મંત્રીશ્રી સર્કિટ હાઉસ તથા ગ્રામ્ય વિસ્તારમાં લોકસંપર્ક યોજશે તેમજ વિવિધ એ.પી.એમ.સી.ની મુલાકાત લેશે
જામનગર તા.૩૧ માર્ચ, આવતીકાલ તા.૦૧ એપ્રિલ શુક્રવાર અને તા.૦૨ એપ્રિલ શનિવાર સુધી રાજ્યના કૃષિ-પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાના પ્રવાસે છે. જેમાં તેઓ તા.૦૧ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે એ.પી.એમ.સી. જોડીયા ખાતે ટેકાના ભાવે ચણાના ખરીદ કેન્દ્રની મુલાકાત, ૦૮:૩૦ કલાકે એ.પી.એમ.સી. ધ્રોલ ખાતે ટેકાના ભાવે ચણાના ખરીદ કેન્દ્રની મુલાકાત, ૦૯:૦૦ થી ૦૯:૩૦ કલાક સુધી ધ્રોલ કાર્યાલય ખાતે લોકસંપર્ક, ૧૦:૩૦ કલાકે એ.પી.એમ.સી. હાપા ખાતે ટેકાના ભાવે ચણાના ખરીદ કેન્દ્રની મુલાકાત, ૧૨:૦૦ થી ૧૭:૦૦ કલાક સુધી જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજશે. જેમાં મંત્રીશ્રી જિલ્લાના લોકોની મુલાકાત લઇ લોકોના પ્રશ્નોના નિરાકરણ અર્થે રૂબરૂ સંવાદ કરશે. તા.૦૨ શનિવારના રોજ મંત્રીશ્રી ૧૬:૦૦ કલાક થી ૧૭:૩૦ કલાક સુધી રાજપર, સુમરા અને પીપરટોડા ખાતે લોકસંપર્ક યોજશે.
No comments:
Post a Comment