રાજકીય દબાણમાં JMC કાર્યવાહી ન કરતા વાદી અદાલત ના શરણે
આ કેસ ની ટુંકી વિગત એવી છે કે, પ્રેમચંદ શેઠ કોલોની શેરી નં. 2 ખાતે રહેતા હરીશ સુંદરદાસ નાનવાણી ની રહેણાંક વાળી જગ્યા એ જાહેર રાહ રસ્તો આવેલ હોઇ અને આ જાહેર રાહ રસ્તા નું કોલોની માં રહેતા લોકો તથા કોલોની માં અવર જવર કરતા લોકો તથા આડોશ પાડોશ ના લત્તાવાસીઓ અવર જવર તેમજ વાહન વ્યવહાર માટે ઉપયોગ કરતા આવતા હોઇ અને છેલ્લા થોડા દિવસોથી જ્ઞાનેશ સાવલા, રાજુભાઈ ગ્રાફિકવાળા, મુકેશ લીલારામ આશવાણી, હરીશ સેવકરામ આશવાણી, નિલેશ માલદે, રાજકુમાર સુંદરદાસ સંગતાણી, મોતીલાલ વધ્યોમલ હરજાણી વાળા ઓ એક બીજા ને મદદ ગારી કરી ગેર કાયદેસર રીતે અને અન અધિકૃત રીતે સરકારી કોઈ રજા પરવાનગી લીધા વગર પોતાને અંગત ફાયદો થાય તેમજ કોલોની માં તેમજ આડોશ પાડોશ માં રહેતા અને વેપાર ધંધો કરતા લોકો ને નુકસાન પહોંચાડવાના તથા હેરાન કરવાનાં તથા ત્રાસ આપવાના બદ ઇરાદે રાહ રસ્તાની વચ્ચે અડચણરૂપ લોખંડ ના થાંભલા નાખી દીધેલ હોઇ અને જેનાથી રીક્ષા, એમ્બયુલેન્સ જેવા ઉપયોગી વાહન પ્રવેશ ન કરી શકતા હોઈ અને હાલાકી થતી હોઇ અને હેરાનગતી થતી હોઇ જે બાબતે અગાઉ કોલોની ના મેમ્બર્સ તથા લત્તાવાસીઓ જે. એમ. સી. એસ્ટેટ શાખા ને તથા ઉચ્ચ ઓથોરિટી ને લેખિત ફરિયાદ આપેલ હોઇ અને એસ્ટેટ શાખા માંથી રોજકામ કરવા આવેલ હોઇ પરંતુ રાજકીય ભલામણ અને દબાણ ના કારણ સબબ નિયમ મુજબની કાયદેસરની કાર્યવાહી ન કરી અવરોધરૂપ ત્રાસ દાય રીતે ઉભા કરેલા લોખંડ ના થાંભલા દુર કરવાનું માત્ર પ્રતિવાદીઓ ને કહી ચાલ્યા ગયેલ હોઇ અને રાજકીય દબાણ માં આવી જઈ કોઈ કાયદેસરની કાર્યવાહી ન કરતા વાદી હરીશ સુંદરદાસ નાનવાણી તથા અન્ય રહેવાસીઓ એ પ્રેમચંદ શેઠ કોલોની, શેરી નં.2 ખાતે પ્રતિવાદીઓ એ અંગત ફાયદા ખાતર ગેરકાયદેસર રીતે રાહ રસ્તા ની વચ્ચે અવરોધરૂપ નાખેલા લોખંડના થાંભલા દુર કરવા તથા ત્રાસ હેરાનગતી દુર કરવા બાબતે પ્રતિવાદીઓ વિરુદ્ધ જામનગર ની અદાલત ખાતે ધોરણસર નો દાવો દાખલ કરેલ છે. આ કેસ માં વાદી તરફે વકીલશ્રી ઉમર એ. લાકડાવાલા રોકાયેલ છે.