Friday, March 14, 2025

પવિત્ર યાત્રાધામ દ્વારકામાં હોળી ધૂળેટીના ફૂલડોલ ઉત્સવમાં લાખો શ્રદ્ધાળુઓ દ્વારકા આવ્યા છે ત્યારે એક મોબાઇલ ચોર ગેંગને ઝડપી પાડતી દ્વારકા પોલીસ.
હોળી ધૂળેટીના પર્વે દ્વારકામાં માનવ મહેરામણ ઉમટ્યો છે લાખો લોકો ઠાકોરજીના દર્શન કરવા માટે દેશ વિદેશથી દ્વારકા નગરી પધાર્યા છે ત્યારે અમુક લે ભાગુ તત્વો દ્વારા ગેર કાયદેસર ટોળકી રચીને તકનો લાભ લઇ ચોરીને અંજામ આપવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ગઈ કાલે દ્વારકા પોલીસને છુપી બાતમી મળી કે દ્વારકામાં એક ગેંગ સક્રિય થઈ છે જે અનેક મોબાઇલ તથા રોકડ રકમની લૂંટ કરી રહી છે આ દિશામાં દ્વારકા પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી ત્યારે સ્ત્રી પુરુષો અને બાળકો મળી કુલ 28 શખ્સોની પોલીસ દ્વારા ધારોક્ડ કરવામાં આવી છે જ્યારે 12 મોબાઇલ ફોન, 22 હજાર રૂપિયા રોકડા અને બે ઑટો રીક્ષા સહિતનું કુલ ૩૨૪,૦૦૦ નું મુદ્દા માલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી રહી.
ઝડપાયેલા આરોપીઓમાં જામ ખંભાળીયા, જામનગર, અને રાજકોટના રહેવાસી હોવાનું ખૂલ્યું છે.


Sunday, March 2, 2025

BSPમાં ઉથલપાથલ: માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને પાર્ટીના બધા પદો પરથી હટાવ્યા

બહુજન સમાજ પાર્ટી(BSP)માં હાલ મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. આજે રવિવારે બસપા સુપ્રીમો માયાવતી(BSP Chief Mayawati)એ એક મોટો નિર્ણય જાહેર કર્યો. તેમણે ભત્રીજા આકાશ આનંદ(Akash Anand)ને પાર્ટીના તમામ પદો પરથી દૂર કર્યા. આકાશના સસરા અશોક સિદ્ધાર્થને હટાવ્યા બાદ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

માયાવતીએ ભાઈ આનંદ કુમાર અને રામજી ગૌતમને મોટી જવાબદારી સોંપી છે. બંનેને રાષ્ટ્રીય સંયોજક બનાવવામાં આવ્યા છે. આ પ્રસંગે માયાવતીએ કહ્યું કે હવે જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી કોઈ ઉત્તરાધિકારી નહીં હોય. પક્ષ અને આંદોલનના હિતમાં સંબંધોનું કોઈ મહત્વ નથી.

મહત્વની બેઠક:

બસપા સુપ્રીમો માયાવતીએ આજે લખનઉમાં પાર્ટીની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ઘણા રાજ્યોના પાર્ટી વડાઓએ ભાગ લીધો હતો. પાર્ટીના પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને માયાવતીના ભાઈ આનંદ,પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રા હાજર હતા. રાજ્યસભાના સાંસદ રામજી ગૌતમ પણ પાર્ટીની બેઠકમાં હાજર છે પરંતુ આકાશ આનંદે આ બેઠકમાં હાજરી આપી ન હતી.



ઉત્તરાખંડના ચમોલી હિમપ્રપાત માં 46 કામદારોને બચાવાયા, આઠના મોત…

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માણા ગામ નજીક શુક્રવારે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) કેમ્પ પર એક વિશાળ હિમપ્રપાત થયો. આ અકસ્માતમાં કુલ 54 કામદારો બરફ નીચે દટાઈ ગયા હતા. જેમાંથી 46 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.પરંતુ 8 કામદારોના મોત થયા હતા. રવિવારે બચાવ ટીમે છેલ્લા ગુમ થયેલા મજૂરનો મૃતદેહ પણ શોધી કાઢ્યો. આ બચાવ ટીમ આધુનિક ટેકનોલોજી અને હવાઈ સહાયનો ઉપયોગ કરીને સતત શોધખોળમાં રોકાયેલી હતી.


માણા હિમપ્રપાતમાં કુલ 46 કામદારોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 8 કામદારોના મૃત્યુની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં હિમાચલ પ્રદેશના મોહિન્દર પાલ અને જીતેન્દ્ર સિંહ ઉત્તર પ્રદેશના મનજીત યાદવ અને ઉત્તરાખંડના આલોક યાદવનો સમાવેશ થાય છે. આ બચાવ કામગીરીના ત્રીજા દિવસે બચાવ એજન્સીઓએ છેલ્લા ગુમ થયેલા મજૂરનો મૃતદેહ શોધી કાઢ્યો હતો.

ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી અને ITRAના કર્મચારીઓની તરફેણમાં લેબરકોર્ટનો ચૂકાદો ભારતીય મજદૂર સંઘની સફળ રજૂઆત

ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટીની હેઠળ ચાલતી સંસ્થા મહર્ષિ પતંજલી ઈન્સ્ટીટયુટ ફોર યોગ એન્ડ નેચરોપથીના તાબા હેઠળ સફાઈકામદાર તરીકે ફરજ બજાવતા શંકર લખુભાઈ રાઠોડ તથા તેમના પત્ની વસંતબેન શંકરભાઈ રાઠોડને સંસ્થા દ્વારા લઘુતમ વેતન ધારા મુજબના પગાર કે લાભો આપતા ન હોવાથી શંકરભાઈએ ભારતીય મઝદૂર સંઘમાં જોડાઈને લઘુતમ વેતન ધારાની અમલવારી કરાવવા ફરિયાદ કરેલ. જેથી સંસ્થાએ ઉપરોકત બંને કર્મચારીઓને નોકરીમાંથી ગેરકાયદેસર રીતે છૂટા કરી દીધેલ. જેથી તેઓએ નોકરીમાં પુનઃસ્થાપિત કરવા કેઈસ કરેલ.

મજુર અદાલત જામનગર સમક્ષ ચાલતા આ પુનઃસ્થાપિત કરવાના કેઈસોમાં સંસ્થા દ્વારા આ કર્મચારીઓને ટેમ્પરરી તરીકે રાખેલ, તેઓ ગેરહાજર રહેતા હતા, વધારાની કામગીરીની જરૂરીયાત ન હોવાથી છૂટા કરેલા, હવે આ સંસ્થા અસ્તિત્વમાં ન હોવાની રજૂઆત કરેલ. જયારે કામદાર તરફે રજૂઆત કરવામાં આવેલ કે આ કામદારો પાસેથી કાયમી પ્રકારનું સફાઈનું કામ લેવામાં આવતું, દરેક વર્ષમાં ૨૪૦ દિવસો કરતા વધુ દિવસો ફરજ બજાવેલ, લઘુતમ વેતન ધારાના લાભોની ફરિયાદ કરતા સંસ્થાએ રાગદ્વેષ પૂર્વક છૂટા કરેલા છે, તેમજ છૂટા કરતી વખતે નિયમ મુજબની કોઈ કાર્યવાહી કરેલ નથી. ૨૦૨૦માં આ સંસ્થા કેન્દ્ર સરકાર હસ્તક ITRAમાં ભેળવી દેવામાં આવેલ છે. તેમજ અગાઉની સંસ્થાના તમામ કર્મચારીઓને તેમાં સમાવી લીધેલ છે. જેથી હાલની સંસ્થા આ કર્મચારીઓને પુનઃસ્થાપિત કરવા જવાબદાર થાય છે.

નામ. મજુર અદાલત, જામનગરે બંને પક્ષેની રજૂઆતો, પૂરાવાઓ, દલીલો સાંભળ્યા બાદ કામદાર તરફેની યુનિયનની રજૂઆત ગ્રાહય રાખેલ અને હાલના કેઈસમાં સંકળાયેલ બંને કર્મચારીઓને નોકરીમાં પુનઃસ્થાપિત કરવાનો હુકમ કરેલ.

આ કેઈસમાં કામદારો તરફે ભારતીય મઝદૂર સંઘના શ્રી અરવિંદભાઈ વ્યાસ તથા પંકજભાઈ રાયચુરાએ વિવિધ તબકકે રજૂઆત કરેલ.

આ ઐતિહાસિક ચૂકાદાથી કામદારોમાં આનંદનું મોજું ફરી વળેલ છે.



Saturday, March 1, 2025

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું જામનગર એરફોર્સ ખાતે આગમનઃમહાનુભાવો દ્વારા ભાવભર્યું સ્વાગત


વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનશ્રીના સ્વાગતમાં મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ તથા શ્રી મુળુભાઈ બેરા, સાંસદશ્રી પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, જામનગરના મેયરશ્રી વિનોદભાઇ ખીમસૂરિયા, ધારાસભ્યોસર્વશ્રી મેઘજીભાઈ ચાવડા, શ્રીમતી રિવાબા જાડેજા, શ્રી દિવ્યેશભાઇ અકબરી, ચીફ સેક્રેટરીશ્રી પંકજ જોશી, ડી.જી.પી.શ્રી વિકાસ સહાય, એરફોર્સના ગ્રુપ કેપ્ટનશ્રી સૌરભ પારિજાત,  કલેકટરશ્રી કેતન ઠક્કર, જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલુ, અગ્રણીઓશ્રી રમેશભાઇ મુંગરા અને ડૉ.વિમલભાઇ કગથરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી લાલ બંગલા સ્થિત સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. અને આવતી કાલે સવારે વનતારાની મુલાકાત લેશે. ત્યાંથી તેઓ સોમનાથ જવા રવાના થશે. 


કરોડો રૂપિયાના સોસાયટીના કોમન પ્લોટ ઉપર ગેરકાયદેસર દબાણ કરતા આરોપી ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા (પટેલ)ની ડીફોલ્ટ બેઈલની અરજી નામંજૂર કરતી નામ અદાલત.

આ કેસની હકીકત એવી છે કે, જામનગર ખાતે જગદીશભાઈ રામોલીયા ધ્વારા જામનગર સીટી એ ડીવી.પો.સ્ટે.માં એવી ફરીયાદ જાહેર કરવામાં આવેલ કે, જામનગરના રે.સ.નં. ૧૨૦૬ વાળી રહેણાંક હેતુ માટે બીનખેતી થયેલ પ્લોટ નં. ૪/૧ માં તેઓ રહેતા હતા અને ધર્મેશ રાણપરીયા પ્લોટ નં. ૨ અને ૩ માં વસવાટ કરતા હતા. તે દરમ્યાન મયુર ટાઉનશીપના કોમન પ્લોટમાં ફરતે પોતાના અંગત ઉપયોગમાં કમ્પાઉન્ડ વોલ કરી અંદર મકાન, શેડ, શૌચાલય, બાથરૂમ બનાવી નાખી અને કોમન પ્લોટ ફરતે વોલ તથા ગેઈટ નાખી સીસીટીવી કેમેરા લગાવી જગ્યામાં દબાણ કરવામાં આવતાં ફરીયાદીને હેરાન પરેશાન કરી ગેરકાયદેસર દબાણ કર્યા 
અંગેની ફરીયાદ કરવામાં આવેલ. જેમાં પોલીસ ધ્વારા આરોપી ધર્મેશ રાણપરીયાની તા. ૨૩-૧-૨૦૨૫ ના રોજ ધરપકડ કરવામાં આવેલ. ત્યારબાદ ફરીયાદ રદ કરાવવા આરોપી ધ્વારા નામ. ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન ફાઈલ કરવામાં આવેલ. જે પીટીશન નામ. ગુજરાત હાઈકોર્ટ ધ્વારા રદ કરવામાં આવતાં આરોપી ધ્વારા નામ. સુપ્રિમ કોર્ટમાં પીટીશન ફાઈલ કરેલ. જે પીટીશનમાં સુપ્રિમ કોર્ટ ધ્વારા નો કર્સીવ સ્ટેપ્સનો હુકમ તા. ૧૭-૩-૨૦૨૫ સુધીનો કરવામાં આવેલ. જે બાદ આરોપી ધ્વારા જામનગરની સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવેલ. જે નામ. કોર્ટ ધ્વારા રદ કરવામાં આવેલ. ત્યારબાદ આરોપી ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા ધ્વારા પોલીસે સમયમર્યાદામાં તેમના વિરૂધ્ધ ચાર્જશીટ કરેલ ના હોય જે બાબતે તેમને ડીફોલ્ટ બેઈલ મળવા જોઈએ, તે બાબતની ડીફોલ્ટ બેઈલ એપ્લીકેશન જામનગરની કોર્ટમાં દાખલ કરવામાં આવેલ. જે અરજીની સુનાવણી વખતે સરકાર તરફે એવી રજુઆત કરવામાં આવેલ કે, આરોપી ધ્વારા નામ. સુપ્રિમ કોર્ટમાં પીટીશન ફાઈલ કરી એફ.આઈ.આર. સંબંધે નો કર્સીવ સ્ટેપ્સનો હુકમ મેળવી નવો હુકમ સુપ્રિમ કોર્ટ ધ્વારા આપવામાં ન આવે ત્યાં સુધી થયાવત પરિસ્થિતિ રાખવાનો હુકમ કરેલ છે, તેમજ આરોપીના પત્ની મેઘનાબેન ધર્મેશભાઈ રાણપરીયાએ તા. ૧૭-૨-૨૦૨૫ ના તે બાબતની જાણ જામનગર સીટી એ ડીવી. પો.સ્ટે.ના પી.આઈ.શ્રી ને લેખિતમાં જણાવેલું હોય તથા સુપ્રિમ કોર્ટના હુકમનું પાલન કરવા સંબંધે પોલીસ ધ્વારા ચાર્જશીટ ફાઈલ કરવામાં આવેલ ન હોય જે બાબતની તર્કબધ્ધ દલીલો તથા નામ. સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ સરકાર પક્ષે રજુ કરવામાં આવતાં હાલના આરોપીની ડીફોલ્ટ બેઈલની અરજી એડી.એન્ડ ડીસ્ટ્રીકટ સેશન્સ જજ શ્રી વી.પી.અગ્રવાલ ધ્વારા નામંજુર કરવામાં આવેલ.

આ સમગ્ર કામમાં સરકાર પક્ષે મદદનીશ જીલ્લા સરકારી વકીલ શ્રી પિયુષ જે. પરમાર રોકાયા હતા.

Saturday, November 30, 2024

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા મહીલા અને બાળ વિભાગના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રીક્ટ હબ એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના જેન્ડર સ્પેશ્યાલિસ્ટ પુજા પરમાર દ્વારા વિવિધલક્ષી મહીલા કલ્યાણ કેન્દ્રના કર્મચારીઓ તેમજ વોર્ડ નંબર ૭ના  કોર્પોરેટરના સંકલન અને સહયોગ વડે ખોડીયાર કોલોની વિસ્તારમાં ગાયત્રી મંદિર ખાતે મહિલાઓ સાથે ઘરેલુ હિંસાના કાયદા અંતર્ગત DIR(Domestic Incident Report) નોંધાવવા અંગે જાગૃતતા બાબતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.  


આ કાર્યક્રમમાં Domestic Incident Report  અંગે જાગૃતતા લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, તેમજ પીડિત બહેનો કેવા સંજોગોમાં DIR ફાઈલ કરી શકે અને કોની મદદ મેળવી શકે તે વિષે માહિતી, પીડિત મહીલા ક્યાં ક્યાં ફરિયાદ કરી શકે,  ફરિયાદ કર્યા બાદ તેની કાર્યવાહી કઈ રીતે થાય છે તે સંબંધિત માહિતી આપવામાં આવી હતી.



કાર્યક્રમમાં કોર્પોરેટર પ્રભાબેન, જામનગર જિલ્લા અને ગ્રામ્યના કર્મચારીઓ, સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ , ગુંજન શાળાનાં આચાર્ય કિરણબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ૨૮,૫૪૦ કરોડ રૂપિયા બચાવી શકે: C-DEP અહેવાલ નવી દિલ્હી, ૨૬.૦૫.૨૦૨૬: C-DEP રિસર્ચ અને વાણિજ્ય મં...