જામનગર તા.૧૧ મે, જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, ફોર-વ્હીલર (LMV) માટેની નવી સીરીઝ જીજે-૧૦-ડીજે ગોલ્ડન સિલ્વર નંબરના ઇ-ઓકસનમાં ભાગ લેવા માટે ઓનલાઇન અરજીનો સમયગાળો ૧૮-૦૫-૨૦૨૨ થી ૨૯-૦૫-૨૦૨૨ તથા ઇ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો ૨૯-૦૫-૨૦૨૨ થી ૩૧-૦૫-૨૦૨૨ અને ઇ-ઓકશનનું પરિણામ તા.૩૧-૦૫-૨૦૨૨ના રોજ રાત્રે ૧૨:૦૦ કલાકે રહેશે. આ પ્રકિયામાં ભાગ લેવા વાહન માલિકોએ સૌ પ્રથમ www.parivahan.gov.in વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઇડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઇડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉપરોકત વેબસાઇડ પર લોગીન કરીને વાહન ખરીદીના દિવસ-૭ ની અંદર ઓનલાઇન CNA ફોર્મ ભરવાનું રહેશે.
Jamnagar's largest broadcaster of Evening Gujarati News. Get the daily latest news in Gujarati. Find all Gujarati Samachar you need.
Wednesday, May 11, 2022
ફોર-વ્હીલર માટેની સીરીઝ જીજે-૧૦-ડીજે ગોલ્ડન, સિલ્વર નંબરના ઇ-ઓકસનમાં ભાગ લઈ શકાશે
વાહન માલિકે ગોલ્ડન અને સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઇ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે. વાહન માલિકે પોતાની બીડ ઉપરોકત દર્શાવેલ સમયગાળા દરમિયાન ૧૦૦૦ના ગુણાંકમાં વધારી શકશે.ઇ-ઓકશનના અંતે નિષ્ફળ થયેલ અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે. પસંદગીના લાગેલા નંબરવાળા અરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઇન દિવસ-૫ માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહી જેની નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી જામનગરની એક યાદીમાં જણાવાયું છે.
Subscribe to:
Post Comments (Atom)
તા.૧૦મે ના રોજ સાંજે ૪:00 કલાકથી તા.૧૧મે બપોરે ૧૨:૦૦ કલાક સુધી સાત રસ્તા સર્કલથી ટાઉનહોલ તથા અન્ય માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે વ...
-
જામનગર તા.૧૭ ડિસેમ્બર, જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકો માટે ટુ વ્હીલર તથા ફોર વ્હીલર (LMV) પ્રકારના વાહનો માટેની તમામ જૂની સીર...
-
કર્મચારીઓને અચાનક હડતાળ પર જવાનું ભારે પડશે, જાણો ‘લેબર લો’ના નવા નિયમો? કેન્દ્ર સરકારે હડતાળ અને સામૂહિક રજાના નિયમો કડક બનાવાયા New Stri...
-
તા.૧૦મે ના રોજ સાંજે ૪:00 કલાકથી તા.૧૧મે બપોરે ૧૨:૦૦ કલાક સુધી સાત રસ્તા સર્કલથી ટાઉનહોલ તથા અન્ય માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે વ...

No comments:
Post a Comment