જામનગર તા ૧, 'છોટી કાશી'ના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં આગામી તા ૧૦.૪.૨૦૨૨ ને રવિવારના રોજ રામ નવમીના પાવનકારી પર્વને લઇને યોજાનારી ભવ્ય "રામ સવારી"નું આયોજન કરવાના ભાગરૂપે આજે શનિવારે તારીખ ૦૨.૪.૨૦૨૨ ના રાત્રે ૯.૦૦ કલાકે શ્રી રામદૂત હનુમાનજી મંદિર, પંચેશ્વર ટાવર પાસે બીજી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
વર્તમાન સમયમાં કોરોનાની મહામારી કાબુમાં આવી હોવાથી કેટલાક સરકારી છુટછાટ જાહેર થઈ છે. ઉપરાંત છેલ્લા બે વર્ષથી માત્ર પ્રતિકાત્મક રામસવારી યોજવામાં આવી હતી, પરંતુ આવખતે ૪૧માં વર્ષે ભારે ધામધૂમ પૂર્વક પરંપરાગત રીતે રામ સવારીની ઉજવણી થઈ શકે, જેની સમૂહ ચર્ચા કરવા માટેની એક અગત્યની અને બીજી બેઠક આવતીકાલે શનિવારે યોજાવા જઇ રહી છે.જે બેઠકમાં જામનગર શહેરના તમામ ધાર્મિક સંગઠનો, સત્સંગ મંડળ, યુવક મંડળ, મિત્ર મંડળ, જ્ઞાતિ મંડળ તેમજ જુદી જુદી સંસ્થાના આગેવાનોએ ઉપસ્થિત રહેવા મહાદેવ હર મિત્ર મંડળ- ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને શોભાયાત્રા ના મુખ્ય આયોજક રાજુભાઈ વ્યાસ (મહાદેવ) યાદીમાં જણાવાયું છે.
No comments:
Post a Comment