Thursday, September 14, 2023

જામનગર સબ રજિસ્ટ્રાર કચેરીમાં કામ સિવાયની વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ.



 

જામનગર સબ રજિસ્ટ્રાક કચેરીમાં લાયસન્સ વિનાની કોઈ પણ વ્યકિતને તેનું પોતાનું ખાનગી કામ હોય તે સિવાય, તેણે પક્ષકારો માટે લખેલ દસ્તાવેજની નોધણી કરવવા માટે સબ રજીસ્ટ્રાર કચેરીમાં પક્ષકારો સાથે પ્રવેશવા દેવામાં આવશે નહી, દસ્તાવેજ નોધણી સાથે સીધી રીતે સંકળાયેલ પક્ષકારો જેવા કે, લખી આપનાર-લખાવી લેનાર, ઓળખાણ આપનાર સિવાયની અન્ય કોઈ પણ વ્યકિત કચેરીમાં બિનજરૂરી હાજર રહી શકશે નહી. રજીસ્ટ્રાર કચેરીમાં અનઅધિકૃત વ્યકિતને સરકારી કામ અર્થે રાખવામાં આવશે કે તેમની પાસે સરકારી કામ કરાવવામાં આવશે તો તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.






કચેરીના કર્મચારીઓ તથા આઉટસોર્સીગથી કામ કરતાં પટાવાળા વર્ગ-૪ ના કર્મચારીશ્રીઓ તથા ઓપરેટરઓએ પોતાના ફોટા સાથેના ઓળખપત્રો પોતાના ગળામાં લટકાવી રાખવાના રહશે. દસ્તાવેજ નોધણીની કામગીરીમાં વિક્ષેપ તથા ભુલો થવાની શક્યતા નિવારવા માટે સબ રજીસ્ટ્રાર કચેરીમાં જરૂર કરતાં વધુ અરજદારોએ એકત્ર થવું નહી.



આ અંગેની જવાબદારી સંબંધિત સબ રજીસ્ટ્રાર, નોધણી નિરીક્ષક તથા મદદનીશ નોધણી નિરિક્ષકની રહેશે, જેનો ભંગ થયે શિસ્તભંગના પગલા લેવામાં આવશે, જેની સંબંધિત તમામે નોધ લેવા જેનુ દેવન(I.A.S) નોંધણી  નિરિક્ષક અને સુપ્રિન્ટેન્ડેનન્ટ ઓફ સ્ટેમ્પ્સ ગુજરાત રાજય, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. 




ઉપરોક્ત આદેશો ફરજ પરના અધિકારી, કર્મચારી, હોમ ગાર્ડઝ, ગ્રામ રક્ષક દળના સભ્યો કે જેઓને ફરજ નિમિત્તે હથિયાર રાખવાની આવશ્યકતા હોય, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ જેઓ હથિયાર ધરાવતા હોય, જેઓને શારીરિક અશકિતને કારણે લાઠી રાખવાની પરવાનગી હોય તેને પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓને, પોતાના લગ્ન પ્રસંગે તલવાર રાખેલ વરરાજા, યજ્ઞોપવિત અપાતું હોય તેવા બડવાઓએ દંડ રાખેલ હોય તેને, પોલીસ અધિક્ષક અગરતો તેઓ ને નિયુક્ત કરેલ અધિકારી ની કાયદેસરની પરવાનગી મેળવેલા વ્યક્તિ અને કિરપાણ રાખેલા શીખને લાગુ પડશે નહિ. ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 


No comments:

Post a Comment

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...