Friday, May 27, 2022

જિલ્લાના વિવિધ ૪ સ્થળોએ ચેકડેમનું ખાતમુહૂર્ત કરતાં કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

રૂ.૩૯ લાખના ખર્ચે જાંબુડા, અલીયા, મોડપર અને ખોજા બેરાજા ગામે નિર્માણ પામશે નવીન ચેકડેમ આ ચેકડેમના નિર્માણ થકી રાજ્ય સરકારનું સીમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં સૂત્ર ચરિતાર્થ થશે : કૃષિમંત્રી શ્રી



જામનગર તા.૨૭, રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના જાંબુડા, અલીયા, મોડપર અને ખોજા બેરાજા ગામે ચેકડેમોનું ખાતમુહૂર્ત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા જામનગર જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી કાર્યો માટે રૂ.૩૫ કરોડની ગ્રાન્ટ મંજૂર કરાઇ છે. જેમાંથી ઉપરોક્ત ચાર ગામોમાં કુલ ૩૯ લાખના ખર્ચે આ ચેકડેમોના નિર્માણ કાર્યને મંજૂરી મળી છે. 



કૃષિમંત્રીશ્રીએ વિવિધ ચેકડેમોના ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું હતું કે સ્થાનિક તળાવો જ આપણી નર્મદા છે ત્યારે આગામી સમયમાં નિર્માણ પામનારા આ ચેકડેમોથી વરસાદી પાણીનો સંગ્રહ થશે અને વરસાદી પાણી દરિયામાં જતું અટકશે. જામનગરએ દરિયાકિનારાનો વિસ્તાર હોય અંહી તળમાં પાણીની અછત છે ત્યારે ચેકડેમના પરિણામે વરસાદી પાણીનો સંગ્રહ થતાં પાણીના તળ ઊંચા આવશે અને ખેડૂતોને પણ સિંચાઇના પાણીનો લાભ મળશે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ખેડૂત સમૃદ્ધ તો દેશ સમૃદ્ધની નેમને સાકાર કરવા કૃષિલક્ષી અનેક યોજનાઓ  સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે આ ચેકડેમના નિર્માણ થકી સિમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં સૂત્ર પણ સાર્થક થશે. વિવિધ ગામોમાં મંત્રીશ્રીનું ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. મંત્રીશ્રીએ આ તકે જામનગર જિલ્લા પંચાયતના અધિકારીઓ અને ઇજનેરોના ખેડૂતો પ્રત્યેના ઉત્સાહને અવકાર્યો હતો.   


ખાતમુહૂર્ત કરાયેલા આ ચેકડેમોમાં જાંબુડા ગામ તળાવ ખાતે બંધાનાર ચેકડેમ રૂ.૧૨ લાખ, અલિયા ખાતે મચ્છુ માતાજી ચેકડેમ રૂ.૧૨ લાખ, મોડપર ગામે સી.ડી. ચેકડેમ રૂ.૮ લાખ તેમજ ખોજા બેરાજા ગામે સી.ડી. ચેકડેમનું રૂ.૭ લાખના ખર્ચે આગામી સમયમાં નિર્માણ કાર્ય પૂર્ણ થશે.


 
આ પ્રસંગે જામનગર જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી ભરતભાઈ બોરસદીયા, સિંચાઇ સમિતિના ચેરમેન શ્રી વિનોદભાઇ, સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી ખાંટ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ભાવનાબેન ભેંસદડીયા, શ્રી નંદલાલભાઈ ભેંસદડીયા, શ્રી જેન્તીભાઈ, શ્રી રાજેન્દ્રભાઈ પંડયા, સરપંચ શ્રી શરદભાઈ ગઢવી, શ્રી હિરજીભાઈ યાદવ, શ્રી મહેન્દ્રસિંહ જાડેજા, શ્રી મુકેશભાઇ મૂંગરા, શ્રી મહેશભાઇ મકવાણા, શ્રી જયપાલસિંહ, શ્રી કેતનભાઈ સભાયા, તલાટી મંત્રી શ્રી હમીરભાઈ ચંદ્રવાડિયા, તલાટી મંત્રી શ્રી જિતેન્દ્રભાઇ પેથાણી સહીતના અધિકારીશ્રીઓ, આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા



Tuesday, May 24, 2022

જામનગરમાં આશાપુરા ગ્રુપ દ્વારા આયોજીત રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉત્સાહભર્યા વાતાવરણમાં સમાપ

ટુર્નામેન્ટના દિલધડક ફાઇનલમાં જામનગરની રોયલ ઇલેવન સામે રીબડાની રાજ શક્તિ ઇલેવન ચેમ્પિયન થઈ 

જામનગર શહેરમાં આશાપુરા ગ્રુપ દ્વારા ઓલ ઇન્ડિયા રાત્રિ પ્રકાશ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર શહેર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યોમાંથી ૭૮ થી વધુ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલ મેચ જામનગરની રોયલ ઇલેવન અને રીબડાની રાજ શક્તિ ઇલેવન વચ્ચે રમાયો હતો. જે દિલધડક મેચમાં રીબડાની રાજ શક્તિ ઇલેવન ચેમ્પિયન બની હતી.

 જામનગરના આશાપુરા ગ્રુપ તેમજ ભુપતભાઈ જેઠાભાઈ ફલીયા, અને મહેશભાઈ ભુપતભાઈ ફલીયા દ્વારા ગોકુલ નગર વિસ્તારમાં આવેલી કમલેશભાઈ ની વાડી માં આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો પ્રારંભ તારીખ ૪.૫.૨૦૨૨ના દિવસે થયો હતો. જેમાં ૭૮થી વધુ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલ મેચ માં ભારે રસાકસી પછી રિબડાની રાજ શક્તિ ઇલેવન ચેમ્પિયન બની હતી.

ફાઇનલ મેચ પછી ઇનામ વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૭૮- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ના સુપુત્ર જગદીશસિંહ જાડેજા, શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, ધારાસભ્યના પી.એ. પ્રવિણસિંહ જાડેજા, ફટાકડા એસોસિયેશનના પ્રમુખ અલ્કેશભાઇ મંગી (કોબ્રા) અને મુકેશભાઈ મંગી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ફાઇનલ મેચમાં ચેમ્પિયન બનેલી ટીમને આયોજક તરફથી ૧,૧૧,૧૧૧ નો રોકડ પુરસ્કાર તેમજ ટ્રોફી વગેરે એનાયત કરાયા હતા, જ્યારે રનર્સઅપ ટીમને પણ ટ્રોફી અને ૫૫,૫૫૫ ની રકમ નો રોકડ પુરસ્કાર અપાયો હતો.

ખેલ મહાકુંભ અંતર્ગત બહેનો માટેની સૌરાષ્ટ્ર ઝોન અંડર-૧૭ અને ઓપન ફૂટબોલ સ્પર્ધા પૂર્ણ

અંડર-૧૭ બહેનોમાં જામનગર ગ્રામ્ય તથા ઓપન વયજૂથ સ્પર્ધામાં ભાવનગર શહેર પ્રથમ ક્રમે વિજેતા 

જામનગર તા.૨૪ મે, ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી જામનગર સંચાલિત ખેલ મહાકુંભ-૨૦૨૨ની સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની અંડર-૧૭ અને ઓપન વયજૂથની બહેનો માટેની ફૂટબોલ સ્પર્ધાનો તા.૧૬/૦૫/૨૦૨૨ થી તા.૨૨/૦૫/૨૦૨૨ દરમ્યાન કનકેશ્વરી સ્પોર્ટ્સ એકેડમી,રણજીત સાગર ડેમ પાસે,નારાણપર,સમાણા રોડ,જામનગર ખાતે યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લા અને મહાનગરની ટિમના ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અંડર-૧૭ બહેનોમાં જામનગર ગ્રામ્ય પ્રથમ ક્રમે અને રાજકોટ શહેર દ્વિતીય ક્રમે વિજેતા થયા હતા. તેમજ ઓપન વયજૂથ બહેનોમાં પ્રથમ ક્રમે ભાવનગર શહેર અને દ્વિતીય ક્રમે રાજકોટ શહેર વિજેતા થયા હતા. પ્રથમ અને દ્વિતીય વિજેતા રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે. આ સ્પર્ધાની સમાપન પ્રસંગે  જામનગર જિલ્લા પોલીસ અધિકક્ષક શ્રી પ્રેમસુખ ડેલું, જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના પ્રાંત યુવા વિકાસ અધિકારી ભગીરથસિંહ જાડેજા, સ્પર્ધાના નોડલ અધિકારીશ્રી હેમાંગીની ગોર ઉપસ્થિત રહ્યા હતા. 

Monday, May 23, 2022

જી.ટી.યુ નીપરીક્ષા માં જામનગર(જાંબુડા પાટિયા)ની ક્રિષ્ના ઇન્સ્ટીટ્યુટ દ્વારા સમગ્ર ગુજરાત માં પ્રથમ નંબર સાથે શ્રેષ્ઠતમ પરિણામ મેળવેલ છે.

હાલમાં જ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ફેબ્રુઆરી-2022 માં લેવાયેલ ડિપ્લોમા ની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા ના પરિણામો જાહેર થયલે જેમાં જાંબુડા પાટિયા , જામનગર રાજકોટ હાય-વે જામનગર સ્થિત ક્રિષ્ના ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્જિનિરીંગ એન્ડ ટેકનોલોજી ના વિધાર્થીઓ દ્વારા ઝળહળતા પરિણામ સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવેલ છે. જેમાં જી.ટી.યુ. નુ ઓવરઓલ પરિણામ ૩૦.૦૩ % તથા રાજકોટ ઝોનનું પરિણામ ૩૩.૦૬% હતું. જયારે આ સાથે ક્રિષ્ના ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેક્નોલોજીનું ૫૭.૫૮ % પરિણામ સાથે ઇન્સ્ટીટ્યુટ વાયસ એસ.પી.આઈ વાયસ મુજબ સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી અસાધારણ સિધ્ધી મેળવી છે. જેમાં ક્રિષ્ના ઇન્સ્ટીટ્યુટનો વિધાર્થી પિંગળ અજય 9.42 એસપીઆઇ સાથે ઇલેક્ટ્રિકલ બ્રાંચમાંથી કોલેજ માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. તેમજ કણઝારીયા ધ્રુમીલ 9.34 એસપીઆઇ સાથે કેમિકલ બ્રાંચમાંથી કોલેજમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે

ક્રિષ્ના ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્જિનિરીંગ એન્ડ ટેકનોલોજી સામાજીક ટ્રસ્ટ સંચાલિત સંસ્થા છે જે વિધાર્થીઓને ૧૦ એકર ના રમણીય તેમજ શિસ્તબદ્ધ વાતાવરણ માં સમગ્ર વિસ્તાર માં સૌથી ઓછી ફી સાથે ગુણવતા સભર શિક્ષણ અને સંસ્કાર નું સીંચન કરે છે. તેમજ જરૂરિયાત મંદ વિધાર્થીઓ ને સહાય માટે પણ ટ્રસ્ટ ખુબ નામાંકિત છે.

વિધાર્થીઓએ મેળવેલી  સફળતા માટે ટ્રસ્ટી શ્રી જેરામભાઈ વાસજળીયા, શ્રી ઘોડાસરા સાહેબ, તથા શ્રી રમેશભાઈ રાણીપા તથા કેમ્પસ ડિરેક્ટર ગિરધારભાઈ પનારા દ્વારા આ તકે  પ્રિન્સિપાલ પિયુષભાઈ કાનાણી સહિત સ્ટાફગણ અને તમામ વિધાર્થીઓ ને શુભચ્છા આપી બિરદાવ્યા હતી...

શરદ એમ.રાવલ.હડિયાણા

જોડિયા ખાતે આવેલ મસાણીયા ચેકડેમ નું કામ હાલમાં જ મજૂર થયેલ છે.અને આ ચેકડેમ નું કામ ચાલુ થયું છે

આ કામની ગુજરાત રાજ્યના કુર્ષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે રૂબરૂ મુલાકાત લીધી હતી. આ ચેકડેમ જોડિયા ગામના ખેડૂતો માટે જિગદોરી સમાન છે.આ ચેકડેમ થી દરિયાનું ખારું પાણી આવતું અટકાવી શકાય છે. અને મીઠું પાણી દરિયામાં જતુ રોકી  શકાય છે.તેમાં જોડિયા. કુનડ. બાદનપર ગામના ખેડૂતો માટે મહત્વનો ચેકડેમ છે. જે ઘણા વર્ષોથી તૂટી ગયો હતો. આ કામ કુર્ષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા મજૂર કરવામાં આવેલ છે. અને તેનું કામ પણ શરૂ કરી દેવામાં આવેલ છે. આ મુલાકાત સમયે જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમસીભાઈ ચનીયારા .. કાર્યપાલક ઈજનેર ખાંટ..ડાગરભાઈ..                          જોડિયા મામલતદાર..હાજર રહ્યા હતા.


મસાણીયા ચેકડેમ ની મુલાકાત બાદ જોડિયા જિલ્લા પંચાયત ની સીટના આગેવાનો. કાર્યકરો સાથે શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે.ગીતા મંદિરની બાજુમાં મીટીંગ રાખવામાં આવી હતી. આ મીટીંગમાં શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ના પૂજારી એ રાઘવજીભાઈ પટેલ નું ફુલહાર  શાલ ઓઢાડી ને  સન્માન કરવામાં આવ્યું હતું.રાઘવજીભાઈ પટેલ દ્વારા જોડિયા ના વિવિધ કામો મજૂર કરાવેલ. તેની માહિતી આપેલ.તેમજ પડતર પ્રશનો અંગે નિરાકરણ ની ખાત્રી આપેલ.આ કામમાં જેઠાલાલ અઘેરા. ભરતભાઇ ઠાકર.હાર્દિક લિબાણી.રસિકભાઈ ભંડેરી.બાવલાભાઈ નોત્યાર.હેમતપરી ગોસ્વામી.વલ્લભભાઈ ગોઠી.અકબર પટેલ.મગાભાઈ ઝાપડા.સંદિપભાઈ ભટી.નરોત્તમ ભાઈ સોનગરા.મયુરભાઈ નદાસણા.ઇલ્યાસભાઈ સમેજા.જ્યંતીભાઈ ભીમાણી. દરેક ગામના સરપંચો. ભાજપ પક્ષના આગેવાનો કાર્યકરો અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.....

શરદ એમ રાવલ હડિયાણા

Friday, May 20, 2022

બ્રેઇનડેડ નિધીના પરિજનોએ અંગદાન કરીને ૫ જરૂરિયાતમંદના જીવનનો દીપ પ્રજવલ્લિત કર્યો વિધિ' એ ૨૦ વર્ષની 'નિધી' ના લેખ અલગ જ સ્યાહી થી લખ્યા

પિતા નિધીના લગ્ન માટે વારાણસીમાં છોકરો જોવા ગયા એ દરમિયાન જ નિધીને માથાના ભાગમાં ગંભીર ઇજા થતા તે બ્રેઇનડેડ થઇ.                                                      બ્રેઇનડેડ નિધીના હ્યદય, બંને કિડની, લીવર અને સ્વાદુપિંડનું અંગદાન કરાયું

                                                                                                                                                   જામનગરમાં રહેતા શ્રીવાસ્ત પરિવારના મોભી સોનુલાલ વારાણસી ગયા હતા. પ્રેમ ,વ્હાલ અને વાત્સલ્યની લાગણીઓ વચ્ચે ઉછરીને મોટી થયેલ નિધીના લગ્ન નક્કી કરવા. બાળપણથી પ્રેમ અને સ્નેહ વચ્ચે ઉછરેલી નિધી હવે અન્યોના પ્રેમ અને લાગણીઓ સાથે જોડાવવા જઇ રહી હતી.જામનગરથી વારાણસી જતી વખતે મુસાફરી દરમિયાન નિધીના સમગ્ર પરિવારે મનોમન લગ્નની સંપૂર્ણ તૈયારીઓ પણ કરી લીધી હશે. સગાઇ થી લઇ કપડાની ખરીદી, ઠાઠ-માઠ થી લગ્ન કરવાની તડામાર તૈયારીનું મોજુ મનમાં ફરી ગયું હશે..આ તમામ વચ્ચે એકાએક કિસ્મતનું વંટોળ આવ્યું અને સોનુલાલને પિતા કહેનારી દિકરી તેમનાથી વિખૂટી પડી ગઇ.

જામનગરમાં વસતા અને મૂળ વારાણસીના શ્રીવાસ્તવ પરિવારની નિધીને માથાના ભાગમાં ઇજા થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સારવાર દરમિયાન ક્ષણ માટે પણ એમ નહોતું લાગ્યું કે નિધી જીવન ટૂંકાવી દેશે. પરંતુ વિધાતાએ નિધીના લેખ કંઇક અલગ જ સ્યાહી થી લખ્યા હશે. ૪ દિવસની સધન સારવારના અંતે નિધીને  બ્રેઇનડેડ જાહેર કરવામાં આવી.                                                                             બ્રેઇનડેડ થયા બાદ નિધીના પિતાએ પોતાની દિકરીને અન્યોમાં જીવંત રાખવા અંગદાનનો નિર્ણય કર્યો. નિધી, શ્રીવાસ્ત પરિવારથી જૂદી તો થઇ ગઇ પરંતુ તેની લાગણીઓ અને પરોપકારવૃતિ દ્વારા તે અન્યોના પરિવારનો અભિન્ન અંગ બની ગઇ. 

અંગદાનમાં મળેલ નિધીનું કોમળ અને ઋજુ સ્વભાવ ધરાવતું હ્યદય, તેની બંને કિડની, લીવર અને સ્વાદુપિંડનું દાન મળ્યું. જે અન્ય જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.  

નિધી તો શ્રીવાસ્ત પરિવાર થી છૂટી પડી પરંતુ અન્ય ૫ વ્યક્તિઓ અને પરિવાર થકી અંદાજીત ૨૫ ને નવજીવન આપી ગઇ. કેમકે અંગદાનમાં મળેલા અંગોથી એક વ્યક્તિનું જીવન સુધર્યુ અને આખાય પરિવારના સંધર્ષનો કદાચિત અંત આવ્યો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ આ ભાવૂક ક્ષણે ભાવસભર સ્વરે કહે છે કે, નિધી જેવા કેટલાય નવયુવાનો કે જેમણે પોતાની પ્રતિભાથી રાષ્ટ્રનિર્માણમાં સહભાગી થવાનું હતુ તેઓ વિધીના લેખ આગળ ઘૂંટળીયા ટેકી ગયા. પરમાત્માં સામે તો કોઇનુંય ચાલતુ નથી. પરંતુ હા પરમાત્માની મરજી બાદ પરિવારજનોનો આત્મા જ્યારે અંગદાનની મંજૂરી આપે છે ત્યારે તે કદાચ પરમાત્મા સાથે પોતાના સ્વજનનું મિલન કરાવે છે. 

નિધીના અંગ દાનથી સિવિલ હોસ્પિટલમાં ૧૦૦ કિડનીના દાન પૂર્ણ થયા છે. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં ૬૨ અંગદાતાઓના અંગદાન થી મળેલા કુલ ૧૯૫ અંગોથી ૧૭૩ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.

થોડા દિવસ અગાઉ અંગદાન વિષે લખતી વખતે અંગદાનની પ્રક્રિયા સાથે સંકળાયેલા એક સ્વાસ્થય કર્મીને અંગદાનની પ્રક્રિયા દરમિયાનની સંવેદનશીલ ક્ષણ વિશે પૂછતા પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું કે, જ્યારે આઇ.સી.યુ.માં કોઇ યુવાન દર્દીનું મૃત્યું કે તે બ્રેઇનડેડ થાય છે તે અમારા માટે વધું લાગણીસભર ક્ષણ હોય છે. જીવનના ગણતરીના વર્ષો વિતાવ્યા હોય, જીંદગીને જીવતા હજૂ તો શિખ્યા હોય અને ત્યાં જીંદગી મૃત્યુ સમીપે પહોંચી જાય તેનાથી દુ:ખદ વળી શું હોઇ શકે ?    


  
લખ્યા જે લેખ વિદ્યાતાએ તારા, તે વિધાતા જાણે,                એ જાણવા કાજે, તુ ફિકર બહુ કરે છે શાને,                  આવતા આ જગમાં લાવ્યો છે જેવું તું તારી સાથે,            છોડતા આ જગ લઇ જશે તેવું તું તારી સાથે


Thursday, May 19, 2022

જામનગરના પંચેશ્વર ટાવર- ટાઉનહોલ સહિતના વિસ્તારોમાં આજે વીજ કાપ લદાયો

આવતીકાલે નાઘેડીના ૧૩૨ કે.વી. ફીડરમાંથી નીકળતા ૮ જેટલા ફીડરમાં બપોર સુધી રહેશે વીજકાપ


જામનગર તા ૧૯, જામનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહથી વીજતંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરી ને લઇને જુદા જુદા વિસ્તારોમાં વીજકાપ લાદવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે આજે ગુરુવારે બેડીગેઇટ, પંચેશ્વર ટાવર સહિતના વિસ્તારોમાં વીજકાપ લાદવામાં આવ્યો છે, જ્યારે આવતીકાલે શુક્રવારે ૧૩૨ કે.વી. નાઘેડી સબ સ્ટેશનમાંથી નીકળતા જુદા જુદા આઠ જેટલા વિસ્તારોમાં વીજકાપ લાદવામાં આવ્યો છે. જેથી જામનગર શહેરના ૩૦ ટકા એરિયામાં આવતીકાલે સવારે સાત વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી વીજકાપ રહેશે.

 જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં જેટકો કંપની દ્વારા પ્રિમોન્સુન કામગીરી ના ભાગરૂપે એક સપ્તાહથી જુદા જુદા વિસ્તારોમાં વીજકાપ લાદવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે આજે જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તાર, બેડી ગેટ, જયશ્રી ટોકીઝ વાળો વિસ્તાર, નવાનગર સ્કૂલ આસપાસ નો એરિયા, ઉપરાંત ટાઉનહોલ, ખાદી ભંડાર, પંજાબ બેંક, દયારામ લાઇબ્રેરી, સજુબા સ્કૂલ, કડીયાવાડ, રણજીત રોડ વગેરે વિસ્તારોમાં સવારે ૭.૦૦ વાગ્યાથી લઈને બપોરે ૨.૦૦ વાગ્યા સુધી પ્રિમોન્સુન કામગીરી ને લઇને વીજકાપ રહેશે.

 આ ઉપરાંત શુક્રવાર તારીખ ૨૦.૫.૨૦૨૨ ના દિવસે જેટકો કંપની દ્વારા નાઘેડીના ૧૩૨ કે.વી. સબ સ્ટેશન માંથી નીકળતા તમામ ઇલેવન કેવીના ફિડરોમાં વીજ પુરવઠો પુરો પાડવામાં આવતો હોય તેવા વિસ્તારોમાં પણ સવારે સાત વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી શટડાઉન રાખવામાં આવ્યું છે, અને વીજકાપ રહેશે.

 જેમાં બાલાજી પાર્ક ફીડર, સમર્પણ ફીડર, વુલન મિલ ફીડર, પાવર હાઉસ ફીડર, મેહુલ ફીડર, નીલકમલ ફીડર, મયુર પાર્ક ફીડર, તેમજ યાદવ નગર ફીડર ના વિસ્તારોનો સમાવેશ થાય છે. જામનગર શહેરના ૩૦ ટકા જેટલા વિસ્તારોમાં શુક્રવારે વીજકાપ રહેશે.

એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ૨૮,૫૪૦ કરોડ રૂપિયા બચાવી શકે: C-DEP અહેવાલ નવી દિલ્હી, ૨૬.૦૫.૨૦૨૬: C-DEP રિસર્ચ અને વાણિજ્ય મં...