Thursday, April 28, 2022

જોડિયા તાલુકા ના પીઠડ ગામે ઈ.સ.1884 માં સ્થપાયેલી શ્રી પીઠડ તાલુકા શાળાનો આજે 139 માં જન્મ દિવસની ઉજવણી, ધોરણ 8 નો વિદાય સમારંભ અને ઈનામ વિતરણનો ત્રિવેણી કાર્યક્રમ યોજવામાં આવ્યો

જોડિયા તાલુકા ના પીઠડ ગામે ઈ.સ.1884 માં સ્થપાયેલી શ્રી પીઠડ તાલુકા શાળાનો આજે 139 માં જન્મ દિવસની ઉજવણી, ધોરણ 8 નો વિદાય સમારંભ અને ઈનામ વિતરણનો ત્રિવેણી કાર્યક્રમ યોજવામાં આવ્યો


વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સૂચના મુજબ 28 એપ્રિલ 1884 ના રોજ સ્થપાયેલી જોડિયા તાલુકા માં પીઠડ ગામ માં આવેલી શ્રી પીઠડ તાલુકા શાળાએ આજે 138 વર્ષ પૂર્ણ કર્યા. ત્યારે શાળાના જન્મ દિવસ ની ઉજવણી, ધોરણ 8 ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભ અને ઈનામ વિતરણ સ્વરૂપે ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું


આ કાર્યક્રમમાં સરપંચ શ્રી અનસોયાબેન મનીભાઈ હોથી, ઉપસરપંચ શ્રી બ્રિજરાજસિંહ જાડેજા, તાલુકા પંચાયત સદસ્ય દામજીભાઈ ચનીયારા, સહકારી મંડળીના પ્રમુખ ટગુભા જાડેજા, ગ્રામપંચાયત ના અન્ય સભ્યો તેમજ ગ્રામ આગેવાનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા...

આજે શ્રી પીઠડ તાલુકા શાળા ના જન્મ દિન નિમિત્તે શાળાની વિદ્યાર્થીનીઓ એ *ભારતીય પરંપરા મુજબ સાડી દિવસ* ની ઉજવણીના ભાગ રૂપે સાડી પહેરીને આવી. કાર્યક્રમમાં શાળામાં 100% હાજરી આપનાર *4 વિદ્યાર્થીઓને કે જેઓ એ સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમ્યાન એક પણ ગેરહાજરી રાખેલ નથી તેઓને શિલ્ડ આપી બિરદાવવામાં આવ્યા* તેમજ અન્ય દરેક ધોરણમાં જે વિદ્યાર્થીઓની સૌથી વધુ હાજરી હતી તેઓનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું. તેમજ શાળાના આચાર્ય જીનેશભાઈ વખારીયા એ શાળાના *ધોરણ 8 માં STUDENT OF THE YEAR નો એવોર્ડ જાહેર કરી વિજેતા પઢારિયા પારુલ રમેશભાઈ નું નામ જાહેર કર્યું



ધોરણ 8 ના વિદ્યાર્થીઓને વિદાય સમારંભ અનુરૂપ શાળાના શિક્ષકો રાજેશભાઈ રામાવત અને વિપુલભાઈ વાધડીયાએ વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન રાકેશભાઈ ફેફર એ કર્યું.

ધોરણ 8 ના તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી ફોલ્ડર ફાઇલ ભેટ આપવામાં આવી. કાર્યક્રમને સફળ બનાવવા કોમલબેન વાદી અને ઋજુતાબેન વામજા એ ઘણી મહેનત કરી. કાર્યક્રમના અંતે *શાળાના તમામ 250 જેટલા બાળકો તેમજ મહેમાનોને શિખંડ પુરી નું તિથિ ભોજન સરપંચ શ્રી અનસોયાબેન મનીભાઈ હોથી તરફથી જમાડવામાં આવ્યું*  જમણવાર ને સફળ બનાવવા શાળાના શિક્ષકો બાબુભાઇ વાઘેલા, પ્રગ્નેશભાઈ પટેલ અને ઇરફાનભાઈ મન્સુરી એ ભારે જહેમત ઉઠાવી....

આવેલ મહેમાનો માં ટગુભા જાડેજા તરફથી ધો 8 ના તમામ વિદ્યાર્થીઓને દરેક ને 101 રુ ભેટ સ્વરૂપે તેમજ અન્ય આગેવાનો તથા ગ્રામજનો દ્વારા અંદાજે રૂ 6000 સહિત કુલ 8200 રૂ નું ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે દાન મળ્યું જે માટે શાળા પરિવાર તમામનો આભાર માને છે.....

શરદ એમ.રાવલ.હડિયાણા..

Monday, April 25, 2022

જોડિયા તાલુકાનાં મસાણિયા ચેકડેમના ઓનલાઈન ટેન્ડરને મંજૂરી અપાવતા કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલ

જોડિયા, બાદનપર, કુનડ વિગેરે ગામોના ખેડૂતો અને વસાહતીઓ માટે આ ચેકડેમ જીવાદોરી સમાન નર્મદાજળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ

 મંત્રીશ્રીએ અખબારી યાદીમાં જણાવેલ છે કે મારા મતવિસ્તાર જોડિયા તાલુકાનાં જોડિયા ગામે રાજશાહી વખતનો ઉંડ નદી પર મસાણિયા ચેકડેમ આવેલ છે. આ ચેકડેમ જોડિયા, બાદનપર, કુનડ વિગેરે ગામોના ખેડૂતો અને વસાહતીઓ માટે જીવાદોરી સમાન છે અને અંદાજે ૧૦૦૦ (એક હજાર) વિધા ખેતી લાયક જમીનને આ ચેકડેમના પાણીથી સીંચાઈનો લાભ મળે છે.

આ ચેકડેમ ગત વર્ષના ચોમાસામાં ભારે પુરના કારણે નુકશાન થયેલ અને આ ચેકડેમના રીપેર અને રિનોવેશનના અંદાજે રૂ.૩૨ લાખના કામને રાઘવજી પટેલ કૃષિ મંત્રીની ભલામણથી સરકાર દ્વારા માર્ચ-૨૦૨૧માં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ તથા આ કામનું ઓનલાઇન ટેન્ડર સરકારમાં મજૂરી અર્થે સાદર થયેલ. રાઘવજી પટેલ કૃષિ મંત્રીશ્રી દ્વારા જળસંપતિ વિભાગમાં સતત ભલામણ તથા મોનિટરિંગથી સરકારના તા.૨૨.૦૪.૨૨ ના હુકમથી આ કામના ટેન્ડરને મંજૂરી આપવામાં આવેલ છે. આથી ચેકડેમના રીપેર તથા રિનોવેશનની કામગીરી ટૂક સમયમાં શરૂ થનાર છે. આથી જોડિયા-બાદનપર તથા કુનડ ગામના ખેડૂતો તથા પ્રજામાં ખુશીની લાગણી પ્રસરી છે અને આ ગામના લોકોએ કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલનો- હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.


જામનગરના ખીમરાણા ગામે પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરતા મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ

રાજ્યમાં એકપણ વ્યક્તિ સારવાર કે દવાના અભાવે મૃત્યુ ન પામે તે માટે સરકાર હંમેશા ચિંતિત રહે છે- રાઘવજીભાઇ પટેલ


જામનગર તા.૨૫ એપ્રિલ, રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે જામનગરના ખીમરાણા ગામ ખાતે રૂ.૨૨ લાખના ખર્ચે નિર્મિત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને પેટા આરોગ્ય કેન્દ્ર ખીમરાણા-૨નું લોકાર્પણ કરાયું હતું.



આ આરોગ્ય કેન્દ્રના નિર્માણથી ખીમરાણાના ગ્રામજનોને ઘરાઆંગણે આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહેશે.અંતરિયાળ ગામોમાં બીમારીના પ્રશ્નો વારંવાર થતા હોય ત્યારે સારવાર માટે જામનગર શહેર જવુ પડતું હોય છે.સરકાર જ્યારે ગુજરાતનો દરેક નાગરિક સ્વસ્થ રહે તે માટેના ભગિરથ પ્રયાસો કરી રહી છે ત્યારે ખીમરાણા ગામ ખાતે આરોગ્ય કેન્દ્રની શરૂઆત સરકારના પ્રયત્નો તરફનું એક સફળ પગલું છે.

આ લોકાર્પણ પ્રસંગે આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ બ્લડપ્રેસર મપાવીને મંત્રીશ્રીએ આરોગ્ય કેન્દ્રની સુવિધાનું પણ લોકાર્પણ કર્યું હતું. હેલ્થ સેન્ટરની સુવિધા અંગે વાત કરતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ડાયાબીટીસ, બી.પી. તથા અન્ય રોગોના નિદાન, માર્ગદર્શન અને પ્રાથમિક સારવાર સાથે જ આરોગ્ય કેન્દ્રમાં સરકારની આરોગ્યલક્ષી સેવાઓ અંગેની માહિતી અને માર્ગદર્શન પણ મળી રહેશે.રાજ્યમાં એકપણ વ્યક્તિ સારવારના અભાવથી કે દવાઓના અભાવથી મૃત્યુ ન પામે તે માટે સરકાર હંમેશા ચિંતિત રહે છે.ત્યારે આ આરોગ્ય કેન્દ્ર દ્વારા ગ્રામજનોની તંદુરસ્તી જળવાય રહે તેવી મંત્રીશ્રીએ અપેક્ષા વ્યકત કરી હતી.આ પ્રસંગે મંત્રીશ્રીએ કોરોનાકાળમાં આરોગ્ય કર્મચારીઓની સેવાઓ માટે તેમની પ્રશંસા કરી હતી.


આ કાર્યક્રમમાં જામનગર તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી વિઠ્ઠલભાઇ માંડવીયા, ખીમરાણા ગ્રામ પંચાયત સરપંચ શ્રી વિજ્યાબેન માંડવીયા, ધર્મીષ્ઠાબા જાડેજા, સી.ડી.એચ.ઓ શ્રી ભારતીબેન ધોળકીયા, ડો.અજય વકાતર વગેરે આગેવાનો તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

Saturday, April 23, 2022

આજરોજ જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં બ્લોક હેલ્થ મેળા અંતર્ગત આવેલા લાભાર્થીઓ ને આરોગ્ય વિષેયક વિવિધ યોજનાઓ ની જાણકારી માટે તથા સામાન્ય રોગ અને તેના નિદાન માટે આરોગ્ય વિભાગ ના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા હેલ્થ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું..

 








ઉપરોક્ત આરોગ્ય મેળામાં કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ,. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા,.વરદ હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવેલ છે..રસિકભાઈ ભંડેરી..ભરતભાઇ દલસાણીયા..જેઠાલાલ અઘેરા.. ભરતભાઇ ઠાકર.. હાર્દિક લીંબાણી..ઘનશ્યામભાઈ રાઠોડ..જિલ્લા યોગ કો ઓ ડી નેટર પ્રીતિબેન સુકલા.. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો ભારતીબેન ધોળકિયા,.ડો.નૃપુર પ્રસાદ..તાલુકા આરોગ્ય અધિકારી ડો અલ્તાફ,.ડો.અભિષેક મોરી..મકવાણા બાલભા..ડો.ડાંગર..ડો.કુમાર..અને જોડિયા મામલતદાર પરમાર... આરોગ્ય કર્મચારી મંડળ ના પ્રમુખ શ્રી વી પી જાડેજા,. નીરજ મોદી,. કે. બી. પરમાર.. સહિત કર્મચારીઓ,. અધિકારી ઓ તથા જોડીયા તાલુકાના રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.. આશા વર્કર બહેનો..આગણવાડી વર્કર બહેનો..સ્ટાફ નર્સ.. આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ એ હાજર રહ્યા હતા..આ કેમ્પમાં આશરે   200 થી પણ વધારે  દર્દીઓને લાભ મળ્યો હતો.....

શરદ એમ.રાવલ.હડિયાણા...

મિડીયા ડેવલપમેન્ટ ઓફ ઇન્ડીયા(MDI)ના ગુજરાત પ્રદેશના હોદ્દેદારોની વરણી જાહેર કરાઈ

પીઢ પત્રકાર જીજ્ઞેશ રાવલને પ્રદેશ ઉપાધ્યક્ષ સાથે સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના પ્રભારીનો કાર્યભાર સોપાયો

પત્રકારત્વ ક્ષેત્રે છેલ્લા બાવીસ વર્ષ થયા પત્રકાત્વ જગતના ઉત્કર્ષ અને સમસ્યાઓને વાચા આપવા સક્રીય એવા મિડીયા ડેવલપમેન્ટ ઓફ ઈન્ડીયા(MDI)ના ગુજરાત પ્રદેશની ટીમના હોદ્દેદારોની પ્રદેશ પ્રમુખ રાજેન્દ્દભાઈ પટેલ એ રાષ્ટ્રીય અધ્યક્ષ સુભાષભાઈ નાયકની સાથે ચર્ચા-સંમતિથી તાજેતરમા જ જાહેર કરેલ છે.જેમા ચાર ઉપાધ્યક્ષોમા જીજ્ઞેશકુમાર રાવલ,અનિલભાઈ વાળા,વિજયવીર યાદવ,જયપાલસિંહ પરમારનો સમાવેશ થયો છે.જયારે,જનરલ સેક્રેટરીઓમા મનીશભાઈ જોશી,રોહિતસિંહ ચૌહાણ,સલીમભાઈ શેખ,ગૌતમભાઈ જાની અને સેક્રેટરીઓમા વિપુલભાઇ પટેલ,શૈલેષભાઈ પટ્ટણી,ગૌતમભાઈ ત્રિવેદી,હીતેશભાઈ બારોટ તેમજ સંગઠન મંત્રી તરીકે પાર્થભાઈ કોટક,ઓમભાઈ પટેલ,રીતેશભાઈ પુજારાનો સમાવેશ કરાયો છે.જયારે,અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે મનીશભાઈ શાહની વરણી કરવામા આવેલ છે.ત્યારે,છેલ્લા ત્રીસ વર્ષથી પત્રકાત્વ ક્ષેત્રે સક્રીય એવા પીઢ પત્રકાર જીજ્ઞેશકુમાર રાવલને પ્રદેશના વાઈસ પ્રેસીડન્ટ સાથોસાથ સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના હવાલા સાથે પ્રભારીનો કાર્યભાર સોપવામા આવેલ છે,આ તકે તેઓ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના તમામ પત્રકાર મિત્રોને પત્રકારત્વ જગતના સંગઠન-ઉત્કર્ષ અર્થે એમ.ડી.આઇમા જોડાવા ખુલ્લા આહવાન સાથે તેમના મોબાઈલ નંબર ૯૬૦૧૧૩૭૮૯૦ પર સંપર્ક કરવા એક અખબારી યાદીમા જણાવેલ છે.....

શરદ એમ.રાવલ..હડિયાણા..

કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા ધ્રોલ ખાતે કૃષ્ણનગર સોસાયટીના પેવીંગ બ્લોક રોડનું ખાતમુહૂર્ત કરાયું

દરેક સીટી સ્માર્ટ સીટી બને તે માટે ગામોમાં જરૂરિયાત મુજબના કામોને સરકાર મંજુરી આપી રહી છે- શ્રીરાઘવજીભાઇ પટેલ

જામનગર તા.૨૩ એપ્રિલ, રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા ધ્રોલ ખાતે સ્વર્ણિમજ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ૨૦૨૦-૨૦૨૧ની ગ્રાન્ટમાંથી રૂ.૧૭.૭૭ લાખના ખર્ચે તૈયાર થનાર કૃષ્ણનગર સોસાયટી મેઇન રોડ ૫, ૬ અને ૭ના પેવીંગ બ્લોક રોડ તથા રૂ.૨૨.૫૦ લાખના ખર્ચે તૈયાર થનાર કૃષ્ણનગર સોસાયટી મેઇન રોડ ૮, ૯, ૧૦ અને ૧૧ના પેવીંગ બ્લોક રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ.


આ પ્રસંગે મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે,ધ્રોલ શહેરમાં રૂ.૨.૩૮ કરોડના ખર્ચે જ્યાં જ્યાં પાકા રસ્તા નથી તેવી તમામ સોસાયટીમાં પેવીંગ બ્લોક રોડના કામો મંજૂર થયા છે ત્યારે પેવીંગ બ્લોકના કામો, લાઇટના પ્રશ્નો, પીવાના પાણીના પ્રશ્નો અને આંતરિક સફાઇના પ્રશ્નો વગેરે કામો માટે રાજય સરકાર શકય તમામ પ્રયાસો કરી રહી છે. સરકાર દરેક સીટી સ્માર્ટ સીટી બને તે માટે ગામોમાં જરૂરિયાત મુજબના કામોને મંજુરી આપે છે.આ મંજૂર થયેલા કામો માટે જેટલી રકમ મળે તેનો ઉપયોગ કરી કામો સારી રીતે અને સમયસર પૂરા કરવામાં આવે તેવી અપીલ કરી હતી.આ તકે મંત્રીશ્રીએ ધ્રોલ નગરપાલીકાના કાર્યકરો અને નગરજનોને સૂચન આપતા કહ્યું હતું કે, આપણે જ્યારે કોરોનામાંથી મુકત થઇ રહ્યા છીએ ત્યારે શહેરમાં સાફ સફાઇ જળવાય રહે, વધુમાં વધુ વૃક્ષો વવાય તેવા કામો હાથ ધરવા જોઇએ.   


આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી લખધિરસિંહ જાડેજા, ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ શ્રી સમીરભાઇ શુકલ, ધ્રોલ શહેર ભાજપ મહામંત્રી શ્રી હિરેનભાઇ કોટેચા, તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઇ મુંગરા, પૂર્વ ચેરમેન શ્રી રસિકભાઇ ભંડેરી, ધ્રોલ નગરપાલિકા પ્રમુખ શ્રી જયશ્રીબેન, પૂર્વ પ્રમુખ શ્રી મગનભાઇ, કોર્પોરેટર શ્રી તુષારભાઇ સહિતના આગેવનો તથા સોસાયટીના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Friday, April 22, 2022

જોડિયા તાલુકાના રણજીતપર ગામે આજી નદીમાંથી થતી રેતી ચોરી અટકાવવા ગ્રામજનોની માંગ

નવયુક્ત જિલ્લા પોલીસ વડા જોડિયામાં થતી બેફામ રેતી ચોરી અટકાવશે?






જોડિયા તાલુકાના રણજીતપર ગામે આજી નદીમાં થી થતી રેતી ચોરી અટકાવવા રજૂઆત જોડિયા તાલુકાના રણજીત પર ની બાજુમાં આવેલ  આજી નદીમાં અજાણ્યા શખ્સો દ્વારા હિટાચી મશીન હુડકા મૂકી ખુલ્લે આમ રેતી ચોરી  કરે છે. ૬૦ ટન જેટલી રેતી ભરી  ગામમાં વચ્ચોવચ્ચ બેફામ રીતે નીકળતા હોય છે અને ગામને ખૂબ મોટું નુકસાન કરે છે. અને ત્યા ના લોકોને માનસિક ટોચર કરે છે. રેતી ચોરી કરનારા માથાભારે શખ્સો હોય બે ત્રણ વખત  લેખિત અને મૌખિક  રજૂઆત તંત્રની કરી હોવા છતાં પણ આજ દિવસ સુધી કોઈપણ જાતની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી નથી. બેફામ રેતીચોરી થતી હોવાથી આજુબાજુના ખેતરોમાં નુકસાન થાય છે તેમજ નદી ઊંડી  થતી જાય છે નદી ઊંડી થવાને કારણે પાણી ભરાય છે ત્યારે ક્ષારનું પ્રમાણ વધે છે અને આજુબાજુના કાંઠા વિસ્તારોમાં આવેલા ખેતરોમાં ચોમાસા દરમિયાન ધોવાણ થાય છે અહીંના ખેડૂતો ની આજીવિકાનું એક માત્ર સાધન ખેતી છે ત્યારે તેઓની આજીવિકા છીનવાઈ જાય તે માટે યોગ્ય કાર્યવાહી ગ્રામજનો દ્વારા  રજૂઆત કરવામાં આવી છે . વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં રોષની ફેલાયો 


Tuesday, April 19, 2022

જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે પધારતા મોરેશિયસના વડાપ્રધાન શ્રી પ્રવીન્દ જુગનાથ

 સોરઠની ઝાંખી કરાવતો ભવ્ય રોડ શો માણતા મોરેશિયસના વડાપ્રધાન ઠેરઠેર પુષ્પ વર્ષાથી કરાયું અભિવાદન

જામનગર ખાતે આજરોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગ્લોબલ સેન્ટર ફોર  ટ્રેડિશનલ મેડિસિન કેન્દ્રનો શિલાન્યાસ થશે ત્યારે આ પ્રસંગે મોરેશિયસના વડા






પ્રધાન પણ ખાસ જોડાવા જઈ રહ્યા છે. મોરેશિયસના વડાપ્રધાનશ્રી એરફોર્સ સ્ટેશન ખાતે પધારતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી તેમની સમક્ષ રજૂ કરવામાં આવી હતી. મોરેશિયસના વડાપ્રધાન શ્રી પ્રવીન્દ એરપોર્ટથી  બહાર નીકળતા તેમના અભિવાદન માટે ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાતીગળ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ યુવાઓ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવી આપણી સંસ્કૃતિના દર્શન તેમને કરાવ્યા હતા. પ્રધાનમંત્રીશ્રીનું ઠેર ઠેર પુષ્પવર્ષાથી સ્વાગત કરતા વિવિધ સ્ટોલ સાથે  દુહા-છંદ અને દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતા. આ તકે મોરેશિયસના વડાપ્રધાન સાથે આવેલ તેમનું ડેલિગેશન પણ આ અદકેરા સ્વાગતથી ભાવવિભોર બની ગયું હતું.


વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આગમન : મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ આવકાર્યા

 જામનગર WHO ના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કેન્દ્રના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જામનગર એરપોર્ટ સ્ટેશન ખાતે આવી પહોંચતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીશ્રી મોદી તેમજ અન્ય મહાનુભાવો સર્કિટ હાઉસ જવા માટે નીકળ્યા હતા ત્યારે એરફોર્સ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ પ્રધાનમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વના પ્રથમ પારંપરિક ચિકિત્સાના મેડિસિન સેન્ટરનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે ત્યારે આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા સમગ્ર જામનગરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.




એરફોર્સ સ્ટેશન ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના  સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રી સાથે કેન્દ્રીય આયુષ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, સાંસદ શ્રી પૂનમબેન માડમ, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, મુખ્ય સચિવ શ્રી શ્રીપંકજ કુમાર, કોમોડોર શ્રી ગૌતમ મારવાહ, એર કોમોડર શ્રી આનંદ સોંઢી, બ્રિગેડિયર શ્રી સિદ્ધાર્થ ચંદ્ર, જિલ્લા કલેક્ટર શ્રી ડો.સૌરભ પારધી,પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ વગેરે સહભાગી બન્યા હતા.


Saturday, April 16, 2022

જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષનો તાજ મનિષ કનખરાના શિરે

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન મેયર બીનાબેન કોઠારીની અધ્યક્ષતામાં જામનગર શિક્ષણસમિતિના ચેરમેન, વાઈસ ચેરમેનની ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ. આ તબ્બકે ચેરમેન તરીકે મનીષ કનખરા માટે રમેશભાઈ કંસારા એ દરખાસ્ત મુકેલ, અને નારણભાઇ મકવાણા દ્વારા આ દરખાસ્તને ટેકો આપવામાં આવેલ.






તથા વાઇસ ચેરમેન તરીકે પ્રજ્ઞાબા ચંદુભા સોઢા માટે પરષોત્તમભાઇ કકનાણી દ્વારા દરખાસ્ત મુકવામાં આવેલ, અને મનીષાબેન બાબરીયા દ્વારા દરખાસ્તને ટેકો આપવામાં આવેલ. 

ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો.વિમલભાઈ કગથરા, પૂર્વ કૃષિમંત્રી આર.સી.ફળદુ સાહેબ, પૂર્વ રાજ્યમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, સંસદ પૂનમબેન માડમ, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, ડે. મેયર તપન પરમાર, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઈ ગોશરાણી, સહીત શહેર સંગઠનના હોદેદારો, કોર્પોરેટરો, મોરચાના પદાધિકારીઓ, પૂર્વ પ્રમુખો, પૂર્વ મેયર, વોર્ડ સમિતિના હોદેદારો, પ્રતિનિધિઓ કાર્યકર્તાઓએ આ નિમણૂંકને આવકારી હતી.તેમ
ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની અખબારી યાદી માં જણાવવામાં આવ્યું છે.

        




આ તકે મનીષ કનખરા એ જણાવ્યું હતું કે આ મારા માટે પદ કે પ્રતિષ્ઠા નહીં પણ જવાબદારી છે. આવનારા દિવસોમાં શિક્ષણ સમિતિની સ્કૂલમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે તેમજ જામનગર શિક્ષણ સમિતિની સ્કૂલને મોડેલ સ્કૂલ તરીકે પ્રસ્થાપિત કરવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી તમામ સમર્થકો અને પત્રકાર મિત્રોનો આભાર માન્યો હતો.
.

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...