જામનગરના લેન્ડ લુઝરને તેની માંગણી મુજબની ૧૦,૦૦૦/- ચો.મી અંદાજે એક લાખ ફુટ જગ્યા જી.આઇ.ડી.સી.એ સોંપી આપવાનો હુકમ કરતી કોર્ટ
જામનગરમાં સુમેર કલ્બ રોડ ઉપર મેસર્સ ડીલકસ ઓટો ઇન્ડસ્ટ્રીઝ નામથી ભાગીદારીમાં બ્રાસપાર્ટ બનાવવાનો ધંધો કરતા હતા,સદરહુ ભાગીદારી પેઢીના ભાગીદારોના સ્વર્ગસ્થ પિતા શ્રી વાલજીભાઇ આંબાભાઇ પટેલની ખેતીની જમીન શંકરટેકરી વિસ્તારમાં રેવેન્યુ સર્વન ૧૪૭૨ આવેલી હતી. ગુજરાત ઔધોગીક વસાવત સ્થાપવાના હેતુ માટે સરકારશ્રીએ શંકરટેકરી વિસ્તારમાં સનઃ૧૯૭૨ માં જમીન સંપ્રાપ્ત કરેલ.
ધી ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ ડેવલોપમેન્ટ કોર્પોરેશન એકટ હેઠળ વેચાયેલી કોરપોરેટબોડી છે. તેઓ ગુજરાતના જુદા-જુદા શહેરો અથવા ગામડાઓમાં આધોગીક હેતુ માટે સરકારશ્રી પાસે જેતે શહેર કે ગામમાં જમીન માલીકોની જમીન સંપાદન કરાવી તેના પ્લાનીંગ પ્રમાણે પ્લોટો પાડી પ્લોટની ખુલ્લી જમીન અથવા તેની જમીન ઉપર જુદા-જુદા પ્રકારના અને જુદી-જુદી જરૂરીયાત વાળા ઓધૌગીક શેડો બાંધી ઔધોગીક એકમો વ્યકિતઓ વિગેરેને ફાળવે છે. જે જે જમીન માલીક પાસેથી ગુજરાત ઓધૌગીક વિકાસ નિગમના ઓધૌગીક વસાહત આપવાના હેતુ માટે સંપ્રાપ્ત કરવામાં આવેલ હોય તેવા જમીન માલીકો જો પોતે ઉધોગો સ્થાપવા અથવા ચાલુ ઉઘોગના વિકાસ કરવાના હેતુ માટે ગુજરાત ઔધોગીક વિકાસ નિગમ પાસેથી જમીનના પ્લોટ મેળવવા માંગતા હોય તો તેમને લેન્ડ લેઝર તરીકે કન્સેશનલ રેઇટથી જમીન અથવા શેડ એલોટ કરવા માટેની સ્કીમ અને નિયમો જી.આઇ.ડી.સી.એ ઘડેલા છે.અને તે અન્વયે જી.આઇ.ડી.સી.એ લેન્ડ લૂઝર કન્સેશનલ રેઇટથી પ્રાયોરીટીના ધોરણે જમીન ફાળવે છે.
આ ઉપરોકત જી.આઇ.ડી.સી.ની વિગતે ડીલકસ ઓટો ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો શ્રી રમેશભાઇ વાલજીભાઇ પટેલ વિ.ચાર,લેન્ડ લેઝરની વ્યાખ્યામાં સમાઇ જતા હતા અને તેવા લેન્ડ લુઝરને ઉપર જણાવ્યા મુજબ કન્સેશનલ રેઇટથી જમીન મેળવવા માટે ડીલકસ ઓટો ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો તરફથી ડી.આઇ.ડી.સી ને પત્ર વહેવાર કરવામાં આવેલ તેઓએ તેના બ્રાસપાર્ટ મેન્યુફેકચરીંગ ઉધોગ ચાલુ હતો જેથી લેન્ડ લુઝર તરીકે કન્સેશનલ ફૈઇટથી ૧૦,૦૦૦/- ચો.મી જમીન પાયોરીટીના ધોરણ પ્રમાણે પ્લોટ ફાળવવાની માંગણી કરેલ હતી તથા ડીપોઝીટની રકમ પણ જી.આઇ.ડી.સી માં જમાં કરાવેલ હતી.પરંતુ જી.આઇ.ડી.સી ના ઓફિસરએ લાગવક ના ધોરણે મરજી પળે તે પ્રમાણે મનસ્વી રીતે જમીનના પ્લોટો એલોટ કરી દેવાતા હોય તેમજ તા.૦૫/૦૨/૧૯૮૫ ના રોજ જી.આઇ.ડી.સી તરફથી લેન્ડ લુઝરની કેટેગરીમાં ડીલકસ ઓટો ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારોને જમીન આપવાની અશકતી દશાવતો પત્ર લખેલ જેથી જી.આઇ.ડી.સી સામે ડીલકસ ઓટો ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારી શ્રી રમેશભાઇ વાલજીભાઇ પટેલ વિગેરે જામનગર સીવીલ કોર્ટમાં દાવો દાખલ કરેલ તે દાવો દાખલ કરો અને તે દાવામાં નામદાર કોર્ટએ તા.૦૪/૦૧/૧૯૮૮ ના રોજ હુકમ ફરમાવેલ કે આ કામના વાદીઓ લેન્ડ લુઝર તરીકે પ્રાયોરીટીના ધોરણે જી.આઇ.ડી.સી એ જામનગરમાં શંકર ટેકરીમાં પ્લોટની જમીન અથવા શેઠ તોઓએ અરજી કર્યા પ્રમાણે પ્રતિવાદી પાસેથી મેળવવા હકક દાર છે તેવું જાહેર કરવામાં આવે છે.અને આ કામના પ્રતિવાદીઓએ પ્રાયોરીટીના ધોરણે વાદીઓને મળવા પાત્ર પ્લોટની ફાળવણી કરવી અને તે ફાળવણી કર્યા સીવાય વાદીઓ માટે રીઝવ રાખવામાં આવેલ પ્લોટ કે શેડ બીજા કોઈને ફાળવાવા નહિ તેઓ કાયમી મનાઇ હુકમ પ્રતિવાદીઓ (જી.આઇ.ડી.સી) સામે કરવામાં આવેલ છે.
નામદાર કોર્ટના આ હુકમ બાદ વાદીને માત્ર ૫૦/- ચો.મી જમીન આપવા અંગે જી.આઇ.ડી.સી તરફથી લેટર મળતા વાદીએ તેના વકીલશ્રી રાજેશ એમ.કનખરા દવારા જામનગર સીવીલ કોર્ટના હુકમ અન્વયે વાદીની માંગણી મુજબની જગ્યા મળવા અંગે હુકમ નામાની દરખાસ્ત ૨૦૧૦ ની શાલમાં દાખલ કરવામાં આવેલ અને તે દરખાસ્ત અન્વયે નામદાર કોર્ટ પાસેથી નામદાર કોર્ટએ જી.આઇ.ડી.સી ની શંકરટેકરી વિસ્તારમાં એ,બી,સી,જે ગુલાબી કલરની બાઉન્ડ્રી દોરેલ છે.તે જગ્યા પર કોર્ટે આપેલ કાયમી મનાઇ હુકમ વાળી જગ્યા વાદીને તરફે હુકમ કરી મજકુર જગ્યાનો કબજો મળવા અંગે દરખાસ્ત દાખલ કરેલ અને ખુબજ લાંબા સમયથી જી.આઇ.ડી.સી સાથેની લડાઇ બાદ વાદીના વકીલની ઉંડાણ પૂર્વકની દલીલો તેમજ દસ્તાવેજ વાદી તરફથી રજુ કરવામાં આવેલ પુરાવા દયાન ઉપર લઇ નામદાર કોર્ટએ વાદી ડીલકસ ઓટો ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો લેન્ડ લુઝર તરીકે તેની માંગણી મુજબની ૧૦,૦૦૦/- ચો.મી એટલે કે અંદાજીત એક લાખ ફુટ ઉપરની જગ્યા થતી હોય તે જગ્યા સોંપી આપવાનો જી.આઇ.ડી.સી ને હુકમ ફરમાવેલ છે.
આ કામમાં વાદી તરફે વકીલશ્રી રાજેશ એમ.કનખરા તથા ભાવિક એ.નાખવા તથા ઇન્દ્રજીતસિંહ પી.રાઠોડ અને યશ એચ.કટારમલ રોકયેલ છે.
આ કામમાં વાદી તરફે વકીલશ્રી રાજેશ એમ.કનખરા તથા ભાવિક એ.નાખવા તથા ઇન્દ્રજીતસિંહ પી.રાઠોડ અને યશ એચ.કટારમલ રોકયેલ છે.
No comments:
Post a Comment