દ્વારા જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે તા.૧૨/૦૪/૨૦૨૨ના રોજ, તા.૧૧/૦૪/૨૦૨૨ના રોજ કાલાવડ ખાતે જી.ઇ.બી. ઓફીસ સામે, વાવડી રોડ, તા.૧૩/૦૪/૨૦૨૨ના રોજ લાલપુર તેમજ જામજોધપુર ખાતે વાહનોનો ફિટનેશ ઇન્સ્પેકશન કેમ્પ યોજાશે.

ઉપરના સ્થળ અને તારીખે માત્ર ઉપર સૂચવેલ વિગતે જ વાહનોના ફિટનેશ થશે. ફિટનેશ રીન્યુઅલ માટે આવતા અરજદારે ઓનલાઇન અરજી અને ફી પેમેન્ટ કરીને ફિટનેસ કામગીરી કરાવવા જવાનું રહેશે તેમજ પી.યુ.સી. ઓનલાઇન કઢાવેલ હશે તે વાહનનું જ ફિટનેસ કરી આપવામાં આવશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.


શારીરિક તથા માનસીક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલ મહાકુંભમાં વિવિધ સ્પર્ધાઓ યોજાશે

આગામી તા.૧૦ એપ્રિલ સુધીમાં ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે


જામનગર તા.૩૦ માર્ચ, ગુજરાત સરકારશ્રીના રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત  ખેલ મહાકુંભ-૨૦૨૨નું આયોજન કરવામાં આવેલ છે.


જે અન્વયે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલ મહાકુંભમાં વિવિધ કેટેગરી મુજબ માનસિક ક્ષતિગ્રસ્ત, શારીરિક ક્ષતિગ્રસ્ત અંધજન, શ્રવણમંદની જીલ્લાકક્ષા સ્પર્ધાઓનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવનાર છે.જેમાં ભાગ લેવા માટે ખેલાડીઓનું ઓફલાઈન રજીસ્ટ્રેશન તા.૧૦/૦૪/૨૦૨૨ સુધીમાં કરવાનુ રહેશે. આ માટેની માનસિક ક્ષતિગ્રસ્ત સ્પર્ધા માટે ડીમ્પલબેન મેહતા - મો.૯૪૨૯૨૭૦૦૭૧, શારીરિક ક્ષતિગ્રસ્ત સ્પર્ધા માટે સતારભાઈ દરજાદા - મો.૯૪૨૭૫૭૪૬૦૫, અંધજન-માધવીબેન ભટ્ટ-મો.૯૪૨૬૯૯૪૦૪૪, શ્રવણમંદ સ્પર્ધા માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ૦૨૮૮-૨૫૭૧૨૦૯ સંપર્ક નંબર ઉપર માહિતી મેળવી ફોર્મ ભરી શકાશે. વધુ વિગત માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રાજ પાર્ક પાસે, જામનગર સંપર્ક કરવા જિલ્લા રમત ગમત અધિકારી નીતાબેન વાળાની યાદીમાં જણાવાયું છે.


ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક 1098 તથા બાળ કલ્યાણ સમિતિ દ્વારા જામનગર રેલ્વે સ્ટેશન પર મળી આવેલ થાનગઢના 15 વર્ષીય કિશોરનું પરિવાર સાથે પુન:મિલન કરાવાયું

 કોઈપણ સ્થળે બાળક એકલું કે મુશ્કેલીમાં જણાય તો ૨૪X૭ કાર્યરત ૧૦૯૮ ની મદદ લઈ શકાય છે, માહિતી આપનારની ઓળખ ગુપ્ત રખાય છે 

આપણે સૌએ અનુભવ્યું જ હશે કે આજકાલ બાળકોને માતા-પિતા દ્વારા નાનો મોટો ઠપકો આપવામાં આવે તો બાળકો તરત જ ગુસ્સે થઈ જતા હોય છે. માતા-પિતા દ્વારા આપવામાં આવેલ ઠપકા પાછળનું સાચું કારણ સમજ્યા વગર ક્યારેક બાળકો ગુસ્સાના આવેગમાં આવીને ઘર છોડી ભાગી જવાની ગંભીર ભૂલ કરતા હોય છે અને ઘર છોડયા પછીની પરીસ્થિત કેટલી ખરાબ તેમજ વિકટ બની શકે છે એ બાબતનો તેમને લગીરે ખ્યાલ હોતો નથી. એકલું બાળક અસામાજિક તત્વોના હાથમાં આવી જતા બાળકોને મજુરી, ભિક્ષાવૃત્તિ જેવા કામોમાં ઉપયોગ કરવામાં આવતા હોવાના દાખલા પણ સામે આવ્યા છે તો ક્યારેક કોઈ અનિચ્છનીય ઘટનાનો શિકાર પણ બાળકો બની જતા હોય છે.ત્યારે આવા મુશ્કેલીઓમાં ફસાયેલ બાળકોની મદદ માટે કુલ ૧૪૪ રેલ્વે સ્ટેશન પર ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક ૧૦૯૮ સતત ૨૪ કલાક કાર્યરત છે.કેન્દ્ર સરકાર પુરસ્કૃત જામનગર ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક ૧૦૯૮ છેલ્લા ૨ વર્ષથી સ્વ.જે.વી.નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જમનભાઈ સોજીત્રાના માર્ગદર્શન હેઠળ હાલ સેવા આપી રહી છે.

થોડાં દિવસો પહેલા ઘટેલી આવી જ એક ઘટનામાં થાનગઢથી ઘર છોડીને ભાગી આવેલ ૧૫ વર્ષનો એક કિશોર જામનગર રેલ્વે સ્ટેશન પર રાત્રે ૨ વાગ્યાની આસપાસ એકલો આટા-ફેરા કરતો હોવાનું રેલ્વે ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક ૧૦૯૮ની ટીમના ધ્યાને આવ્યુ હતુ. આ કિશોર સાથે કોઈ પણ વાલી વારસદાર ન હોવાથી ટીમ ૧૦૯૮ દ્વારા બાળક સાથે પ્રાથમિક વાતચીત કરવામાં આવેલ. વાતચીત દરમ્યાન બાળકના જવાબો ખોટા અને અસામાન્ય હોય તેવું લાગતાં ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક ૧૦૯૮ ટીમ દ્વારા કિશોરનું યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યુ અને કાઉન્સેલિંગ દરમ્યાન જાણવા મળ્યુ કે બાળક સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢનો રહેવાસી છે. જેને માતા પિતા દ્વારા ઠપકો આપવામાં આવેલ અને તે મન પર લાગી આવતા તે ઘર છોડીને ભાગી આવેલ છે. બાળકને પરિવારના કોઈ પણ સભ્યના સંપર્ક નંબર યાદ ન હતા. રેલ્વે પોલીસ ફોર્સ અને ગુજરાત રેલ્વે પોલીસની સાથે રહી ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક ટીમ દ્વારા ડોક્યુમેન્ટ વર્ક તૈયાર કરી બાળકને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ લઈ જઈ બાળકની પરિસ્થિતિ અને મળેલ વિગતોની માહિતી આપવામાં આવી હતી. બાળકના વાલી વારસદાર ન મળે ત્યાં સુધી બાળકને બાળ કલ્યાણ સમિતિ દ્વારા ચિલ્ડ્રન હોમમાં આશ્રય આપવામાં આવેલ. ચિલ્ડ્રન હોમના સુપ્રીટેન્ડન્ટશ્રી દ્વારા પોલીસની મદદથી બાળકના વાલીને શોધવામાં આવ્યા અને તેનો સંપર્ક કરી બાળકની માહિતી આપવામાં આવેલ. માતા-પિતાને બાળક સુરક્ષીત છે એવા સમાચાર મળતા જ તેઓ ખુશ-ખુશાલ થઈ ગયેલ અને બાળકને લેવા માટે જામનગર આવી પહોંચ્યા હતા ત્યાર બાદ બાળ કલ્યાણ સમિતિ દ્વારા યોગ્ય ખરાઈ બાદ કિશોરને તેના માતા-પિતાને સોપવામાં આવ્યો હતો. 


બાળકોની તસ્કરી કરનારા અસામજિક તત્વો ટ્રેન મારફતે બાળકોની હેરાફેરી કરતા હોય છે તો ક્યારેક બાળકો ઘરથી દુર ભાગી જવા માટે ટ્રેનનો ઉપયોગ કરતા હોય છે. આ બંને પરિસ્થિતિ એકલા બાળક માટે જોખમી સાબિત થઈ શકે છે. આવી કોઈ પણ મુશ્કેલ કે વિકટ પરિસ્થિતિમાં બાળક ટ્રેનમાં એકલું બેઠું જોવા મળે કે પછી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર ઉતરે અથવા તો આટા-ફેરા કરતુ હોય તો તેવા બાળકોની મદદ માટે રાત-દિવસ ૨૪ કલાક કાર્યરત હેલ્પ ડેસ્ક ૧૦૯૮ પર કોલ કરી બાળક પોતે અથવા તો બાળક વતી કોઈ પણ વ્યક્તિ મદદ મેળવી શકે છે. ૧૦૯૮ દ્વારા માહિતી આપનાર વ્યક્તિની ગોપનીયતા રાખવામાં આવે છે.

Tuesday, March 29, 2022

ના ઇસતેમાલ કરે ના વિશ્વાસ કરે ઇસ ધડી ડિટર્જન્ટ કંપની કી હર પ્રોડકટ કા બહિષ્કાર કરે

 ના ઇસતેમાલ કરે ના વિશ્વાસ કરે ઇસ ધડી ડિટર્જન્ટ કંપની કી હર પ્રોડકટ કા બહિષ્કાર કરે

RSPL ઘડી કંપની વિરુદ્ધ ઉપવાસ આંદોલનનો ચોથો દિવસ 
કુરંગા સ્થિત RSPL ઘડી કંપની વિરુદ્ધ વિશાળ સંખ્યામાં સ્થાનિકોએ ઘડી કંપનીની તમામ પ્રોડકટનો બહિષ્કાર કર્યો હતો

વિઓ-RSPL ઘડી કંપની વિરુદ્ધ ઉપવાસ આંદોલનાં આજે ચોથા દિવસે ઘડી કંપનીના વોશિંગ પાવડર સહિતની પ્રોડકટનો બહિષ્કાર સ્થાનિકોએ કર્યો હતો ઘડી કંપની સામે ચોથા દિવસે ઉપવાસ આંદોલન વધુ ઉગ્ર બન્યું છે હથેળીમાં પાણી લઈ RSPL ઘડી કંપનીની તમામ પ્રોડક્ટનો બહિષ્કાર કર્યો હતો ગુજરાતના લોકોને પણ ઘડી કંપનીની પ્રોડક્ટનો બહિષ્કાર કરવા  અપીલ કરી હતી
ઉપવાસ આંદોલનના ચોથા દિવસે  સ્થાનિકો ,ખેડૂતો અને બેરોજગારોનું આંદોલન વિરોધ સાથે યથાવત ચાલુ છે આજે પ્રાંત અધિકારી તેમજ મામલતદાર પણ ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી જેમાં તેઓએ સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી પરંતુ સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓ કંપનીની તરફેણ કરી રહ્યા છે આંદોલન ના ચોથા દિવસે આસપાસના ગામોના લોકો પણ ઉપવાસ આંદોલનમાં જોડાઈ રહ્યા છે અને આંદોલન ઉગ્ર બની રહ્યું છે



Monday, March 28, 2022

જોડિયા ખાતે શ્રી સાઈ વિધા સ્કૂલમાં ધો.10 ની પરીક્ષા નો શુભારંભ

 જોડિયા ખાતે શ્રી સાઈ વિધા સ્કૂલમાં ધો.10 ની                                                         પરીક્ષા નો શુભારંભ........

શરદ એમ.રાવલ.હડિયાણા.




વર્ષ 2022 ની એસ.એસ. સી. ની પરિક્ષા તારીખ :- 28/03/2022 ને સોમવાર ના રોજ પ્રારંભ થયો.વિદ્યાર્થી નો પરિક્ષા પ્રત્યેનો જોમ અને જુસ્સો જળવાઇ રહે અને વિધા પરિક્ષા પ્રત્યેનો ડર દૂર થાય તથા સાનુકુળ વાતાવરણમાં પ્રફુલ્લિત મને પરિક્ષા આપી શકે તેવા હેતુથી જોડિયા સ્થિત શ્રી સાંઈ વિદ્યા સંકુલ માં ઉમેદવારોને તિલક અને મીઠું મોઢું કરાવીને શાળા ના આચાર્ય શ્રી જગદીશભાઈ વિરમગામા, સંચાલકો શ્રી અજયભાઈ કાનાણી,અમિતભાઈ ગોધાણી,અને યજ્ઞેશભાઇ નંદાસણા તેમજ શિક્ષકગણે ઉમેદવારો ને શુભેચ્છાઓ પાઠવી હતી.....

શરદ એમ.રાવલ.હડિયાણા.

Tuesday, March 1, 2022

જામનગર માં શોભાયાત્રાનું પ્રસ્થાન:ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના હાથે

 



ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, સાંસદ, ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખ,હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મીત્ર મંડળના રાજુભાઇ સહિતના આગેવાનોએ કરાવ્યું                         



શોભાયાત્રાનું પ્રસ્થાન: પૂર્વ નગરસેવક સહિત આગેવાનો / કર્યું સી.આર.પાટીલનું સ્વાગત.


મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...