Tuesday, September 5, 2023

જામનગરની શ્રી એસ.વી.એમ. સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો









જામનગર જિલ્લાકક્ષાના બે અને તાલુકાકક્ષાના ત્રણ શિક્ષકોને રૂપિયા 15,000 ની રકમનો ચેક અને પુરસ્કાર આપી સન્માનિત કરાયા







જ્ઞાન સેતુ અને સેવા સાધનાના છ વિદ્યાર્થીઓને સન્માન પત્રકો એનાયત કરાયા વિદ્યાર્થીઓની સફળતા બદલ સૌથી વધુ ખુશ તેના શિક્ષકો થાય છે : મેયર શ્રીમતી બીનાબેન કોઠારી









આપણા દેશમાં દર વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. જામનગર જિલ્લામાં શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જામનગરના સંયુક્ત ઉપક્રમે જામનગર જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ-2023 શ્રી એસ.વીએમ.સ્કૂલ લીમડા લાઈન ખાતે યોજવામાં આવ્યો હતો.









આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારીએ શિક્ષક દિનની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, આપણા જીવનમાં શિક્ષકનું ખૂબ જ મહત્વ રહેલું છે. શિક્ષકો ન માત્ર વિદ્યાર્થીઓને પરંતુ સમગ્ર સમાજને ઉપયોગી થાય છે. વિદ્યાર્થીઓને સફળ બનાવવા પાછળ એક શ્રેષ્ઠ શિક્ષક દિવસ રાત પરસેવો રેલી બાળકોને જ્ઞાન આપી જીવન સુધારે છે. જ્યારે બાળક સફળતા મેળવે ત્યારે સૌથી વધુ ખુશ તેના શિક્ષકો થાય છે. શિક્ષક વિનાના સમાજની કદાચ કલ્પના જ ન કરી શકાય. સમુદ્રના ઊંડાણમાં ઉતરવાથી કદાચ ડૂબી જવાય છે પરંતુ શિક્ષકના ઊંડાણમાં ઉતરવાથી જીવન તરી જાય છે. આજે રોજ રાજ્ય કક્ષાનો એવોર્ડ મેળવનાર શિક્ષકો પૈકી જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના શિક્ષક મમતાબેન જોશીનો પણ તેમાં સમાવેશ થાય છે. જે આપણા સૌ માટે ગર્વની બાબત કહેવાય. જામનગર જિલ્લા અને તાલુકાના જે શિક્ષકોએ શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ મેળવ્યો છે તે અન્ય શિક્ષકો માટે પ્રેરણારૂપ છે. 









આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા કક્ષાના બે શિક્ષકો જેમાં કાલાવડ તાલુકાની શ્રી બી.બી. એન્ડ પી.બી. હિરપરા કન્યા વિદ્યાલયના માધ્યમિક આચાર્ય અમીપરા પાર્વતીબેન નાનજીભાઈ તથા જામનગર તાલુકાની શ્રી કાંકરીયા પ્રાથમિક શાળાના પ્રાથમિક શિક્ષક કટેશીયા ભગવાનજીભાઈ દેવજીભાઈનું તેમજ તાલુકા કક્ષાના ત્રણ શ્રેષ્ઠ શિક્ષકો જેમાં જામજોધપુર તાલુકા શાળાના મોકરીયા યોગેશકુમાર ભાણજીભાઈ, જામનગર તાલુકાની શ્રી નાની ખાવડી પ્રાથમિક શાળાના શિક્ષક કરંગીયા ધર્મેશકુમાર મેરૂભાઈ તથા શ્રી કંસૂમરા કન્યા શાળાના શિક્ષક ભેંસદળીયા સીમાબેન પોપટલાલને સન્માનિત કરી પ્રત્યેકને ₹15,000 ની રકમનો ચેક તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ત્યારબાદ જ્ઞાનસેતુ અને જ્ઞાન સાધનાના છ વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. સર્વે મહેમાનશ્રીઓને આવકારવા માટે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કૃતિ રજૂ કરવામાં આવી હતી. ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું પોષણ માસ અંતર્ગત કઠોળની કીટ આપીને અનેરૂ સન્માન કરવામાં આવ્યું હતું.








આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, કલેક્ટર  બી.એ શાહ, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગુભા જાડેજા, નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ  ચંદ્રકાંતભાઈ ખાખરીયા, શાસન અધિકારી  ફાલ્ગુનીબેન પટેલ,  મહેશભાઈ મુંગરા,કનુભાઈ મકવાણા,  આદર્શભાઈ મહેતા તેમજ શારદા મંદિર શાળાના પ્રિન્સિપલ, આમંત્રિત મહાનુભાવો, પદાધિકારીશ્રીઓ, શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી મધુબેન ભટ્ટે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પી.એન.પાલાભાઈએ આભાર વિધિ વ્યક્ત કરી હતી.



Monday, September 4, 2023

જામનગર મનપાની ફૂડ વિભાગની ટીમે શહેરમાં અલગ અલગ  સ્થળો પરથી તેલ ની ગુણવત્તા જળવાઈ રહે તેનું ચેકિંગ ની કામગીરી હાથ કરી ને તેલ નો નાશ કરાવેલ

જામનગર મહાનગરપાલિકા ના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શ્રાવણ માસ ના તહેવાર ને અનુલક્ષીને ને ફૂડ શાખા ની ટીમ દ્વારા ખાસ કરી ફરસાણ,નમકીન વિક્રેતાઓને ત્યાં તેલ ની ગુણવત્તા જળવાઈ રહે તે અનુસંધાને TPC ચેકિંગ ની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં



ક્રમ પેઢી નામ:- વિસ્તાર TPC ચેકિંગ 
શ્રી લક્ષ્મી ફરસાણ માર્ટ  જનતા ફાટક  ૧૩.૫ PPM 
શ્રી ગણેશ સ્વીટ & નમકીન  " ૧૫.૫ PPM
૩. યશ સ્વીટ  હરિયા સ્કુલ સામે  -
૪. શિવાલય ડેરી/સ્વીટ  " ૧૪ PPM
અક્ષર સ્વીટ & ફરસાણ  " ૧૫ PPM
શ્રી રામ સ્વીટ & નમકીન  જકાતનાકા  ૧૨.૪ PPM
૭  કાઠિયાવાડી અન્નપુર્ણા હોટલ  " -
વિશ્વા ફરસાણ  ગોકુલનગર  ૧૪.૫ PPM 
૯  દેવરાજ નમકીન  " ૧૪.૫ PPM
૧૦  ખોડીયાર સ્વીટ & માર્ટ /ફાસ્ટફૂડ  " -
૧૧  ન્યુ ખોડીયાર સ્વીટ & ફરસાણ  " -
૧૨  શ્રી ખેતેશ્વર  સ્વીટ & નમકીન   " ૨૫ PPM (૮ કિલો નાશ કરાવેલ)
૧૩  વાહેગુરુ સ્વીટ & નમકીન  બેડી ગેઈટ  ૧૩ PPM
૧૪  કિરીટ ફરસાણ  રણજીત રોડ  ૧૭.૫ PPM 
૧૫  કંદોઈ નાથાલાલ વિક્ર્મશી  " -
૧૬  હરી ઓમ ફરસાણ માર્ટ  " ૧૮ PPM 
૧૭  સોન હલવા  " -
૧૮  વિજય ફરસાણ  પંચેશ્વર ટાવર રોડ  ૧૫ PPM 
૧૯  સંતોષી ફરાળી સેન્ટર  બાલા હનુમાન મંદિર પાસે  ૫ કિલો તેલ નાશ કરાવેલ 
તેમજ અલગ-અલગ વિસ્તાર મા આવેલ ફાસ્ટફૂડ,હોટલ-રેસ્ટોરન્ટ માં એફ.એસ.ઓ. એ રૂબરૂ ઇન્સપેક્સન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી,હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવી,ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા,એપ્રોન કેપ-ગ્લોવ્ઝ પહેરવા  ,વાસી ખોરાક ન રાખવો,તેમજ ફ્રીઝ ની હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા,રસોડા ની યોગ્ય સફાઈ કરવી,એક ને એક તેલ વારંવાર ન વાપરવા વગેરે બાબત અંગે તાકીદ કરવામાં આવ્યા. જેમાં નીચે મુજબ ની પેઢી ની મુલાકાત લિધેલ.



ક્રમ પેઢી નામ:- વિસ્તાર નાશ કરાવેલ જથ્થો  
આર્યા ફૂડ પેલેસ  રણજીતસાગર રોડ  ૨ કિલો નૂડલ્સ ,૨ કિલો બટેટા ,૧ કિલો દાળ ,૧ કિલો સબ્જી ,૨ કિલો મંચુરિયન,૧ ડ્રેગન પોટેટો ,૨ કિલો રાઇસ ,૧ કિલો આટો વાસી જણાતા સ્થળ પર નાશ કરાવેલ છે.
મિ. કુલ્હડ રેસ્ટોરન્ટ   " ૨ કિલો મંચુરિયન
૩. રસેશ્વર ફૂડ  " -
૪. ઢોસા કીંગ  " -
સરદાર ડાયનીંગ હોલ  મયુર ટાઉનશીપ  -
૬   સિધ્ધનાથ ફેન્સી  રણજીતસાગર રોડ ૪ કિલો નૂડલ્સ, ૧ ડ્રેગન પોટેટો ,૧ કિલો રાઇસ,૧ ગ્રેવી  વાસી જણાતા સ્થળ પર નાશ કરાવેલ છે.
૭  હર હર સ્નેક્સ & રેસ્ટોરન્ટ ગોકુલ નગર ૫  કિલો નૂડલ્સ ,૧.૫ કિલો બોઈલ બટેટા ,તેમજ પીઝ્ઝા બ્રેડ ,ગાર્લિક બ્રેડ ના ૫ નંગ  વાસી જણાતા સ્થળ પર નાશ કરાવેલ છે.
તેમજ જામનગર મહાનગરપાલિકા આયોજીત જામનગર શહેર ના પ્રદર્શન ગ્રાઉન્ડ મા શરૂ થયેલ મેળા મા  જામનગર મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ દ્વારા વહેલી સવારે ચેકિંગ કામગીરી દરમિયાન,
૧).ક્રીશ્નરાજ રેસ્ટોરન્ટ - ૪ કિલો વડા અને ૨ કિલો બોઈલ બટેટા વાસી જણાતા સ્થળ પર નાશ કરાવેલ છે.
૨).મનમોજી પાઉંભાજી  - ૮૪ નંગ બ્રેડ વાસી જણાતા સ્થળ પર નાશ કરાવેલ છે.
૩).વજુભાઈ પાઉંભાજી  - ૩૬ નંગ બ્રેડ વાસી જણાતા સ્થળ પર નાશ કરાવેલ છે.
૪).ગુજરાત કચ્છી સ્નેક દાબેલી - ૩૬ નંગ બ્રેડ અને ૭ કિલો દાબેલી મસાલો વાસી જણાતા સ્થળ પર નાશ કરાવેલ છે.


જામનગર મહાનગરપાલિકા ના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શહેર ના અલગ અલગ 
રોડ વિસ્તાર માં ઇન્સ્પેક્સન દરમિયાન લાયસન્સ ન ધરાવતી પેઢીઓને FSSAI-
2006   અનુસાર ફૂડ લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવવા નોટીશ પાઠવી તે અંગે તાકીદ 
કરવામાં આવ્યા.જેમા, 
ક્રમ પેઢી નામ:- વિસ્તાર
કમલેશભાઈ માંવાવાળા  ટાઉન હોલ 
બાબુભાઈ ઘુઘરવારા  પંચેસ્વર ટાવર 
મનોજભાઈ ફરાળી કચોરી  "
મિ. કુલ્હડ રેસ્ટોરન્ટ   રણજીતસાગર રોડ 
શ્રી ક્રિષ્ના જનરલ  મયુર ટાઉનશીપ 
૬  પ્રભુકુલ પાર્લર  "
રાજ ખોડલ ટોબેકો  "
શિવ શક્તિ ડેરી  "
આર્યા ફરસાણ  "
૧૦ શ્રી ક્રિષ્ના પ્રોવીઝન સ્ટોર  રણજીતસાગર રોડ 
૧૧ ભાગ્યશ્રી બેકરી  "
૧૨  શ્રી સરદાર પટેલ કન્જયુમર સ્ટોર  મયુર ટાઉનશીપ 
૧૩  ગોવિંદ વિઠલભાઈ વાટલીયા  "




Friday, September 1, 2023

જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ બ્રીજ નીચે બે દિવસ પહેલા મોબાઇલ ફોન અને સોનાની ચેઇનની ચીલ ઝડપ કરનાર આરોપીઓને ચોરીમા ગયેલ મુદામાલ સાથે પકડી પાડતો  સીટી સી ડીવીઝન સર્વેલન્સ સ્કોડ



જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ નાઓએ અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય તે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી જયવિરસિંહ ઝાલા સાહેબના ના માર્ગદર્શન હેઠળ, સીટી સી ડીવીઝન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. એ.આર.ચૌઘરી સાહેબ માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ. વી.એ.પરમાર તથા પોલીસ સ્ટાફના માણસો સાથે જામનગર સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.ન.-૧૧૨૦૨૦૦૨૨૩૧૭૬૦ આઇ.પી.સી કલમ ૩૭૯A(૩),૧૧૪ મુજબનો બનાવ દિજામ સર્કલ જુના બ્રીજ નીચે ઉપરોકત ગુન્હાના કામેના ફરીયાદી ત્યા મો.સા ઉપર બેસી અને ફોન ઉપર વાત કરતા હોય ત્યારે બે ઇસમોએ તેઓનો મોબાઇલ ફોન તેમજ સોનાની ચેઇન તેઓની નજર ચુકવી ઝુટવી લઇ ચીલ ઝડપ કરી નાશી જતા ઉપરોકત બનાવ બનેલ હોય જે ગુન્હો અનડીટેકટ હોય જે શોધી કાઢવા માટે સર્વેલન્સ સ્કોડના માણસો સ્થાનીક સી.સી.ટી.વી કેમેરા ચેક કરી આરોપીઓની તપાસમાં પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ.યશપાલસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ, જાવેદભાઇ કાસમભાઇ વજગોળ તથા પો કોન્સ હોમદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા ને ખાનગી રાહે બાતમીદાર મારફતે હકીકત મળેલ કે ઉપરોકત ગુન્હાના કામે ચીલ ઝડપ કરના બન્ને ઇસમો હનુમાન ટેકરીથી સાતનાલા તરફ આવતા હોય અને ચીલઝડપ કરેલ માલ સગેવગે કરવાની ફીરાકમાં છે તેવી હકીકત આધારે વોચમાં રહી મજકુર આરોપીઓને ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી પાડી ઉપરોક્ત અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરેલ છે.

પકડાયેલ આરોપી--(૧) પ્રકાશભાઇ શ્યામભાઇ કોળી રહે.ખેતીવાડી ફાટક નવા ઓવર બ્રીજ નીચે માલધારી હોટલ થી આગળ જામનગર(૨) રાહુલ જીવણભાઇ ડાભી રહે.ખોડીયાર કોલોની ખુલ્લી ફાટક પાસે, દશામાના મંદિર બાજુમાં જામનગર કબ્જે કરેલ મુદામાલઃ-

(૧) પીળા કલરના ઘાતુના ચેનના બે કટકા જેનુ વજન આશરે ૧૪ ગ્રામ ૯૦ મીલી ગ્રામ જેની કિ.રૂ.૮૦,૦૦૦/- (૨) એક ઓપો કંપનીનો મોબાઇલ ફોન જેની કિ.રૂ.૧૦,૦૦૦/-આ સમગ્ર કામગીરી કરનાર અધિકારીશ્રીઓ

(૧)પોલીસ ઇન્સપેટકર એ.આર.ચૌધરી

(૨) પો.સબ.ઇન્સ. વી.એ.પરમાર 

(૩) H યશપાલસિંહ એ. જાડેજા

(૪) HC જાવેદભાઇ કાસમભાઇ વાગોળ 

(૫) HC નારણભાઇ બાબુભાઇ સદાદીયા

(૬) H પ્રદીપસિંહ ફતેસિંહ જાડેજા 

(૭)HC મહેન્દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમા 

(૮) PC યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા

(૯) : ખીમશીભાઇ ગોવીંદભાઇ ડાંગર, 

(૧૦) PC ોમદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા

જામનગરમાં શ્રી એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા ગણપતિ મંડળના સંચાલકો – કાર્યકરો સાથે ઈકોફેન્ડલી ગણપતિની મૂર્તિ સ્થાપના અંગે બેઠક યોજાઈ માનવ જીંદગી અને પર્યાવરણ બચાવવા ઈકોફ્રેન્ડલી મૂર્તિ જરૂરી,



ટ્રસ્ટ દ્વારા છેલ્લા છ વર્ષથી સધન પ્રયાસથી ૯૦% મંડળો ઈકોફેન્ડલી ગણપતિ મૂર્તિનું સ્થાપન કરતા થયા – જીતુભાઈ લાલ


જામનગર તા.ઘેર : જામનગર શહેરમાં ધાર્મિક તેમજ અન્ય રોવાકિય કાર્યો સાથે જોડાયેલી સંસ્થાઓ શ્રી હરદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા આગામી દિવસોમાં ઉજવવામાં આવનારા ગણપતિ મહોત્સવ દરમ્યાન જામનગર શહેરના ગણપતિ મંડળો પર્યાવરણ પ્રત્યે જાગૃતી લાવવા માટે ભાગીદાર બને અને પી.ઓ.પી.ની મૂર્તિના બદલે ઇકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિની સ્થાપના કરે તે હેતુ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક બેઠક યોજવામાં આવી હતી.જેમાં જામનગર શહેરના ગાપતિ મંડળના સંચાલકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં.


શ્રી એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના નેજા હેઠળ ગુરૂવાર તા. ૩૧-૦૮-૨૦૨૩ ને સાથે ૭-૦૦ કલાકે લોહાણા મહાજનવાડી જામનગર ખાતે જામનગર શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં ગણપતિ મહોત્સવની ઉજવણી સાથે જોડાયેલા ગણપતિ મંડળના સંચાલકોની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં સંસ્થાના ટ્રસ્ટી જીતુભાઈ લાલ દ્વારા માનવ જીંદગી અને પર્યાવરણને બચાવવા ઈકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિની સ્થાપના માટે છેલ્લા છ વર્ષથી સધન પ્રયાસ દ્વારા શહેરમાં ૯૦% ગણપતિ મંડળો ઈકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિની સ્થાપના કરે છે જૈની હર્ષની લાગણી અનુભવી હતી.


આ મિટીંગમાં જામનગર શહેરમાં ઈકોફ્રેન્ડલી ગણપિતીની મૂર્તિ બનાવનાર મૂર્તિકારો દ્વારા માત્ર અને માત્ર માટી માંથી બનાવેલી નાની-મોટી સુંદર અને કલાત્મક ગળપતિની મૂર્તિઓનું સ્થળ પર જ નિર્દેશન કરવામાં આવ્યું હતું. તેમજ સંસ્થા ટ્રસ્ટી નુભાઈ લાલે પર્યાવરણ જાળવણીના ભાગરૂપે અને માનવ જીંદગીનું જોખમ ન બને તે માટે આ મહોત્સવમાં ઈકોફ્રેન્ડલી ગણપતિ મૂર્તિનું સ્થાપન કરી વિર્સજન જામનગર મહાનગરપાલીકા દ્વારા બનાવવામાં આવતાં વિર્સજન કુંડમાં જ અથવા ધરે જ વિર્સજન કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી અને આ બેઠકમાં હાજર રહેનાર ગણપતિ મંડળના સંચાલકોનો આભાર પણ માનેલ હતો.આ મિટીંગનું સંચાલન ગીરીશભાઈ ગણાત્રાએ કરેલ હતું.

જામનગરમાં સરકારી ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓનો પદવીદાન સમારંભ યોજયો



79 વિધાર્થીઓને મોમેન્ટો અર્પણ કરાયા



જામનગર સ્થિત સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના શૈક્ષણિક વર્ષ 2018-2023 બેચના સ્નાતક વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ ગત તા.28 ઓગસ્ટના રોજ એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજના ઓડીટોરિયમ ખાતે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના ડીનશ્રી ડૉ.નયના પટેલના પ્રેરણાદાયી સંદેશ સાથે કરાઈ હતી. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ.ગિરિશ ભીમાણી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 



કાર્યક્ર્મમાંં, ઉપસ્થિત વિદ્યાર્થીઓએ તેમના અનુભવો અને યાદોના સંસ્મરણો વ્યક્ત કર્યા હતા. પદવીદાન કાર્યક્રમમાં મુખ્ય મહેમાનશ્રી તથા અન્ય મહાનુભાવો દ્વારા 79 જેટલા વિદ્યાર્થીઓને મોમેન્ટો તથા ખેસ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સમાપન શ્રી ડૉ. વિશા તમાકુવાલાએ કર્યું હતું. 


ઉક્ત સમારોહમાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કન્ટ્રોલર ઓફ એકઝામીનેશન શ્રી નિલેશ સોની, એમ.પી. શાહ મેડિકલ કોલેજના ડીન શ્રી ડૉ. નંદિની દેસાઈ, વાલીઓ, સ્ટાફગણ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 



સાંસદશ્રી પૂનમબેન માડમના હસ્તે સરકારી ડેન્ટલ કોલેજની હોસ્ટેલનો શિલાન્યાસ વિધિ કાર્યક્રમ યોજાયો



જામનગરમાં રૂ.29 કરોડના ખર્ચે બનશે નવી ડેન્ટલ હોસ્ટેલ 

જામનગરમાં આવેલી સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ વર્ષ 1991થી કાર્યરત છે. વર્ષોવર્ષ સંસ્થામાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યા વધતા હોસ્ટેલની ક્ષમતા વધારવાની જરૂરિયાત ઊભી થવાથી ડીનશ્રી ડૉ. નયના પટેલની રજૂઆતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા રૂ.29 કરોડના ખર્ચે નવી ડેન્ટલ હોસ્ટેલ બનાવવાની પરવાનગી અપાઈ હતી. જેના અનુસંધાને, ગત તા.24 ઓગસ્ટના રોજ સાંસદ શ્રી પૂનમબેન માડમના હસ્તે નવી ડેન્ટલ હોસ્ટેલની બિલ્ડીંગના શિલાન્યાસ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. 



ઉલ્લેખનીય છે કે, સંસ્થામાં હાલમાં 125 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છે. આ ઉપરાંત, દર વર્ષે અલગ- અલગ 6 વિભાગમાં નવા અનુસ્નાતક અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 19 જેટલા નવા અનુસ્નાતક વિદ્યાર્થીઓ સંસ્થામાં અભ્યાસ કરશે. જેથી, અનુસ્નાતક વિધાર્થીઓના અભ્યાસ તેમજ તેમના જ્ઞાનનો લાભ સૌરાષ્ટ્રના દૂરના વિસ્તારોમાંથી આવતા દર્દીઓને મળશે. આ નવી ડેન્ટલ હોસ્ટેલની બિલ્ડીંગમાં કુલ 8 માળ બનશે. જેમાં કુલ 165 રૂમોની ક્ષમતા સાથે 330 જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ શકશે. આ ઉપરાંત, હોસ્ટેલમાં ડાયનિંગ મેસ, રીડિંગ રૂમ, રીફ્રેશમેન્ટ રૂમ, વોર્ડન રૂમ, 2 લિફ્ટ અને જનરેટર સહિત સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રહેવા-જમવા સહિતની તમામ અધ્યતન સુવિધાઓ આપવામાં આવશે. 

ઉક્ત સમારોહમાં, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા, અગ્રણી શ્રી ડો. વિમલભાઈ કગથરા, એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ ડીનશ્રી ડો. નંદિની દેસાઈ, સરકારી ડેન્ટલ કોલેજના ડીનશ્રી ડૉ. નયના પટેલ, ડેન્ટલ કોલેજના નર્સિંગ સ્ટાફ, અન્ય સ્ટાફગણ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહયા હતા. 



શેઠવડાળા પો.સ્ટે વિસ્તારના મેલાણ ગામે ધાર વિસ્તાર પરથી અંગ્રેજી દારૂનો જથ્થો પકડી પાડતી શેઠવડાળા



જામનગર જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુ  ની સુચના તથા નાયબ પોલીસ અધીક્ષક જામનગર ગ્રામ્ય વિભાગના ડી.પી.વાઘેલાના માર્ગદર્શન મુજબ પો.સ્ટે. વીસ્તારમાં પ્રોહી/જુગારની પ્રવૃતી સદંતર બંધ કરાવવા માટે શેઠવડાળા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સપેકટર આર.એલ.ઓડેદરા તથા સ્ટાફના માણસો પો.સ્ટે. વીસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન સ્ટાફના પો.હેડ.કોન્સ. સહદેવસિંહ હઠુભા જાડેજા તથા પો.હેડ.કોન્સ ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ લાઠીયા નાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે કે મેલાણ ગામે ધાર ઉપર રહેતા કિશોરભાઇ અરજણભાઇ હુણ વાળો પોતાના રહેણાક મકાનમા ભારતીય બનાવટનો ઈગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખેલ હોવાની હકીકત મળતા તે હકીકતને આધારે સદરહુ જગ્યાએ રેઇડ કરતા મજકુર ઇસમ હાજર મળી આવેલ નહી. જેથી રહેણાકની ઝડતી તપાસ કરતા અલગ-અલગ બ્રાંડનો ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની કાચની શીલબંધ બોટલો નંગ – ૨૦ કીમત રૂ.૧૦,૦૦૦/- નો મુદામાલ મળી આવતા તપાસ અર્થે કબ્જે કરેલ છે તેમજ હાજર નહીં મળી આવેલ કિશોરભાઇ અરજણભાઇ હુણ રહે.મેલાણ ગામ ધાર વિસ્તાર તા.જામજોધપુર જી.જામનગર વીરુધ્ધ પ્રોહીબીશન ધારા હેઠળ ફરીયાદ દાખલ કરાવેલ છે.


હાજર નહી મળી આવેલ આરોપીઃ- કિશોરભાઇ અરજણભાઇ હુણ રહે.મેલાણ ગામ ધાર વિસ્તાર તા.જામજોધપુર જી.જામનગર


આ કામગીરી શેઠવડાળા પોસ્ટેના પોલીસ સબ ઇન્સપેક્ટર આર.એલ.ઓડેદરા તથા પો.હેડ.કોન્સ. સહદેવસિંહ હઠુભા જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ લાઠીયાનાઓ દ્વારા કરેલ છે. .

એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ૨૮,૫૪૦ કરોડ રૂપિયા બચાવી શકે: C-DEP અહેવાલ નવી દિલ્હી, ૨૬.૦૫.૨૦૨૬: C-DEP રિસર્ચ અને વાણિજ્ય મં...