Tuesday, February 27, 2024

ઘેર થી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી


જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભયમ હેલ્પલાઈન મહીલા ઓ માટે ખરાઁ અથઁમા  આશીર્વાદરુપ સાબિત થઇ રહી છે  જેમાં , 108 સેવા દ્વારા 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી  જણાવેલ  કે આશરે 16 વર્ષની કિશોરી બેભાન અવસ્થામાં બેડી બંદર રોડ પર પડેલ હોય અને ત્યાંથી હોસ્પિટલ લાવેલ હોય પરંતુ કિશોરી ભાનમાં આવવા છતાં કશું બોલતી નથી ગભરાયેલ હોય તેથી કોઈ નામ સરનામું જણાવતા ન હોય તેથી કાઉન્સેલિંગ માટે મદદની જરૂર છે

               તુરંત જામનગર  અભયમ ની ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકી પોલીસ એ એશ આઇ તારાબેન ચૌહાણ પાયલોટ મહાવીર સિંહ વાઢેર સ્થળ પર પહાેચી  કિશોરીને  આશ્વાશન  આપવામા આવેલ અને તેમનનો વિશ્વાસ જીતી કુશળ કાઉન્સેલિંગ કરી  કિશોરીનું નામ સરનામું જાણવાની કોશિશ કરેલ પીડિતા દ્વારા ખાલી નામ જણાવેલ ને તેઓ પાંચ વાગ્યા ના ઘરેથી નીકળી ગયેલ હોય એટલું જ જણાવેલ કિશોરીને માથામાં વાગેલ હોય તેમ જ અમુક રિપોર્ટ બાકી હોય તેથી યોગ્ય સારવાર અપાવેલ તેમજ રિપોર્ટ કરાવડાવેલ ને યોગ્ય પરામર્શ કરતા જણાવેલ તેમને બે વર્ષથી ભૂત પ્રેત વળગાળ હોવાથી તેઓ અમુક ટાઈમ શું કરે છે ક્યાં જાય છે તેની યાદ હોતું નથી આજે અચાનક ઘરેથી નીકળી ગયેલ હોય તેથી કશું યાદ નથી એટલામાં હોસ્પિટલ માં કોઈ મહિલા મળેલા જે પીડીતા ને ઓળખતા હોય તેમના દ્વારા કિશોરીના પિતા નો નંબર નામ મેળવેલ ફોન દ્વારા પીડતા વિશે પિતાને જાણ કરેલ તેથી કિશોરી ના પિતાએ જણાવ્યા સ્થળ પર પહોંચી પિતા સાથે વાત કરતા જાણવા મળેલ કે પાંચ વાગ્યા ના કિશોરી ઘરેથી નીકળી ગયેલ હોય ત્યારના  બધી જગ્યા પર શોધખોળ કરેલ છે પીડિતાને ભૂત પ્રેત વળગાળ હોવાથી અમુક ટાઈમે તે શરીરમાં આવી જતા તેઓ બેભાન થઈ જાય છે તેમજ તેમને કશું યાદ હોતું નથી તેથી તેઓ ભુવા માતાજી પાસે લઈ જાય છે પરંતુ હજુ સુધી સારું થયેલ નથી પૂરી વાત સાંભળી યોગ્ય કાઉન્સેલિંગ કરેલ ને ભૂત પ્રેત વળગાળ વિશે અંધશ્રદ્ધામાંથી બહાર આવી યોગ્ય હોસ્પિટલ માં સારવાર લેવા તેમ જ રિપોર્ટ કરાવવા સમજાવેલ ને હવે પછી આમ કિશોરીને એકલા જવાના દેવા જણાવેલ પીડિતાને પણ પોતાનું ધ્યાન રાખવા ને એકલા બહાર ન જવા જણાવેલ તેથી પિતાએ જણાવેલ તેવો હવે પછી સારા હોસ્પિટલમાં સારવાર કરાવડાવશે તેમજ પીડિતાનું વધુ સાર સંભાળ રાખશે

    આમ 181 અભયમ ટીમ દ્વારા 16 વર્ષની કિશોરીનું પરિવાર સાથે  મિલન કરાવેલ અને પરિવાર દ્વારા 181 અભયમ  ટીમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવેલ.

Sunday, February 25, 2024

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જામનગર દ્વારા યોજાયો બાલ હનુમંત શક્તિ સંગમ


રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જામનગર દ્વારા વર્ષ 2024 દરમ્યાન જાન્યુઆરી માસમાં હિન્દુ શક્તિ સંગમ યોજાયું હતું જેમાં શહેરના વ્યવસાયી અને મહાવિદ્યાલયના સ્વયંસેવકોએ ભાગ લીધેલ હતો તેના અનુસંધાને તારીખ 24-02-2024 , શનિવાર ના રોજ જામનગરના બાલ વિદ્યાર્થી સ્વયંસેવકો માટે કે જેઓ ધોરણ 10 સુધીનો અભ્યાસ કરતા હોય તેમના માટે બાલ હનુમંત શક્તિ સંગમ પૂ. પા. ગો. શ્રી વ્રજભૂષણલલાજી મહારાજ શ્રી વિદ્યાલય, રણજીતસાગર રોડ, જામનગર ખાતે યોજાયો.


આ સંગમને સફળ બનાવવા માટે 40 થી 50 જેટલા કાર્યકર્તાઓની ટોળી કામે લાગેલા હતી અને શહેરના અનેક વિસ્તારોમાં વિદ્યાલયો અને બાલ કાર્યકર્તાઓ નો સંપર્ક અને 400 જેટલું રજીસ્ટ્રેશન કરેલ હતું. 275 જેટલા બાલ સ્વયંસેવકો એ સ્વ ખર્ચે સંઘ નો ગણવેશ બનાવી કાર્યક્રમમાં ભાગ લીધેલ હતો. 


શક્તિ સંગમમાં શ્રી ચંદ્રકાન્ત ભાઈ ઘેટીયા - સહ પ્રાંત બૌદ્ધિક પ્રમુખ દ્વારા વીર હનુમંતના ગુણો બલ, બુદ્ધિ, ધીરજ , ચતુરાઈ જેવા ગુણો નું વર્ણન કરતા પ્રસંગો, ગુરુ ગોવિંદસિંહના પુત્રો ના રાષ્ટ્ર અને સ્વધર્મ માટેના બલિદાન અને ડો. હેડગેવાર જી ના વંદે માતરમ્ ને રાષ્ટ્રીય આંદોલન ને પોતાના નીલ સિટી શાળા માં લઘુ સ્વરૂપ દર્શાવતું અને અંગ્રજો ને હલાવી નાખતા પ્રસંગો ના વર્ણન દ્વારા બાળ સ્વયંસેવકોને બાળ સહજ ગુણો રાષ્ટ્ર કાર્ય માટે પ્રેરણા આપતું માર્ગદર્શન આપેલ.


વિદ્યાર્થીઓ દ્વારા શાળા પાછળ ના વિસ્તારમાં આવેલા મોટા મેદાન માં સમૂહમાં અનેક પ્રકારની રમતો રમી ને અનેક પ્રકારની નવી મેદાની રમતો જાણવા અને માણવા નો લાભ લીધેલ. 

ગણવેશમાં સજ્જ સ્વયંસેવકો એ શિસ્ત બધ્ધ રીતે જાહેર માર્ગો પર ઘોષ વાદન સાથે પથ સંચલનમાં ભાગ લીધેલ હતો.

આગામી સમયમાં જ્યારે સંઘ ને 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા હોય ત્યારે ભારતનું ભવિષ્ય એવા બાળ સ્વયંસેવકો પોત પોતાના વિસ્તારમાં શાખા માં જોડાઈ રાષ્ટ્ર કાર્ય અને સમાજ કાર્ય માટે બાળ કદમ ઉઠાવે એવી પ્રેરણા લે તે માટે શિવાજી મહારાજ, ડો હેડગેવાર જેવા આદર્શ વ્યક્તિ નું વાંચન સાહિત્ય ભેટ રૂપે સમાપન સમયે દરેક સ્વયંસેવકો ને આપવામાં આવ્યું.



વડાપ્રધાને દ્વારકાધીશજીને શિશ ઝુકાવ્યું ચરણ પાદુકા પુજન કર્યુ

શારદાપીઠ ખાતે શંક્રાચાર્યના આશિદવર્ચન લિધા


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કુબા ડ્રાઇવ મારફતે દરિયામાં અંદર ડૂબકી લગાવી પૌરાણિક દ્વારકા નગરીના અવશેષો નિહાળ્યા હતા


દ્વારકાના પ્રવાસે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા હતા જ્યાં તેઓએ સુદર્શન સેતુ નું લોકાર્પણ તેમજ જાહેર સભા સંબોધી હતી


ઓખા બેટદ્વારકા વચ્ચે બનાવેલ સુદર્શન સેતુ બ્રિજનું લોકાર્પણ કર્યું 




દ્વારકા જિલ્લાના પ્રવાસે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારના 7:30 વાગ્યે બેટ દ્વારકા હેલીપેડ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ સૌપ્રથમ બેટ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરી પૂજા અર્ચના કરી ત્યારબાદ સુદર્શન સેતુ નું લોકાર્પણ કર્યું હતું અંદાજિત 978 કરોડના ખર્ચે બનેલા સુદર્શન સેતુ ના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા


બેટ દ્વારકામાં સુદર્શન સેતુ ના લોકાર્પણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવાઈ માર્ગે દ્વારકા હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓ રોડ શો મારફતે દ્વારકાધીશ મંદિરે પહોંચ્યા હતા રોડ શોમાં વિવિધ નૃત્યો દ્વારા નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રોડ શો દરમિયાન લોકો પણ નરેન્દ્ર મોદીના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા હતા રોડ શો બાદ નરેન્દ્ર મોદી દ્વારકાધીશ મંદિરે પહોંચ્યા હતા જ્યાં તેઓએ દ્વારકાધીશના દર્શન કરી પૂજા અર્ચના વિધિ કરી હતી. ત્યારબાદ તેઓએ જગતગુરુ શંકરાચાર્ય ની મુલાકાત લઈ તેમના પણ આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ તેઓ ગોમતીઘાટે પહોંચી અને સુદામા સેતુ ઉપરથી સામે કાંઠે પંચકુઇઈ વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓએ નેવીની ટીમો સાથે દ્વારકાના દરિયામાં ડૂબેલી સોનાની પોરાણીક દ્વારકા નગરી ના સ્કુબા મારફતે અવશેષો નિહાળ્યા હતા. આશરે 30 મિનિટથી વધુ સમય સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કુબા ડ્રાઇવ મારફતે દરિયામાં અંદર ડૂબકી લગાવી પૌરાણિક દ્વારકા નગરીના અવશેષો નિહાળ્યા હતા. દરિયામાં ચુસ્ત બંદોબસ્ત સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કુબા ડ્રાઈવ કર્યા બાદ દ્વારકા ના એનડીએચ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા. જ્યાં આશરે 20,000 થી વધુ ની જનમેદની ઉપસ્થિત હોય જાહેર સભાને નરેન્દ્ર મોદીએ સંબોધી હતી. આ જાહેર સભામાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગૃહ મંત્રી કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સાંસદ પૂનમબેન માડમ ધારાસભ્ય માણેક સહિતના નેતાઓ હાજર રહ્યા હતા દ્વારકા પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્મા બાજુ સ્વાગત કરવામાં આવ્યું હતું. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા સોનાનો મુગટ પહેરાવી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરાયું હતું સાથે 90 કિલો ચાંદી પણ શ્રીરામ મંદિરમાં અર્પણ કરાઈ હતી. તો બાબુભાઈ દેસાઈ એ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુગટ પહેરાવી અને તેમનું વિશેષણ સન્માન કર્યું હતું. સાંસદ પૂનમબેન માડમ તેમજ મૂળુભાઈ બેરાય પણ સ્મૃતિ ચિન્હો આપી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. વિશાળ જન્મે નિધિને સંબોધતા નરેન્દ્ર મોદીએ દ્વારકામાં યોજાયેલા આહીરાણીઓના મહારાષ્ટ્રને પણ યાદ કરી અને આહીરાણીઓને નતમસ્તક વંદન કર્યા હતા દ્વારકામાં જાહેર સભાને સંબોધતા નરેન્દ્ર મોદીએ રીમોટ દ્વારા ₹4,100 કરોડના વિકાસ કામોના શિલાન્યાસ  અને લોકાર્પણ કર્યા હતા(તસ્વીર ધવલ જટણીયા દ્વારકા)


Saturday, February 24, 2024

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જામનગરવાસીઓનો ઉમળકાભેર આવકાર;રોડ શોમાં હજારોની જનમેદની ઉમટી


દિગ્જામ સર્કલથી ઓસવાળ સેન્ટર સુધીના માર્ગ પર ઠેર-ઠેર ગુજરાતના પનોતા પુત્રના વધામણા કરાયા




કલાકારોએ સમગ્ર રુટ પર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી રોડ-શોમાં વિવિધ રંગો પૂર્યા




વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત માટે હાલારની ધરતી પર પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો જામનગર ખાતે ભવ્ય રોડ-શો યોજાયો હતો.દિગ્જામ સર્કલથી ઓસવાળ સેન્ટર સુધી યોજાયેલા આ જાજરમાન રોડ શોમાં પ્રધાનમંત્રીશ્રીને આવકારવા બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. પ્રધાનમંત્રીશ્રીની એક ઝલક નિહાળવા સમગ્ર રૂટ પર હજારો જામનગરવાસીઓ એકત્રિત થયા હતા.રોશનીથી ઝળહળતા શહેરના રાજપથ પર લોકલાડીલા વડાપ્રધાનશ્રીનો કાર કાફલો પસાર થતા જ ઉપસ્થિત લોકોએ તિરંગા લહેરાવી, 'ભારત માતા કી જય', 'વંદે માતરમ' સહિતના સુત્રોચ્ચાર કરીને તેમના પ્રત્યેનો બહોળો પ્રેમ વ્યક્ત કર્યો હતો.વડાપ્રધાનશ્રીએ પણ હાથ હલાવી એટલી જ સહૃદયતાથી જામનગરવાસીઓએ વ્યક્ત કરેલ આ પ્રેમનો સહર્ષ સ્વીકાર કર્યો હતો.રોડ-શોના રુટ પર વિવિધ સ્થળોએ ઉભા કરવામાં આવેલ સ્ટેજ પરથી અનેક કલાકારોએ કાઠિયાવાડી સંસ્કૃતિની ઝાંખી કરાવતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સમગ્ર રોડ-શોમાં વિવિધ રંગો પૂર્યા હતા.





ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલ તા.25 ફેબ્રુઆરીના રોજ જામનગર, દ્વારકા તથા પોરબંદર જિલ્લાના અનેક વિકાસ કામોના દ્વારકા ખાતેથી ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરનાર છે.જે કાર્યક્રમ માટે પધારેલ વડાપ્રધાનશ્રીએ આજ રોજ જામનગર ખાતે રોડ-શો યોજી સર્કિટ હાઉસ તરફ પ્રસ્થાન કર્યું હતું.


વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું જામનગર એરફોર્સ ખાતે આગમન


મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું




વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું જામનગર એરફોર્સ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનશ્રીના સ્વાગતમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, સાંસદશ્રી સી. આર. પાટિલ, કેબિનેટમંત્રીશ્રી મુળુભાઈ બેરા, સાંસદશ્રી પૂનમબેન માડમ, ચીફ સેક્રેટરીશ્રી રાજકુમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, જામનગરના મેયરશ્રી વિનોદભાઇ ખીમસૂરિયા, ધારાસભ્યોશ્રી મેઘજીભાઈ ચાવડા, શ્રીમતી રિવાબા જાડેજા, શ્રી દિવ્યેશભાઇ અકબરી, ડીજીપીશ્રી વિકાસ સહાય, કલેકટરશ્રી બી. કે. પંડયા, જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલું, એર કોમોડોરશ્રી પુનિત વિગ, અગ્રણીઓશ્રી રમેશભાઈ મૂંગરા, શ્રી વિમલભાઈ કગથરા, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 





લ્લેખનીય છે કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી રોડ-શો બાદ સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. અને આવતીકાલે સવારે દ્વારકા ખાતે આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપશે. 




Saturday, February 10, 2024

જામનગર જિલ્લાના ૩૦૧ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળ્યું ઘરનું ઘર


કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતમાં હાપા એપીએમસી ખાતે આવાસ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો


વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી રૂ.૨૯૯૩ કરોડના ખર્ચે રાજ્યના ૧,૩૧,૪૫૪ આવાસોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું


જરૂરિયાતમંદ લોકોના “ઘરનું ઘર”ના સ્વપ્નને વડાપ્રધાનએ પૂર્ણ કર્યું  : કેબિનેટમંત્રી


જામનગર તા.૧૦ ફેબ્રુઆરી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના ૧,૩૧,૪૫૪ આવાસોનું રૂ.૨૯૯૩ કરોડના ખર્ચે ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. રાજ્યકક્ષાનો આ કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં બનાસકાંઠા જિલ્લાના ડીસામાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ હેઠળ જામનગર જિલ્લાના ૩૦૧ લાભાર્થીઓને આવાસ પ્રદાન કરવામાં આવતા જામનગર તાલુકાના હાપા એપીએમસી ખાતે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ-સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.   


કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, હર કિસી કા હોતા હે સપના, ઘર બને એક હમારા અપના.ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના આ સ્વપ્નને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પૂર્ણ કર્યું છે. ત્યારે આજે જામનગર જિલ્લાના ૩૦૧ જેટલા પરિવારોને પોતાનું ઘર મળ્યું છે.

 


ભારત સરકાર દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસ પ્રદાન કરવાની પહેલ છે. જેના થકી અનેક લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ કાર્યરત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની ગુજરાત સરકારે છેવાડાના ગામડામાં વસતા મધ્યમ અને ગરીબ વર્ગના માનવીને પણ પાકી છત આપી છે. જેના પરિણામે લોકોને ટાઢ, તાપ અને ચોમાસા સમયે પડતી મુશ્કેલી દૂર થઈ છે.ગામડાઓમાં હજુ એવા અનેક પરિવાર છે જેઓનું સ્વપ્ન છે પોતાનું ઘર હોય. અને પરિવારને માથે પાકી છત હોય. પરંતુ પીએમ આવાસ યોજના થકી લોકોના આ સ્વપ્ન સાકાર થઈ રહ્યા છે અને ગામડાઓ ગોકુળિયા ધામ બની રહ્યા છે. સમાજના દરેક વર્ગ માટે સમાન અને આર્થિક દરરજો મળે તેવા આશય સાથે ગુજરાત સરકાર કટિબદ્ધ છે.

 


જે લોકો કાચા મકાનમાં રહેતા તે પરિવારોને આજે પાકું ઘર મળ્યું છે. જેમને પણ આવાસ યોજના થકી રહેવા માટે સુંદર ઘરની સુવિધા મળી છે તે દરેક પરિવારોને હું અભિનંદન પાઠવું છું.


ડીસા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદીના વર્ચ્યુઅલ સંબોધન અને લાભાર્થીઓ સાથેના સંવાદનું જીવંત પ્રસારણ ઉપસ્થિત લોકો અને મહાનુભાવોએ નિહાળ્યું હતું.


કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રતીકાત્મકરૂપે ચાવી અર્પણ કરવામાં આવી હતી. 



કાર્યક્રમમાં કલેકટર બી.કે. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિમલ ગઢવી, પ્રદેશ કારોબારી સદસ્ય વિનોદભાઈ ભંડેરી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી સંગીતાબેન દુધાગરા, અગ્રણીઓ કુમારપાળસિંહ રાણા,  મુકુંદભાઈ સભાયા,  ભરતભાઈ દલસાણીયા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, પ્રાંત અધિકારી કાલરિયા, તાલુકા વિકાસ અધિકારી સરવૈયા, હાપા એપીએમસીના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટિવ બેંકના એમડી ધરમશીભાઇ ચનિયારા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની વિવિધ સમિતિના સદસ્યો,હાપા માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારો, લાભાર્થીઓ તેમજ વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.







રાજ્યના કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને વર્ષ ૨૦૨૪-૨૫ની જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ


બેઠકમાં કુલ રૂ.૮૮૮.૯૪ લાખના ૨૯૯ કામોને મંજૂર કરવામાં આવ્યા

જામનગર તા.૧૦ ફેબ્રુઆરી, રાજ્યના કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને વર્ષ ૨૦૨૪-૨૫ની જિલ્લા આયોજન મંડળની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં પ્રભારીમંત્રી દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે જામનગર જિલ્લાના ૬ તાલુકાઓ જામનગર, કાલાવડ,ધ્રોલ,જોડિયા,લાલપુર તથા જામજોધપુર અને ધ્રોલ,સિક્કા, કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાના વિકાસકામો માટે વિવેકાધીન સામાન્ય જોગવાઈ હેઠળ રૂ.૭૬૩.૩૪લાખના કુલ ૨૪૫ કામો તથા અનુસૂચિત જોગવાઈના રૂ.૯૮.૧૦લાખના ૪૫ કામો અને ૫%પ્રોત્સાહક જોગવાઈના રૂ.૨૭.૫૦લાખના ૯ કામો મળી કુલ રૂ.૮૮૮.૯૪લાખના ૨૯૯ કામો મંજૂર કરવામાં આવ્યા હતા.


આ બેઠકમાં મંત્રીએ તમામ કામો વહેલી તકે પૂરા કરવા તેમજ ગુણવત્તાયુક્ત કામો કરી અગત્યતા ધરાવતા કામો ઝડપથી પૂરા કરવા સૂચનો કર્યા હતા. 







આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર,  મેયર વિનોદભાઈ ખિમસુરીયા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા,  કલેક્ટર બી.કે.પંડ્યા, કમિશ્નર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, સામાન્ય વહીવટ વિભાગના સંયુક્ત નિયામક  એ.વી.ચાંપાનેરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, જિલ્લા આયોજન અધિકારી પટ્ટણી, તાલુકા પંચાયતના પ્રમુખઓ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...