Monday, May 16, 2022

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા એગ્રો ઇનપુટ ડિલરો માટેનો તાલીમ વર્ગ યોજાયો

ડિલરોને રસાયણિક ખાતર, દવાનો કાર્યક્ષમ ઉપયોગ, પાકમાં આવતા રોગ-જીવાતના કારણો તેમજ નિવારણ વિષે ઊંડાણ પૂર્વક સમજ અપાઈ





                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                          જામનગર તા.૧૬ મે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જામનગર ખાતે કૃષિ ઈનપુટ વેચાણ કરનાર વેપારીઓનો ૧૨ અઠવાડિયાનો તાલીમ કાર્યક્રમ શરુ કરવામાં આવેલ.  આ એગ્રો ઈનપુટ ડીલરોને તેમને ઉપયોગી રસાયણિક ખાતર, જંતુનાશક દવાના કાર્યક્ષમ ઉપયોગ તથા પાકમાં આવતા રોગ-જીવત તથા અન્ય ખામીઓના કારણો, તેમજ નિવારણ વિષે ઊંડાણ પૂર્વક સમજ આપતો “ઈનપુટ ડીલર ટ્રેઈનીંગ” કોર્ષ ગુજરાતમાં પ્રથમ વખત જુનાગઢ કૃષિ યુનિવર્સીટીએ શરૂઆત કરવાની પહેલ કરીને પ્રથમ બેચનો આ કોર્ષ પૂર્ણ કરવામાં આવેલ છે. આ તાલીમ કાર્યક્રમના અંતે ઉતીર્ણ થયેલ ડીલરોને પ્રમાણપત્ર આપવા અંગેનો કાર્યક્રમ તા.૧૫/૦૫/૨૦૨૨ના કે.વી.કે., જામનગર ખાતે જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જુનાગઢના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડો.એચ.એમ.ગાજીપરાની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ હતો. કેવીકે, જામનગરના વડા આ કાર્યક્રમમાં ડો.કે.પી.બારૈયા, સિનિયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ, કેવીકે, જામનગર, ડો. જી.આર.ગોહિલ, જુનાગઢ તેમજ જામનગર પેસ્ટીસાઇડ ડીલર એશોસિએશનના પ્રમુખશ્રી, ભરતભાઈ સંઘાણી, અતુલભાઈ રાણીપા, કોર્ષ સંચાલક શ્રીમતિ એ.કે.બારૈયા ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યક્રમમાં રજવાડી અગ્રી સાયન્સ, અમદાવાદ તરફથી ડીલરોને ઓછા કેમિકલ ઉપયોગ સામે બાયો પ્રોડક્ટ ઉપયોગ કરવા અનુરોધ કરીને ડીલરોને મોમેન્ટો ભેટ આપીને આ કાર્યક્રમને યાદગાર બનાવવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં ૧૪૧ જેટલા એગ્રો ઈનપુટ ડીલરોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતા. સૌએ આ ડીલરોને પોતાની કામગીરી કુનેહ પૂર્વક અને ખેડૂતોની સારી સેવા કરે તેવા આશીર્વચન આપવામાં આવેલ હતા.

No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...