જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ માં નર્સિંગ વિભાગના ૭૭૫ જેટલા બહેનો દ્વારા આજે ૧૨ મે અને વિશ્વ નર્સિંગ દિવસ-૩૦૨૨ની વિશેષરૂપે ઉજવણી કરવામાં આવી છે, નર્સિંગ કચેરી ની બહાર વિશેષરૂપે રંગોળી કરાઈ છે, જ્યારે જી.જી. હોસ્પિટલના ડીન, સુપ્રી. તેમજ હોસ્પિટલના નર્સિંગ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા પછી કેક કટિંગ સહિતની ઉજવણી કરવામાં આવી.
જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલ ના નર્સિંગ વિભાગમાં આજે ૧૨મી મેના વિશ્વ નર્સિંગ દિવસ-૨૦૨૨ ની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી. બે વર્ષના કોરોના કાળ દરમિયાન સમગ્ર નર્સિંગ સ્ટાફ કોવિડ ના દર્દીઓની સારવાર હેઠળ હતો, જેથી કોઈ ઉજવણી કરી શક્યા ન હતા. પરંતુ હાલ કોરોના શાંત પડયો છે, જેથી નર્સિંગ વિભાગના ૭૭૫ થી વધુ બહેનો દ્વારા આજે પૂર્ણ ગણવેશમાં વહેલી સવારે જી.જી.હોસ્પિટલમાં નર્સિંગ કચેરી ના દ્વારે એકત્ર થયા હતા, અને વિશેષરૂપે કલરના માધ્યમથી તેમજ ફૂલોની રંગોળી બનાવાઈ હતી, અને સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ના ડીન ડો. નદીની દેસાઇ, તેમજ સુપ્રી. ડો. દિપક તિવારી, નર્સિંગ વિભાગના કાશ્મીરાબેન ઉનડકટ વગેરેનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું, તેમ જ તેઓના હસ્તે દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યાર પછી કેક કટિંગ કરીને વિશ્વ નર્સિંગ દિવસની વિશેષરૂપે ઉજવણી કરવામાં આવી હતી.
જીજી હોસ્પિટલ ની દર્દીઓની સેવામાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે નર્સિંગ વિભાગ ના કેટલાક બહેનો ઉજવણી સમયમાં પણ જુદા જુદા વિભાગમાં નિયત સંખ્યા માં ફરજ પર હાજર રહ્યા હતા. સમગ્ર નર્સિંગ દિવસ ના વિવિધ કાર્યક્રમો સાથેની ઉજવણી ડી.એન.એ.આઈ. લોકલ યુનિટ ના વાઈસ પ્રેસિડન્ટ ટ્વિંકલ ગોહેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
No comments:
Post a Comment