Monday, October 3, 2022

 જોડિયા તાલુકાના હડિયાણા ગામે  નવરાત્રિ મહોત્સવ 2022 ની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.


હડિયાણા ગામે (૫)ગરબા મંડળ દ્વારા પ્રાચીન. અર્વાચીન. રાસ ગરબા રમવામાં આવે છે. અને આ તમામ ગરબા મંડળમાં ફક્ત ને ફક્ત (૬ થી ૧૨) વર્ષ ની બાળા ઓ ને ભાગ લેવા માં આવે છે.





(૧).શ્રી ખભલાવ ગરબા મંડળ છેલ્લા 80 વર્ષ થી ચાલુ છે.(૨).શ્રી હરસિધી ગરબા મંડળ. તે પણ ઉપરમુજબથીચાલુ છે.(૩).શ્રી અંબિકા ગરબા મંડળ.તે પણ ઉપર મુજબ જ છે.(૪).શ્રી નવદુર્ગા ગરબા મંડળ.(૫).શ્રી ખોડિયાર ગરબા મંડળ.

     ઉપરોક્ત તમામ ગરબા મંડળ ને હડિયાણા ગ્રામ પંચાયતના નવનિયુક્ત વહીવટદાર જી.પી.ગઢિયા તરફથી એક દિલાવ ઘડિયાલ વિતરણ કરવામાં આવી હતી. અને જામનગર જિલ્લા પચાયત ના પ્રમુખશ્રી ધરમસિભાઇ ચનીયારા એ શ્રી ખભલાવ માતાજીના દર્શન કરવા આવી પહોંચ્યા હતા. અને ટ્રસ્ટી તરફથી તેમનું પુષ્પો દ્વારા સન્માનિત કરવામાં આવેલા.. અન્ય કોઇ પણ મોટી ઉંમરના મહિલા ઓને રમવાની છૂટ નથી.. અને કોઇ પણ પ્રકારના ડીજે ના તાલ ઉપર રમવાનું નથી. ડોલ. તબલા અને પેટીના સુર ઉપર જ ગરબે રમવાની છૂટ છે. અને ગ્રામ જનો રાત્રે તમામ ગરબી ઓને જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. અને રાસ ગરબા નો કાર્યક્રમ પુર્ણ થાય ત્યારબાદ ગ્રામજનો દ્વારા લહાણી નું વિતરણ કરવામાં આવે છે...

રિપોર્ટ::શરદ એમ.રાવલ. તા.જોડિયા

Sunday, October 2, 2022

કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના બાડા, નેવી મોડા, ખીમલિયા ગામોમાં રસ્તા, બ્રિજ, પેવરબ્લોક, પૂર સંરક્ષણ દીવાલના કામોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કર્યું


રૂ. ૩.૫૦ કરોડના ખર્ચે સૂર્યપરા બાડા માઇનોર બ્રિજ, નેવી મોડાથી જુના મોડા બ્રિજ, ખીમલીયાથી ઠેબા રોડ નિર્માણ પામશે


રાજ્યના કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના બાડા, નેવી મોડા અને ખીમલીયા ગામોમાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા કાર્યરત 'મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના' અંતર્ગત બાડા ગામમાં રૂ. ૭૦ લાખના ખર્ચે ૭ મીટરના ૪ ગાળાનો સૂર્યપરા-બાડા માઇનોર બ્રિજ, પૂર સંરક્ષણ દીવાલ અને આશાપુરા માતાજીના મંદિર ચોકમાં પેવરબ્લોક રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે નેવી મોડા ગામમાં રૂ. ૧.૭૫ કરોડના ખર્ચે ૧.૪૦ કિમિ લાંબા નેવી મોડા ટુ જુના મોડા પાકો પરિવહન માર્ગ નિર્માણ પામશે. તેમજ ખીમલિયા ગામમાં રૂ. ૬૦ લાખના ખર્ચે ખીમલીયાથી ઠેબા (પતારીયા)ને જોડતા ૦.૭૦ કિમિ લાંબા પાકા રસ્તાનું કામ હાથ ધરવામાં આવશે. આ તમામ નવનિર્મિત રસ્તાઓથી આ ૪ ગામો ઉપરાંતના આજુબાજુના અનેક ગામોને પણ તેમજ વાડી વિસ્તારમાં રહેતા લોકોને ચોમાસામાં પડતી મુશ્કેલી દૂર થશે.



આ પ્રસંગે કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં હાલ ૪૦ કરતા પણ વધુ ચેકડેમો અને નાના મોટા તળાવો 'સૌની યોજના' હેઠળ નર્મદાના નીરથી ભરવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં છેલ્લા ૨ મહિનામાં ગામડાઓમાં રોડ-રસ્તાના વિકાસકામો હાથ ધરવામાં આવ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે ખેડૂત, ખેતી અને ગામડાં આત્મનિર્ભર બને.. જેના થકી આપણો દેશ પણ આત્મનિર્ભર બને. ગામડાઓમાં રોડનું નિર્માણ થવાથી લોકોની સુવિધાઓમાં વધારો થશે, તેમજ ચોમાસાની ઋતુમાં આજુબાજુના લોકોને અવરજવર કરવામાં પણ ઘણી સરળતા રહેશે.




આ પ્રસંગે આગેવાન સર્વશ્રી રમેશભાઈ મુંગરા, શ્રી મુકુંદભાઈ સભાયા, શ્રી કુમારપાલસિંહ રાણા, શ્રી ભરતભાઈ સોનગરા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી રાજેન્દ્રભાઈ પંડ્યા, સૂર્યપરા, બાડા, નેવી મોડા, જુના મોડા, ખીમલિયા તથા આજુબાજુના ગામોમાંથી પધારેલા સરપંચશ્રીઓ, આગેવાનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.



શ્રી હડીયાણા કન્યાશાળામાં નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો





જામનગર જિલ્લાની જોડિયા તાલુકાની શ્રી હડીયાણા કન્યા શાળામાં આજરોજ શાળામાં નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓમાં ઉત્સવો અંગેની સમજ કેળવવા તથા બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાના ઉમદા હેતુથી તથા આદ્યશક્તિની ઉપાસના કરવાના ઉપરાંત નારીશક્તિને વંદન કરવા માટે  આજરોજ શાળામાં નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં આજ રોજ શાળામાં વેલ ડ્રેસ સ્પર્ધા તથા વેલ પ્લેયર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ના  વિદ્યાર્થીની બહેનો માટે અલગ અલગ સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં શાળાની આશરે ૨૦૦ જેટલી વિદ્યાર્થિની બહેનોએ ઉત્સાહભેર  ભાગ લીધો હતો. સૌ પ્રથમ શાળાના તમામ વિદ્યાર્થીની બહેનો તથા શિક્ષકો દ્વારા માતાજીની આરતી કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. આજના કાર્યક્રમમાં હડિયાણા ગ્રામ પંચાયતના વહીવટદાર શ્રી ગઢિયા સાહેબ તથા હડીયાણાના CRC કનુભાઈ જાટીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત હડીયાણા કન્યા શાળાના આચાર્યશ્રી અરવિંદ એન મકવાણા દ્વારા વિજેતા બાળકોને ઈનામ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.  શાળાના તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીની બહેનોએ આ કાર્યક્રમમાં ઉત્સાહસહભર ભાગ લીધો હતો.
રિપોર્ટર::શરદ એમ.રાવલ.

Saturday, October 1, 2022

શ્રી હરીદાસ જીવણદાસ લાલ   (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગરના આંગણે દશેરાના શુભ દિને સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં ૧૦૮ દિકરીઓના મંગલ ફેરાનો અવસર


ઓશવાળ સેન્ટર ખાતે તડામાર તૈયારીઓને અપાતો આખરી ઓપ : ધર્માચાર્યો અને રાજનેતાઓ - સમાજના શ્રેષ્ઠીઓ ૧૦૮ નવયુગલોને પાઠવશે શુભકામના

જામનગર તા.૦૧ : જામનગર શહેરના આંગણે વિક્રમ સવંત ૨૦૭૮ ના વિજયા દશમી (દશેરા) નો પવિત્ર દિવસ એક અવિસ્મરણીય સામાજીક સેવાયજ્ઞ માટે સંભારણું બની રહેશે. શહેરના લબ્ધ પ્રતિષ્ઠિત લાલ પરિવારના પારિવારીક ટ્રસ્ટ શ્રી હરીદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આયોજીન કરાયેલા સમૂહ લગ્નોત્સ્વમાં ૧૦૮ નવયુગલો આ દિવસે પ્રભુતાના પગલા માંડશે.

જામનગર જીલ્લામાં કોઈ એક જ પારિવારીક સંસ્થા દ્વારા આયોજીત કરાયેલો આ પ્રકારનો સર્વપ્રથમ સમૂહ લગ્નોત્સવ છે. આ અંગે વિગતો આપવા લગ્ન સ્થળ પર યોજાયેલી પત્રકાર પરિષદમાં શ્રી એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અશોકભાઈ લાલ અને ટ્રસ્ટી શ્રી જીતુભાઈ લાલે વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે, અમારા પૂ.માતુશ્રી મંજુલાબેન હરિદાસ (બાબુભાઈ) લાલના જન્મ દિવસના ઉપલક્ષ્યમાં અમારા ટ્રસ્ટ દ્વારા વિજયા દશમીના શુભ દિને તા.૦૫-૧૨-૨૦૨૨ ના રોજ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં ૧૦૮ નવયુગલો લગ્નગ્રંથીથી જોડાશે.


તદઉપરાંત આગામી વર્ષથી અમારા પુ.માતુશ્રી મંજુલાબેનની જેટલી ઉંમર થશે તેટલા સમૂહ લગ્નો પ્રતિ વર્ષ કરવામાં આવશે તેવી પણ આ તકે જાણકારી આપવામાં આવી હતી.

શહેરના ઓશવાળ સેન્ટરની વિશાળ જગ્યા પર દશેરાના દિવસે આાગામી બુધવાર તા.૫ ઓકટોબરના રોજ યોજાયેલા આ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં જોડાયેલી તમામ ૧૦૮ દિકરીઓને કરીયાવરમાં મંગળસૂત્ર સહિતના આભુષણો, પાનેતર સહિત કપડાની જોડીઓ, ઘર ઉપયોગી ચીજ વસ્તુઓ વિગેરે મળી કુલ ૫૫ વસ્તુઓ આપવામાં આવી રહી છે. તેમજ દરેક વરરાજાને સફારી શુટનું કાપડ, કન્યાના સસરાને શાલ તેમજ સાસુને સાડી અને લુળગોરીને લેડીઝ પર્સ ખુશી ભેટરૂપે પણ આપવામાં આવશે.

આપણા સમાજમાં સામાજીક કુરિવાજોને તિલ જલી અર્પવાના પ્રયાસરૂપે ધોજાતા આવા સમૂહ લગ્નના કાર્યક્રમો સામાજીક સમરસતા માટે પણ અનોખો પ્રયાસ બની રહી છે. લાલ પરિવારના ટ્રસ્ટ દ્વારા દશેરાના દિવસે × ૧૦૮ યુગલી લગ્નના પવિત્ર બંધનથી બંધાવા જઈ રહ્યા છે તેમાં જામનગર શહેરના ૭૪, જામનગર તાલુકાના ૧૦, જામનગર જીલ્લાના અન્ય તાલુકાઓના ૧૨ તેમજ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૧૨ યુગલોનો સમાવેશ થાય છે.

દેશમા મા,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ "બેટી બચાવો, બેટી પઢાની " ના આપેલા સૂત્રના પગલે ચાલી રહેલા અભિયાનને વધુ વેગ મળે તે માટે પણ આયોજકોએ એક સુંદર પ્રયાસ આ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવના માધ્યમથી કર્યો છે. આ સમૂહ લગ્નમાં જોડાયેલા ૧૦૮ નવયુગલો પૈકી જેટલા યુગલોને પ્રથમ સંતાન સ્વરૂપે દિકરી અવતરશે એ યુગલને રૂા.પાંચ હજારની સહાય પણ લાલ પરિવારના ટ્રસ્ટ દ્વારા આપવાની જાહેરાત કરવામાં આવી છે.

વિજયા દશમીના રોજ લગ્નના દિવસે સવારે ૮ વાગ્યે જાનનું સામૈયું, વરરાજાના વિશેષ વરઘોડા સાથે થશે. આ વરઘોડો ઓશવાળ સેન્ટરથી ખોડીયાર કોલોની મેઈન રોડ પર બેન્ડવાજા સાથે નીકળશે અને દિગ્દામ સર્કલ પાસેથી પરત ઓશવાળ સેન્ટર ખાતે ઉભા કરાયેલા "માતૃશ્રી મંજુલાબેન લાલ લગ્નોત્સવ ધામ " ખાતે પહોંચશે. આ વરધોડા દરમ્યાન ભવ્ય આતશબાજી પણ થશે.

લગ્નોત્સવમાં જોડાયેલી દીકરીઓ પકી જેમને પણ નવવધુના શણગાર સજવા માટે બ્યુટીશીયનની જરૂરિયાત તેમજ જે વરપક્ષને જાનના ઉતારા માટે જગ્યાની જરૂરીયાત હતી તે વ્યવસ્થા પણ આયોજકોએ પુરી પાડી છે. આ રીતે બન્ને પક્ષની જરૂરીયાતો ચીવટ સાથે પુરી કરવા પ્રયાસ કરવામાં આવ્યા છે. આ લગ્ન સમારંભમાં વરપક્ષ અને કન્યા પક્ષના ૩૫-૩૫ વ્યકિતઓ સહિત એક લગ્નના ૭૦ વ્યકિતઓના ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

હાલાર સર્વજ્ઞાતિય ૧૦૮ સમૂહ લગ્નોત્સવમાં મંગલ પરિણથી જોડાનારો નવયુગલોને આર્શિવાદ આપવા માટે ધર્માચાર્યો, રાજયના મંત્રીઓ, રાજકિય નેતાઓ તેમજ સ્થાનિક રાજકિય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, સામાજીક આગેવાનો અને શહેરના શ્રેષ્ઠીઓ,પ્રિન્ટ મીડીયા, ઈલેકટ્રોનીક મીડીયાના અગ્રણીઓ વિગેરે લગ્નવિધિ સંપન્ન થયે યોજાયેલા આર્શિવાદ સમારોહમાં ઉપસ્થિત રહેશે,

આ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં જોડાયેલા નવયુગલોને સરકારશ્રીની યોજનાઓનો લાભ મળી રહે તે માટેની વ્યવસ્થા તેમજ દરેકના લગ્નની નિયમોનુસારની નોંધણી કરાવવા માટેની વ્યવસ્થા પણ લાલ પરિવારના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.

આ લગ્નોત્સવની તમામ વ્યવસ્થા જાળવવા માટે લગભગ ૧૫૦ જેટલા શુભેચ્છક મિત્રો, કાર્યકરો અને સ્વયંસેવકોની વિશાળ ટીમ જુદી-જુદી સમિતિઓના માધ્યમથી અલગ અલગ વ્યવસ્થા માટે કામે લાગી ગઈ છે અને તમામના સહકારથી આ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ ઉત્સાહ - ઉમંગ સાથે સફળ રીતે ઉજવાશે તેવો વિશ્વાસ આયોજકોએ વ્યક્ત કર્યો હતો.

આ પત્રકાર પરિષદમાં એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અશોકભાઈ લાલ તેમજ ટ્રસ્ટીઓ જીતુભાઈ લાલ, મીતભાઈ લાલ, ક્રિષ્નરાજ લાલ, વિરાજ લાલ પણ ઉપસ્થિત રહયા હતા.

Monday, September 19, 2022

આઈ.ટી.આઈ. જામનગર ખાતે કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજાયો


તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપી વિવિધ કારકિર્દી લક્ષી માહિતીથી સમજૂત કરાયા



જામનગર તા.૧૯ સપ્ટેમ્બર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસે ભારતની તમામ આઈ.ટી.આઈ.ખાતે "કૌશલ્ય દીક્ષાંત સમારોહ" નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત આઈ.ટી.આઈ. જામનગર ખાતે પણ કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજાયો હતો. વિશ્વકર્મા જયંતિના પાવન અવસરે "શ્રમેવ જયંતે" નાં સૂત્રને સાર્થક કરવા જામનગર શહેરની તમામ આઇ.ટી.આઈ. જેવી કે આઈ.ટી.આઈ. જામનગર, આઈ.ટી.આઈ. મહિલા ગુલાબનગર અને સુભશ્રી ગ્રાન્ટ ઈન આઈ.ટી.આઈ. માં ઉતિર્ણ થયેલ તાલીમાર્થી ભાઈઓ-બહેનોને સર્ટિફિકેટ આપી તેઓનું સન્માન કરી દેશનાં "STRATUP INDIA" અને "SKILL INDIA" મિશનને સફળ બનાવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગ્રામ્ય પ્રાંત અધિકારી શ્રી ધાર્મિક ડોબરીયા, ભારત સરકારના આઈ.ટી.આઈ.નાં બ્રાન્ડ એમ્બેસેડર અને ગીતા મશીન ટુલ્સનાં મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સરદારસિંહ જાડેજા, એટલાસ મેટલ્સ કંપનીનાં મેનેજિંગ ડાયરેકટર શ્રી રાજેશભાઈ ચાંગણી, આઈ.ટી.આઈ. જામનગરનાં આચાર્ય શ્રી એમ.એમ. બોચિયા, મહિલા આઈ.ટી.આઈ. નાં આચાર્ય શ્રી જીજ્ઞેશ વસોયા, ગુલાબનગર આઈ.ટી.આઈ. નાં આચાર્ય શ્રી ગાગીયા, ફોરમેન ઇન્સ્ટ્રક્ટર, સુપરવાઈઝર ઈંસ્ટ્રકટર અને તમામ આઈ.ટી.આઈ. નાં ઉતિર્ણ થયેલ આશરે ૫૦૦ જેટલા તાલીમાર્થી ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મહાનુભાવોએ યુવાનોને સ્કીલડેવલપમેન્ટ માં સહયોગ આપી પોતાની અંદર રહેલ સ્કીલને બહાર લાવી દેશની પ્રગતિમાં ફાળો આપવા માટે આહવાન કર્યું હતું. આજનાં યુવાનો વિવિધ કુટેવો અને મોબાઈલની લત માંથી બહાર આવી પોતે કરેલા વ્યવસાયિક કોર્ષમાં આગળ વધી પ્રારંભિક તબક્કે નાની-નાની કંપનીમાં નોકરી મેળવી પોતાની કારકિર્દિની શરૂઆત કરશે તો પણ જીવનમાં સફળ થશે તેવી પ્રેરણા આપી હતી. આઈ.ટી.આઈ. નો કોર્ષ કર્યાં પછી ઘણા બધા વિકલ્પ ઉપલબ્ધ છે જેવા કે એપ્રેંટિસ ટ્રેનિંગમાં જોડાઈ કંપનીમાં નોકરી મેળવી શકે છે, તદુપરાંત ડિપ્લોમામાં જોડાઈને પણ કારકિર્દિ બનાવી શકે છે. તેમજ ધોરણ ૧૨ માં ફકત એક અંગ્રેજી વિષયની પરીક્ષા આપીને પણ ધોરણ ૧૨ સમકક્ષ પ્રમાણપત્ર મેળવી ઉચ્ચ અભ્યાસ કરી શકે છે. તે પ્રકારની વિવિધ કારકિર્દિ લક્ષી માહિતીથી તાલીમાર્થીઓને વાકેફ કરાયા હતા. અંતમાં મહાનુભાવોનાં વરદ હસ્તે સપ્ટેમ્બર ૨૦૨૨માં પાસ થયેલ તાલીમાર્થી ભાઈઓ-બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.





જામનગરના મહિલા બાળપણની કળાનો ઉપયોગ કરી ગરબાના વેચાણ થકી બન્યા આત્મનિર્ભર


ગરબામાં જામનગરની પ્રખ્યાત બાંધધણીની ભાત તેમજ આધુનિકતા અને સંસ્કૃતિનો સમન્વય પણ ઊભરી આવે છે


૧૫ વર્ષ પહેલા માત્ર ૫ થી ૭ ગરબાનું વેચાણ કરતાં નયનાબેન ૫૦૦ થી ૭૦૦ ગરબા વહેચી પરિવારને મદદરૂપ થઈ રહ્યા છે  નારી અબળા છે તેમ ન વિચારી આત્મનિર્ભર બનવું જોઈએ : નયનાબેન




નવલા નોરતાના હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે જામનગરના બજારોમાં પણ આ વખતે નવા રંગરૂપમાં ગરબાનું વેચાણ થઈ રહ્યું છે. જામનગરના એક મહિલા અવનવા ગરબા બનાવીને રોજગારી મેળવી રહ્યા છે. જે મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અને મહિલાઓને પરિવાર માટે મદદરૂપ થવા પ્રેરણાદાયક બન્યા છે. 





કોઈપણ રાષ્ટ્રની પ્રગતિનો આધાર તે રાષ્ટ્રની મહિલાઓની સ્થિતિ ઉપર હોય છે. દેશ, સમાજ અને પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે મહિલા સશક્તિકરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેવી જ રીતે જામનગરમાં રહેતા નયનાબેન સંચાણિયા પોતાના પરિવારને મદદરૂપ થવા માટે ગરબા બનાવીને વેચાણ કરી રહ્યા છે. પોતાની કળાનો ઉપયોગ કરી છેલ્લા ૧૫ વર્ષથી નવરાત્રિના તહેવારમાં માતાજીના અવનવા ગરબા બનાવી રોજગારી મેળવી આત્મનિર્ભર બન્યા છે. માટી માંથી તેઓ ગરબા બનાવી તેના ઉપર કલર અને અનોખી ડિઝાઇન બનાવવાનું કામ કરે છે. ૧૫ વર્ષ પહેલા ગરબા બનાવવાની શરૂઆત કરી ત્યારે માત્ર ૫ થી ૭ ગરબાનું વહેચાણ થતું હતું પરંતુ તેઓ મહેનત કરી પોતાની કળા વિકાસવીને આજે ૫૦૦ થી ૭૦૦ ગરબા વહેચી રહ્યા છે. 


નયનાબેન જણાવે છે કે હિન્દુ સંસ્કૃતિમાં ગરબોએ મહત્વનું સ્થાન દર્શાવે છે, નવરાત્રીના દિવસોમાં દરેક ઘરોમાં ગરબાનું સ્થાપન કરવામાં આવે છે. જે માં દુર્ગાના આશીર્વાદ સમાન છે. અગાઉ પ્રજાપતિ કુંભારે જ્યારે ગરબા બનાવવાની શરૂઆત કરી ત્યારે માત્ર લાલ રંગના જ ગરબાનું ચલણ હતું. પરંતુ જે રીતે સમય જતો ગયો તે રીતે તેઓએ પણ પોતાની કળા વિકસાવીને લોકોની જરૂરિયાત પ્રમાણે ૬ જેટલી વિવિધ ડિઝાઇનના ગરબા બનાવે છે. લાલ, ગુલાબી, પીળો, પર્પલ જેવા અલગ અલગ કલર કરી ટામેટી ઘાટ, પાટુડી ઘાટ, ગાગેડી ઘાટ જેવા ઘાટના ગરબા બનાવી અવનવી ડિઝાઈનો કરે છે. અને જામનગરની બાંધણી જે દેશભરમાં પ્રખ્યાત છે તે બાંધણીની ભાત તેમજ આધુનિકતા અને સંસ્કૃતિનો સમન્વય પણ નયનાબેને બનાવેલ ગરબામાં ઊભરી આવે છે. 



ગરબાના વહેચાણ  થકી આત્મનિર્ભર બનેલા અને બાળપણની પોતાની કળા લગ્ન બાદ પણ જાળવી રાખી તેઓ પોતાના પરિવારને આર્થિક દ્રષ્ટિએ પણ ઘણા મદદરૂપ બન્યા છે. અને સમાજની દરેક સ્ત્રીઓને સંદેશો આપતા જણાવે છે કે સ્ત્રીઓએ માત્ર ગૃહિણી બનીને જ ન રહેવું જોઈએ પણ ઘર માટે મદદરૂપ થઈ શકે તેવી પહેલ કરવી જોઈએ. નારી અબળા છે તેમ ન વિચારી આત્મનિર્ભર બને તેવા સશક્ત વિચારો ધરાવતા નયનાબેન મહિલાઓ માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. 



Thursday, September 15, 2022

ટાઉનહોલ ખાતે જિલ્લા કક્ષાનો "નેશનલ ગેમ્સ અવરનેશ કેમ્પેઇન-૨૦૨૨" કાર્યક્રમ યોજાયો

સમૂહ રમતોમાં ખેલમહાકુંભમાં રાજ્ય કક્ષાએ વિજેતા થયેલ શાળા, મહાનગરપાલિકાની શ્રેષ્ઠ શાળા તેમજ જિલ્લાની શ્રેષ્ઠ 25 શાળાઓને રૂ.10 લાખના ચેક વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા જિલ્લાના શ્રેષ્ઠ 6 ખેલાડીઓને પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા


ગુજરાતમાં પ્રથમ વખત 36 નેશનલ ગેમ્સ યોજાશે  તે વાતનું દરેક ગુજરાતીઓને ગૌરવ : મેયર શ્રીમતી બીનાબેન કોઠારી

જામનગર તા.૧૬ સપ્ટેમ્બર, આગામી તા.૨૯ સપ્ટેમ્બરથી તા.૧૨ ઓકટોબર દરમિયાન ગુજરાતમાં ૩૬મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને રમત ગમતની પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જામનગરના ટાઉનહોલ ખાતે જિલ્લા કક્ષાનો “નેશનલ ગેમ્સ અવેરનેશ કેમ્પેઇન-૨૦૨૨” કાર્યક્રમ મેયર શ્રીમતી બીનાબેન કોઠારીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ખેલમહાકુંભમાં હોકી અને ફૂટબોલમાં રાજ્યકક્ષાએ પ્રથમક્રમે આવેલ ટીમ, ખેલમહાકુંભમાં મહાનગરપાલિકા કક્ષાની, જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની શ્રેષ્ઠ ૨૫ જેટલી શાળાઓને રૂ.૧૦લાખના ચેક પ્રોત્સાહક ઈનામ તરીકે આપવામાં આવ્યા હતા. તેમજ વિવિધ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર જિલ્લાના ૬ ખેલાડીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. 


આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી બિનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે પ્રથમ વખત ગુજરાતમાં ૩૬ મી નેશનલ ગેમ્સનું આયોજન થવા જઇ રહ્યું છે તે વાતનું પ્રત્યેક ગુજરાતીઓને ગૌરવ છે. આ કાર્યક્રમમાં ૩૬ અલગ અલગ ગેમ્સમાં દેશની ૨૫૦૦ થી વધુ કોલેજ, ૩૩હજારથી વધુ શાળાઓના ૫૦લાખથી વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે. શાળાના વિધ્યાર્થીઓએ ભણતરની સાથે સાથે સ્પોર્ટ્સની પ્રવૃતિઓમાં પણ ધ્યાન આપવું જોઈએ કારણકે ખેલેગા ઈન્ડિયા તભી તો આગે બઢેગા ઈન્ડિયા. ગુજરાતના યુવાઓ રમતગમતની પ્રવૃતિઓમાં ભાગ લેતા થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણાં જેવા યુવા રાષ્ટ્રએ સમગ્ર વિશ્વમાં પ્રભાવ પાડવો જોઈએ તે વાત પર વારંવાર ભાર મૂક્યો છે અને આપણાં ઊભરતા ખેલાડીઓ માટે મહતમ તકો મેળવવાનો સઘન પ્રયાસ છે. ખેલમહાકુંભમાં જામનગર જિલ્લાના ૨૩ હજારથી વધુ વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો તે બદલ તમામને મેયરે અભિનંદન પાઠવી અન્ય યુવાઓને પણ વિવિધ રમતોમાં ભાગ લેવા માટે હોકીના ખેલાડી મેજર ધ્યાનચંદનું ઉદાહરણ આપી પ્રેરિત કર્યા હતા. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌકોઈએ ફિટ ઈન્ડિયા અંતર્ગત વ્યાયામ, ખેલકૂદ અને ફિઝીકલ એક્ટિવિટી નિયમિત કરવા અંગેના શપથ લીધા હતા. 




ગુજરાત ૩૬મી નેશનલ ગેમ્સનું આયોજન કરવા સજ્જ છે ત્યારે માત્ર ૩મહિનાના સમયગાળામાં આ રમતોનું આયોજન સંભવ કર્યું છે. રાષ્ટ્રીય રમતો સમગ્ર ગુજરાત રાજ્યના ૬ શહેરો જેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં યોજવામાં આવશે. 


આ પ્રસંગે જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા પંચાયત કારોબારી સમિતીના ચેરમેન શ્રી ભરતભાઈ બોરસદીયા, કલેકટર શ્રી ડૉ. સૌરભ પારઘી, મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય ખરાડી, પ્રાંત અધિકારી શ્રી દર્શન શાહ, વ્યાયામ મંડળના પ્રમુખ શ્રી મહેશભાઈ મુંગરા, ક્રિકેટ કોચ શ્રી રીનાબા ઝાલા, બેડમિન્ટન કોચ શ્રી અમિતભાઈ પંડયા, ટ્રેનરો શ્રી સતીશ પારેખ, શ્રી ધર્મેશભાઈ પરમાર, શ્રી મયૂરભાઈ ગોહિલ, શ્રી ધાર્મિકભાઈ, શ્રી મુકેશભાઇ, શ્રી ગીતાબેન, શ્રી સુમિતાબેન, વિવિધ શાળા કોલેજોના આચાર્ય અને શિક્ષકગણ, વાલીઓ તેમજ બહોળી સંખ્યામાં વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.  




એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ૨૮,૫૪૦ કરોડ રૂપિયા બચાવી શકે: C-DEP અહેવાલ નવી દિલ્હી, ૨૬.૦૫.૨૦૨૬: C-DEP રિસર્ચ અને વાણિજ્ય મં...