Monday, March 30, 2020

જેલમાંથી જામીન મુક્ત કેદીઓ  હોંશે હોંશે ઘરે જવા નીકળ્યા



જામનગર જિલ્લા જેલમાં કોરોના  ભયથી ગઈકાલે ૫૩ જેટલા  કેદીઓને જામીન મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે આજે 01:45 સમયે કેદીઓને અનાજની કીટ સાથે  જામીનમુક્ત કરાતા જેલ બહારના દ્રશ્ય જોઈ કેદીઓ ખુશખુશાલ થયા હતા અને હોંશે હોંશે  પોતાના ઘરે જવા નીકળ્યા  હતા 
જેલર એન.એસ લોહર અને બાબુભાઇ જી પરમાર ઉપસ્થિત રહ્યા હતા

Sunday, March 29, 2020

નગરસેવક મનીષભાઈ કનખરા દ્વારા વોર્ડ નં.13 ના ગરીબ પરિવારોને અનાજ વિતરણ કરાયું

ચલો જલાયે દીપ વહાં,જહાં અભી ભી અંધેરા હૈ 
આદરણીય અટલજીની ઉપરોક્ત પંક્તિને સાર્થક કરી આજરોજ












જામનગરમાં લોકડોઉનની પરિસ્થિતિને ધ્યાને લઇ ગરીબ  પરિવારોને મદદરૂપ થવાના ઉદ્દેશથી નગરસેવક મનીષભાઈ કનખરા દ્વારા અનાજની 500 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કિટ અંતર્ગત બે કિલો ઘઉં 1 કિલો ચોખા તેલ તેમજ બટાટાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અને તેની 500 કીટ તૈયાર કરવામાં આવી હતી. આ કીટ વિતરણ કાર્યક્રમમા નગરસેવક મનીષભાઈ કનખરા, કે.જીભાઈ કનખરા, કોર્પોરેટર હરેશભાઈ ચૌહાણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અશ્વિન રાયઠઠ્ઠા, કિરીટભાઈ છાપીયા,મોહીત મંગી,મુન્નાભાઈ વ્યાસ, મુકેશ વસોયા દિલીપભાઈ જોઇશર ભોલાભાઈ વશીયર તેમજ હવાઈચોક વિસ્તારના જલસા ગ્રુપ, અમર મેડિકલ ગ્રૂપના યુવાનો જોડાયા હતા આ કપરી પરિસ્થિતિમાં એક સંવેદનશીલ નેતા તરીકે પરિપક્વતા દાખવી નગરસેવક મનીષભાઈ કનખરા એ ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. હર હંમેશ ગરીબોની વહારે આવતા મનીષભાઈ કનખરા નું ફરી એકવાર ઉમદા કાર્ય 

Saturday, March 7, 2020

હોળી દહન વખતે ફક્ત આ વસ્તુ નાખી દો અગ્નિમાં કિસ્મત ચમકી ઉઠશે રાતોરાત

હોળીનો તહેવાર તમારા જીવનને ખુશીઓ અને વિભિન્ન રંગોથી ભરી દે છે. હિન્દૂ ધર્મમાં આ તહેવારને સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે



       હોળીનો તહેવાર તમારા જીવનને ખુશીઓ અને વિભિન્ન રંગોથી ભરી દે છે. હિન્દૂ ધર્મમાં આ તહેવારને સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. એવામાં હોળીના દિવસે અમુક ખાસ ઉપાયો કરવાથી ખુબ ફાયદો થાય છે અને તમારું આવનારું જીવન ખુશીઓ અને સફળતાથી ભરાઈ જાય છે. હોળીના દિવસે અમુક ખાસ ઉપાયોની મદદથી તમારું ભાગ્ય ચમકાંઈ શકે છે અને જીવનમાં શુભકામો કરવાની શરૂઆત થાશે.
હોળી એટલે કે ધુળેટીના આગળના દીસવે હોલિકાદહન ઉજવવામાં આવે છે. પૌરાણિક કથાઓના અનુસાર આ દિવસે હિરણ્યકશિપુએ પોતાના પુત્ર પ્રહલાદને મારવા માટે પોતાની બહેન હોલિકાની મદદ લીધી હતી. ભગવાન શંકરના વરદાનથી તેને એક એવી ચૂંદડી પ્રાપ્ત થઇ કે તેને ઓઢવા પર અગ્નિ તેને બાળી પણ શકતી નથી. હોલિકા તે ચૂંદડી ને ઓઢીને પ્રહલાદને ખોળામાં લઈને ચિતા પર બેસી ગઈ. પણ ભગવાન વિષ્ણુની કૃપાથી તે ચૂંદડી ઉડીને પ્રહલાદની ઉપર આવી ગઈ, જેમાં પ્રહલાદ બચી ગયો અને હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઇ ગઈ. આ દિવસ પછી હોલિકા દહનની પરંપરા શરૂ થઇ હતી. માન્યતા છે કે આ દિવસે હોળી પ્રગટાવીને ખોટા પર સત્યની જીત મળે છે.
          હોલીકા દહનના દિવસે કરો ઉપાય:
1. હોળી દહનના સમયે આ ઉપાયો કરવાથી નકારાત્મક ઉર્જાને લીધે ઉદ્દભવતી સમસ્યાઓથી જલ્દી જ છુટકારો મળશે.
2. હોળીની પૂજા કરવાના સમયે એક ચાંદીનો સિક્કો રાખીને હળદરથી તિલક કરો અને તે સિક્કાને તમારી તિજોરીમાં મૂકી દો, તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે.
3.ચાંદીના સિક્કા સિવાય હોળીના દિવસે ઘરમાં ગોમતી ચક્ર રાખવાથી પણ ફાયદો થશે, આ ઉપાયથી પણ તમારું ભાગ્ય ચમકાઈ જાશે.
4.આ ચીજોને તિજોરીમાં રાખવાના સમયે ધ્યાન રાખો કે ભગવાન વિષ્ણુના આ મંત્રનો ચોક્કસ જાપ કરો,” ॐ नमो भगवते वासुदेव नमः।”
5.વ્યાપાર સ્થળ પાર હંમેશા સકારાત્મક ઉર્જા બની રહે અને કામમાં હંમેશા તરક્કી મળે તેના માટે ગોમતી ચક્રને લાલ રંગના કપડામાં બાંધીને કાર્યસ્થળમાં પૂજા સ્થાન પર રાખો.
     હોળી દહનના દરમિયાન પીળા કપડામાં હળદર બાંધીને તેને અગ્નિમાં પધરાવી દો અને ભગવાન પાસે તમારા જીવન  દોષ મુક્ત બનાવવા માટે આશીર્વાદ માંગો.
      હોળીના દિવસે આ દરેક ઉપાયો કરવાથી હંમેશા હંમેશા તમારા ઘરમાં ધનની દેવી માં લક્ષ્મીની કૃપા રહેશે.
હોળીના દિવસે ગોમતીચક્રના ઉપાયો પણ કરી શકો છો.
   વ્યાપારમાં વૃદ્ધિ લાવવા માટે બે ગોમતી ચક્ર લો, તેને એક કપડામાં બાંધીને તમારા કાર્યસ્થળના દરવાજા પર લટકાવી દો, જેથી આવનારા ગ્રાહકો તેની નીચેથી પસાર થઈને આવે. માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યાપારમાં વૃદ્ધિ ની સાથે સાથે લાભ પણ થાવા લાગે છે.
    પૈસા સાથે જોડાયેલી સમસ્યાઓથી છુંકટકારો મેળવવા માટે હોળીના દિવસે 11 ગોમતી ચક્રને પૂજાના સ્થાનમાં રાખીને “ॐ श्री नम:।“ મંત્ર નો 108 વાર જાપ કરો. અમુક જ દિવસોમાં તમને તમારા જીવનમાં ચમત્કાર જોવા મળશે જેનાથી તમારી દરેક સમસ્યાઓ સમાપ્ત થઇ જાશે.
     પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા મતભેદને ખતમ કરવા માટે આ દિવસે ત્રણ ગોમતી ચક્ર લઈને ઘરના દક્ષિણમાં “हलूं बलजाद” કહીને ફેંકી દો. માનવામાં આવે છે કે આવું કરવાથી ચાર દિવસોમાં જ બંને વચ્ચે ચાલી રહેલા મતભેદ સમાપ્ત થઇ જાય છે.
    સંતાન કે પુત્રપ્રાપ્તિ માટે હોળીના દિવસે પાંચ ગૌમુખી ચક્ર કોઈ વહેતી નદી કે તળાવમાં પાંચ વાર  “हिलि हिलि मिलि मिलि चिलि चिलि हुक” બોલીને વિસર્જિત કરી દો.

Friday, March 6, 2020

જામનગરના નામાંકિત બિલ્ડર અને ઉદ્યોગપતિઓનીચકચારી ખેતીની જમીનમાં હકકપત્રકે નોંધ નામંજુર કરવા હુકમ ફરમાંવતી કોર્ટ

જામનગરમાં સમર્પણ હોસ્પિટલ ની સામે ખંભાળીયા હાઇવે ઉપર આવેલ ખેતીની જમીન કે જામનગર નગર સીમલા ખેતીના ટીકા નંબર 1, ખાતા નંબર 120, રે.સ.ન.46 તથા 47 પૈકી એક વાળી ખેતીની જમીન સંયુક્ત ખાતે આવેલ હોય અને જામનગરના નામાંકિત બિલ્ડર અને ઉદ્યોગપતિઓ અમરીશ વિનોદચંદ્ર મહેતા ચિંતન અરવિંદભાઈ શાહ પિયુષ ભરતભાઈ ગોદીયા હાથિયા ભાઈ એભાભાઈ રાજાણી ડાડુંભાઇ રામજીભાઈ વારોતરીયા હેભાભાઈ રાજશીભાઈ ડેર ના હોય કુલમુખત્યારનામાંના તથા વેચાણ દસ્તાવેજના આધારે વહેવાર કરી મામલતદાર શહેર સમક્ષ પત્ર કે વેચાણ દસ્તાવેજ મુજબ નોંધ દાખલ કરવામાં આવેલ અને આ નોધની કલમ 135 ડી ની નોટીસો તૈયાર કરી ચકચારી ખેતીની જમીનમાં હિતધરાવનારાઓને બજાવવામાં આવતા જુદાજુદા વિવાદી વાધેદાર તરફે  પત્ર કે એન્ટ્રી સંબંધે વાંધા તથા રજૂઆત થતાં ચકચાર ખેતીની જમીનમાં તકરાર ઉભી થતાં મામલતદાર શહેરની કોર્ટમાં તકરારી કેસ તરીકે કેસ ઊભો થતાં સદરહુ ખેતીની જમીનમાં અવિભાજ્ય હિસ્સો હક લાગભાગ ધરાવતા ગુજ.નર્મદાબેન હીરાલાલ નંદાના વારસદારોને નોટિસની બજવણી થતા તેઓ વકીલ મારફતે નામદાર કોર્ટમાં હાજર થતાં વિવાદ આ વાળી ખેતીની જમીનમાં ગુજરનાર નો વારસો દરજ્જે અવિભાજ્ય હિસ્સો હક  લાગભાગ સમાયેલ હોય તથા જુદી જુદી તકરારો ગુજરનાર ના વારસદારો તરીકે લેવામાં આવેલ હોય તેમ જ ચિંતન અરવિંદભાઈ શાહ હાથિયાભાઈ હેભાભાઈ રાજાણી તથા હેભાભાઈ રાજશી ભાઈ ડેર  મૂળ પ્રથમથી કઈ રીતે ખેડૂત ખાતેદાર થયેલ છે તે અંગેના કોઈ આધાર પુરાવા રજુ કરેલ ન હોય જેથી કરીને મામલતદાર શહેરની કોર્ટ અગત્ય નો હુકમ કરતા પ્રતિવાદી ઓને ચકચારી ખેતીની જમીનમાં હક પત્ર કે રજીસ્ટર વેચાણ દસ્તાવેજ મુજબ દાખલ કરેલ વેચાણ મંજૂર ની નોંધ રદ નામંજુર કરવા ન્યાયના હિતમાં હુકમ ફરમાવેલ છે. આ કેસમાં વિવાદી વાંધેદાર ગુજ .નર્મદાબેન હરિલાલ નંદના વારસદારો  વિનોદરાય ચંદુલાલ કટારમલ વિગેરે તરફથી વકીલ શ્રી રાજેશ.એમ કનખરા ઇન્દ્રજીતસિંહ રાઠોડ ભાવિકે નાખવા યસ. એસ.કટારમલમાં રોકાયા હતા. 

Monday, March 2, 2020

જામનગરની રોટરી ક્લબ દ્વારા ધમાલ ગલી કાર્યક્રમ અંતર્ગત દેશી રમતો નું આયોજન

જામનગર ની રોટરી ક્લબ દ્વારા ધમાલ ગલી કાર્યક્રમ અંતર્ગત શહેર ના બાળકો માટે મોઈ-દાંડિયા, ઠેરી, ભમરડો, લીંબુ ચમચી, નારગોલ, દોરડા કુદ  જેવી દેશી રમતો નું આયોજન કરવામાં આવ્યું હતું


જામનગર ની રોટરી ક્લબ દ્વારા ધમાલ ગલી કાર્યક્રમ અંતર્ગત શહેર ના બાળકો માટે મોઈ-દાંડિયા, ઠેરી, ભમરડો, લીંબુ ચમચી, નારગોલ, દોરડા કુદ  જેવી દેશી રમતો નું આયોજન કરવામાં આવ્યું હતું. આજના સમય માં બાળકો મોબાઈલ અને કોમ્પ્યુટર ની આધુનિક રમતો માં વ્યસ્ત થઈ સારું સ્વસ્થ્ય અર્પણ કરતી મેદાની રમતો ને ભૂલી જાય છે ત્યારે રોટરી ક્લબ દ્વારા આપણી દેશી રમતો અંગે બાળકો અને વાલીમાં જાગૃતતા આવે તેવા હેતુ થી આયોજન કરવામાં આવ્યું હતું. સ્માર્ટ કોમ્પ્યુટર, સ્માર્ટ મોબાઈલ અને સ્માર્ટ ટીવી ના યુગ માં આજના બાળકો મોબાઈલ કોમ્પ્યુટર અને ટીવી ની અત્યાધુનિક ગેમો માં વ્યસ્ત રહે છે અને બાળકો આપણી જૂની પારંપારિક મેદાની રમતો ભૂલતા જાય છે તેમજ સ્માર્ટ ફોન માં જેમ વાઇરસ આવે છે તેમ બાળકો ના સ્વસ્થ્ય પણ તેના લીધ બગાડે છે અને બાળકો ની રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે જ્યારે મેદાની રમતો માં બાળકો ને રમત સાથે મહેનત થતી હોવાથી બાળકો નું સ્વસ્થ્ય સારું રહે છે અને બાળકો રોગ મુક્ત રહે છે છ્તા આજના ફાસ્ટ યુગ માં માતા- પિતા પણ બાળકો પર પૂરતું ધ્યાન આપી ના શકતા હોય અને પોતાના કામની વ્યસ્તતા ના કારણે બાળકો ના હાથ માં સ્માર્ટ ફોન કે કોમ્પ્યુટર આપી દેતા હોય છે અને મેદાની રમતો નું મહત્વ શું છે તે સમજાવતા નથી.  સામાજિક સંસ્થા રોટરી ક્લબ દ્વારા ‘ધમાલ ગલીમાં’ કાર્યક્રમ અંતર્ગત બાળકો માટે મોઈ-દાંડિયા, ઠેરી, લીંબુ ચમચી, ભમરડો, દોરડા કૂદ, નારગોલ, સાતતાળી, સાયકલ નું વ્હીલ ફેરવવું જેવી અનેક દેશી રમતો નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ માં વાલી અને બાળકો સહિત લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને કાર્યક્રમ માં માતા- પિતા પોતાની બધી જ વ્યસ્તતા એક તરફ મૂકી બાળકો સાથે દેશી રમત રમ્યા હતા. બાળકો એ પણ આ રમતો ની ખૂબ મોજ માણી હતી અને આ પહેલા ક્યારેય આવો રોમાંચ માણ્યો ન હતો.


કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગુઆર દ્વારકાની મુલાકાતે

      ગુજરાત રાજ્યના વિકાસ પ્રભાવિત થતા 
                  કેન્દ્રીય મંત્રી સંતોષ કુમાર

ભારત સરકારમાં લેબર મંત્રી સંતોષ ગંગુઆર આજ રોજ પોતાના પરિવાર સાથે દ્વારકા આવી પહોંચ્યા હતા પોતાના પરિવાર સાથે દર્શને આવેલ કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગુઆર દ્વારકા ના ભોગાત ખાતે જમણવારમાં ઉપસ્થિત રહ્યા બાદ દ્વારકા દર્શન કરવા પહોચ્યા હતા દ્વારકા મંદિરે પરિવાર સાથે પહોંચેલા કેન્દ્રીય મંત્રીએ દ્વારકાધીશ ના દર્શન કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી અને ગુજરાતમાં આવી તેમને ખૂબ આનન્દ થયો હોવાનું તેમને જણાવ્યું હતું અને ગુજરાત સરકાર અહીં ખૂબ સારું કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...