Friday, May 6, 2022

રાત્રી કાર્યક્રમ દરમિયાન ચલણી નોટોનો વરસાદ એટલો થયો, કે ગણવા વાળા પણ થાકી ગયા

જામનગર ના પ્રદર્શન મેદાનમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નું આયોજન થયું છે, જેની સાથે સાથે પ્રતિદિન રાત્રિના ગુજરાત ભરમાંથી જુદા જુદા સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર, લોકગાયકો વગેરેને જામનગરના મહેમાન બનાવીને તેઓની કલાકૃતિ મંચ પરથી રજૂ કરાવી જામનગરની જનતાને વિશેષ લાભ આપવામાં આવી રહ્યો છે, અને સતત પાંચ દિવસ સુધી પ્રત્યેક કાર્યક્રમમાં કલાકારોની કલા થી પ્રભાવિત થઈને યજમાન પરિવાર અને તેમના કુટુંબીજનો ઉપરાંત બહારગામથી આવનારા મહેમાનો વગેરેએ ભારે નોટોનો વરસાદ કર્યો છે.




તેમાંય ખાસ કરીને ગઈકાલે રાત્રે કિર્તીદાનભાઈ ગઢવી કિંજલબેન દવે, અને નિશાબેન બારોટના કંઠે થી રજૂ થયેલા લોકસંગીત અને દાંડીયારાસ ના કાર્યક્રમમાં એવી તે જમાવટ હતી, કે જામનગર ઈતિહાસમાં સૌથી મોટો કહી શકાય તેવો કાર્યક્રમ રહ્યો હતો, અને મોટા પ્રમાણમાં ચલણી નોટોનો કલાકારો ઉપર વરસાદ કરવામાં આવ્યો હતો.



જામનગરના હકુભા જાડેજા ના પરિવાર તથા તેમના સગાસંબંધીઓ, ઉપરાંત પોરબંદરના ધારાસભ્ય કાંધલ જાડેજા, જામનગરના અગ્રણી બિલ્ડર એવા મેરામણભાઇ પરમાર, ઉપરાંત રાજ્યભરમાંથી આવેલા અન્ય ધારાસભ્યો, તથા જાડેજા પરિવારના નિકટવર્તી સહિતના મહેમાનો દ્વારા એવો તે નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો, કે ચોતરફ નોટો ના ઢગલા થઈ ગયા હતા.


૫૦૦ના દરની ઉપરાંત ૧૦૦,૫૦,૨૦ અને ૧૦ સહિતની તમામ ચલણી નોટોના નવાનક્કોર બંડલો જ એકીસાથે ઉડતા જોવા મળ્યા હતા. કથા મંડપ ના એક સ્થળે કોથળા ભરી ભરીને ચલણી નોટો ઠાલવવામાં આવી હતી, અને તેને ગણવા માટેની આયોજકોની ટીમ ચલણી નોટો એકત્ર કરતાં જ થાકી ગઈ હતી.


ઉપરાંત ચલણી નોટો ગણવા માટે સમગ્ર રાત્રિ પણ ટૂંકી પડી હતી. જે પણ એક જામનગર માટેનો નવો કીર્તિમાન છે.

ગુજરાત કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ પણ રાત્રી કાર્યક્રમમાં હાજર રહેતાં નવા રાજકીય સમીકરણો અંગે ચર્ચા

જામનગરમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ના પરિવાર દ્વારા ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથા કેજે ખરેખર રાજકીય કથા પણ બની રહે,તો નવાઈની વાત નથી.




ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ સહિતના દિગ્ગજ અગ્રણીઓની પ્રદેશ ભાજપના અધ્યક્ષ પટેલ સાથેની મંચ પર હાજરી, ઉપરાંત અન્ય ધારાસભ્યોની વચ્ચે પણ તેઓની પોથીયાત્રામાં હાજરી રાજકીય ચર્ચા નું કેન્દ્ર બની હતી, અને સમગ્ર રાજયભરમાં ચર્ચાનો વિષય રહ્યો હતો.


આ ઉપરાંત ભાજપના જ આયોજક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ને માન આપીને ગઈકાલે રાત્રે પોરબંદરના એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા, ઉપરાંત ગુજરાત પ્રદેશના યુવા નેતા હાર્દિક પટેલ પણ પ્રદર્શન ગ્રાઉન્ડમાં આયોજીત રાત્રી કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓની સાથે જોવા મળ્યા હતા. જેથી ફરીથી રાજકીય ગરમાવો આવ્યો છે.


જામનગર ની ભાગવત સપ્તાહમાં અનેક રાજકીય સમીકરણો સર્જાઈ રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ભાજપના નેતાઓની સાથે કોંગ્રેસ સહિતના અન્ય અગ્રણીઓ પણ એકી સાથે જોવા મળતા હોવાથી નજીકના ભવિષ્યમાં ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થાય તેવા સંકેતો મળી રહ્યા છે.

જામનગરના ઈતિહાસમાં અદભુત! અવિસ્મરણીય!ઐતિહાસિક લોક ડાયરા-દાંડિયારસ નો કાર્યક્રમ યોજાયો

સુપ્રસિદ્ધ લોક ગાયક કિર્તીદાન ભાઈ ગઢવી- ગરબા કવિન કિંજલ દવે તથા લોક ગાયિકા નિશાબેન બારોટે સૌને મંત્રમુગ્ધ કર્યા


જામનગરના આંગણે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ના પરિવારના યજમાનપદે ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ના પાંચમા દિવસે લોકડાયરાના રાત્રી કાર્યક્રમમાં અનેક રેકોર્ડ સર્જાયા હતા, અને જામનગર શહેર માટે ઐતિહાસિક-અદ્ભુત અને અવિસ્મરણીય લોકડાયરા તેમજ દાંડિયારાસ-ગરબાનો કાર્યક્રમ યોજાઈ ગયો હતો, અને યજમાન જાડેજા પરિવાર તેમ જ જામનગરની જનતા માટે એક યાદગાર પ્રસંગ બની ગયો છે.


ગુજરાતના અતિ સુપ્રસિદ્ધ અનેક ખ્યાતનામ એવા લોક ગાયક કિર્તીદાન ભાઈ ગઢવી, ગરબા કવિન કિંજલબેન દવે, તથા લોક ગાયિકા નિશાબેન બારોટ તેઓ દ્વારા લોકડાયરાના અને દાંડિયા રાસના રાત્રી કાર્યક્રમમાં એવી તે જમાવટ કરી હતી કે કથા મંડપ માં બેઠેલી એક પણ વ્યક્તિ એવી ન હતી, કે જે થનગનાટ ન અનુભવે. રાત્રિના સવા દસ વાગ્યે લોકગીતો નો કાર્યક્રમ શરૂ થયો હતો, અને પ્રથમ ગીતથી લઇને રાત્રીના અઢી વાગ્યા સુધી દેશભક્તિના ગીત સુધી મંચ પરથી એવી તે જમાવટ કરી હતી, કે રાત્રી કાર્યક્રમમાં ઉપસ્થિત સમગ્ર શ્રોતાગણ ઉઠયા હતા. અને સતત પાંચ કલાક સુધી ચાલેલો કાર્યક્રમ કયારે પૂર્ણ થયો તે કથા મંડપમાં હાજર રહેનારા લોકો સમજી શક્યા ન હતા.
લોક ગાયક કિર્તીદાનભાઈ ગઢવી કે જે સ્ટેજમાં પર જમાવટ કરવા માટે ખૂબ જ પ્રચલિત છે, અને તેઓના નામ પ્રમાણે ગુણ આ મંચ પરથી જોવા મળ્યા હતા. ખાસ કરીને બહેનો માટે દાંડીયારાસ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ શ્રોતાગણનો પ્રવાહ એટલો બધો હતો, કે દાંડીયારાસ માટેની જગ્યા તો ઠીક, પણ મંડપમાં પગ મૂકવાની જગ્યા પણ ક્યાંય રહી ન હોવાથી આખરે કલાકારોએ પોતે સ્ટેજ પર ઊભા રહીને ડાંડિયારાસ માટે ની જમાવટ કરી હતી, અને સર્વે કલાકારોએ સતત ત્રણ કલાક પોતાના સ્થાન પર ઉભા રહીને કાર્યક્રમ આપ્યો હતો જ્યારે તમામ શ્રોતાગણને બેઠા રહીને તાળી પાડી ને રાસ નો આનંદ લેવા માટે અપીલ કરી હતી.

 જે અપીલ ની સાથે ત્રણેય કલાકારોએ પોતાની કલાના એવા તે ઓજસ પાથર્યા હતા, કે ખુદ ત્રણ કલાક સુધી સતત ઉભા રહ્યા અને શ્રોતાગણોને પણ ડોલાવી દીધા હતા.

ત્રણેયની કલાને નિહાળીને શહેરના અનેક વેપારીઓ, અગ્રણીઓ, યજમાન પરિવાર, અને તેમના કુટુંબીજનો રિઝયા હતા, અને નોટોનો એવો,તે વરસાદ થયો હતો, કે જે પણ એક નવો કીર્તિમાન સ્થાપિત થયો હોય તેવું લાગી રહ્યું હતું.

દાંડીયારાસ ની જમાવટ સાથેનો આ કાર્યક્રમ જામનગર ની જનતા માટે હંમેશા યાદગાર બની રહેશે. એક તબક્કે રાજ્યભરમાંથી આવનારા મહેમાનો માટે બેઠક વ્યવસ્થા કરવી પણ આયોજકોને અઘરી થઈ હતી. ઉપરાંત ઉપસ્થિત મહેમાનો શબ્દોથી સ્વાગત કરવા માટેની યાદી પણ બોલી શકાય તેટલો સમય રહ્યો ન હતો.


જેથી યજમાન ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ખુદ મંચ પર ઉપસ્થિત થયા હતા, અને સમગ્ર કથા મંડપ ઉપરાંત પ્રદર્શન ગ્રાઉન્ડ ના પરિસરમાં આવેલા સર્વે શ્રોતાગણનો શબ્દોથી આભાર માન્યો હતો, અને કોઈની આગતાસ્વાગતામાં કમી રહી ગઈ હોય તો ક્ષમા ચાહી હતી.એક તબક્કે સાત રસ્તા સર્કલ થી લાલબંગલા સર્કલ સુધીનો સમગ્ર માર્ગ પેક થઈ ગયો હતો, અને પ્રદર્શન ગ્રાઉન્ડમાં પ્રવેશવા માટેની પણ જગ્યા બચી ન હતી. જે પણ  જામનગર માટે નો ઈતિહાસ બની ગયો છે.

જામનગર માં ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ માં ગુજરાત ભરમાંથી અનેક રાજકીય આગેવાનોનો પ્રવાહ જામનગર તરફ વળ્યો

જામનગર ના આંગણે ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (ધારાસભ્ય હકુભા) ના પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યો છે. જે ભાગવત કથાનું શ્રવણ કરવા માટે તેમજ લોકડાયરા સહિતના રાત્રી કાર્યક્રમમાં હાજરી આપવા માટે સમગ્ર ગુજરાતભરમાંથી અનેક રાજકીય અગ્રણીઓ, વિવિધ સમાજના આગેવાનો, સંતો- મહંતો, વગેરે જામનગરના આંગણે પહોંચી રહ્યા છે, અને ગુજરાત રાજ્યના ભાજપ કોંગ્રેસ સહિતના અનેક સાંસદો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય વગેરેની ખાસ ઉપસ્થિતિ જોવા મળી રહી છે.


જામનગર ના આણંદાબાવા સેવા સંસ્થાના મહંત પૂજ્ય દેવ પ્રસાદજી મહારાજ છઠ્ઠા દિવસના સત્રમાં ઉપસ્થિત રહ્યા હતા, અને તેઓએ વ્યાસપીઠ નું પૂજન કર્યા પછી યજમાન પરિવાર તથા સૌ શ્રોતાજનોને આશિર્વચન પાઠવ્યા હતા, તેમજ સમગ્ર કથા સત્રમાં સભા મંડપમાં ઉપસ્થિત રહી ભાગવત કથાનું શ્રવણ કર્યું હતું.


 આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી, સિટી ઇજનેર ભાવેશભાઈ જાની, નોબત દૈનિકના ચેતનભાઇ માવાણી, ધારાસભ્ય વાસણભાઈ આહિર, પૂર્વમંત્રી આત્મારામભાઇ પરમાર વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા, અને તેઓનું યજમાન પરિવાર દ્વારા સન્માન કરાયું હતું, અને પૂજ્ય ભાઇજી ના આશીર્વાદ મેળવ્યા હતા.


આ ઉપરાંત ભાગવત કથાના જુદા-જુદા સત્રમાં તેમજ રાત્રી કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા, ધારાસભ્ય કાંધલ જાડેજા, ગુજરાત કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ, સંસદ સભ્ય રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ભરતભાઇ બોઘરા, ધારાસભ્ય અમિત ભાઈ ચૌધરી, ધારાસભ્ય બચુભાઈ ચભાડીયા, તેમજ પ્રદીપભાઈ ડવ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા, જેઓનું યજમાન પરિવાર દ્વારા ખેસ પહેરાવી  સ્મૃતિભેટ આપી વિશેષરૂપે સન્માન કરવામાં આવ્યું હતું.

 સાથોસાથ ગુજરાત રાજ્યના અને સમાજના આગ્રહણીઓ ઉદ્યોગપતિઓ, શહેર ભાજપના અગ્રણી અને લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અગ્રણી બિલ્ડર મેરામણભાઇ પરમાર ભરતભાઈ કવાડ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા, અને તેઓનું પણ યજમાન પરિવાર દ્વારા સ્વાગત અને સન્માન કરાયું હતું.

જામનગરમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતી કાલે આપશે હાજરી

જામનગર તા.૬, જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ના પરિવાર દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે, જે ભાગવત સપ્તાહ ના કાર્યક્રમમાં આવતીકાલે ૧૧.૩૦ વાગ્યે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજરી આપશે, અને વ્યાસપીઠ નું પૂજન કરી કથા શ્રવણ કરશે.

ગુજરાત રાજ્યના પૂર્વ રાજ્ય મંત્રી અને ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ના પરિવાર દ્વારા જામનગરના પ્રદર્શન મેદાનમાં પૂજ્ય રમેશભાઈ ઓઝાની ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પણ ભાગવત સપ્તાહ ના કાર્યક્રમમાં હાજરી આપવા માટેનું હકુભા જાડેજા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

 જે નિમંત્રણ મુખ્યમંત્રી દ્વારા સહર્ષ સ્વીકાર કરવામાં આવ્યું છે. જેના સંધાને તેઓ આવતીકાલે જામનગર આવી પહોંચશે, તેવો સંદેશો મળ્યો છે.

 ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે અમદાવાદ-ગાંધીનગર થી નીકળીને જામનગરના એરપોર્ટ પર હવાઇ માર્ગે આવી પહોંચ્યા પછી મોટરમાર્ગે ૧૧.૩૦ વાગ્યે પ્રદર્શન ગ્રાઉન્ડમાં કથા સ્થળે પહોચશે, અને ત્યાં વ્યાસપીઠ નું પૂજન કર્યા પછી પૂજ્ય રમેશભાઈ ઓઝા પાસે આશીર્વચન મેળવશે. ત્યાર પછી તેઓ ૨૦ મિનિટ થી અડધો કલાક નું રોકાણ કરીને ફરીથી અમદાવાદ-ગાંધીનગર પરત ફરશે. તે પ્રકારનો કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Thursday, May 5, 2022

જામનગરના પ્રથમ નાગરિક શ્રીમદ્ ભાગવત સપ્તાહના પ્રસાદ વિતરણ માં સેવાદાર બન્યા

જામનગર આંગણે ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં જામનગર શહેર અને સમગ્ર જિલ્લામાંથી, તેમજ દેવભૂમિ દ્વારકા, રાજકોટ, મોરબી સહિતના આસપાસના વિસ્તારોમાંથી પણ શ્રોતાગણ મોટી સંખ્યામાં શ્રીમદ ભાગવત સપ્તાહનું કથામૃત પાન કરવા માટે આવી રહ્યા છે, જે તમામ શ્રોતાગણ માટે યજમાન શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ના પરિવાર દ્વારા વિશાળ મંડપ સમીયાણા સાથે ડીસીસી હાઈસ્કુલ પરિસરમાં અન્નપૂર્ણા ભોજનશાળા બનાવાઈ છે, અને પ્રતિદિન ચાલીસ હજારથી વધુ ધર્મપ્રેમી જનતા પ્રસાદનો લાભ લે છે.


ત્યારે પાંચ દિવસના કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી પછી પ્રસાદ લેવા આવનારા શ્રોતાગણ માટે પ્રસાદ વિતરણ દરમિયાન જામનગરના પ્રથમ નાગરિક એવા મેયર બીનાબેન કોઠારી પણ સેવાદાર બન્યા હતા, અને પોતાના હસ્તે પ્રસાદનું વિતરણ કર્યું હતું. જેમની સાથે શહેર ભાજપના અન્ય અગ્રણીઓ, કોર્પોરેટરો, વગેરે પણ જોડાયા હતા. અને તમામ ને સરળતા થી પ્રસાદ મળી રહે તેવી સુંદર વ્યવસ્થા જાળવી હતી.

ભાગવત કથાના ચતુર્થ દિવસીય લોક ડાયરા ના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના અનેક ધારાસભ્યો મહેમાન બન્યા

જામનગરના પ્રદર્શન મેદાનમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ના પરિવારના યજમાનપદે ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ના ચોથા દિવસે લોક સાહિત્યકાર લાખણશીભાઈ ગઢવી તેમજ લોક સાહિત્યકાર અનુભા ગઢવી નો લોક ડાયરા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં અન્ય મહેમાનોની સાથે ગુજરાત રાજ્યના અનેક ધારાસભ્યો મહેમાન બન્યા હતા. જેઓનું યજમાન પરિવાર દ્વારા સ્વાગત કરાયું હતું.



જામનગરના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં કથામૃતપાન કરાવવા માટે તેમજ લોકડાયરાના રાત્રી કાર્યક્રમો માણવા માટે સમગ્ર ગુજરાત રાજ્યના ધારાસભ્યોને નિમંત્રણ પાઠવાયું છે, અને ગુજરાતભરમાંથી અનેક ધારાસભ્યો- સંસદસભ્યો તેમજ અન્ય રાજકીય આગેવાનો, સામાજિક ક્ષેત્રે સંકળાયેલા અગ્રણીઓ, સંતો -મહંતો, કથાનું રસપાન કરવા માટે જામનગરના આંગણે આવી રહ્યા છે. જેમાં ગઇરાત્રે ગુજરાત વિધાનસભાના પાંચ થી વધુ ધારાસભ્યો રાત્રિ કાર્યક્રમ નો લાભ લેવા માટે જામનગર આવી પહોંચ્યા હતા.

ક્ચ્છ માંડવી ના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા, ટંકારા ના ધારાસભ્ય લલીતભાઈ કગથરા, તાલાલા ગીર ના ધારાસભ્ય ભગાભાઈ બારડ,સાવરકુંડલાના પ્રતાપભાઈ દુધાળા વગેરેનું યજમાન પરિવાર દ્વારા ખેસ પહેરાવી સ્મૃતિ ભેટ આપીને સન્માન કરાયું હતું.

એટલુંજ માત્ર નહીં લોક સાહિત્યકાર લાખણશીભાઈ ગઢવી તેમજ અનુભા ગઢવી દ્વારા ચારણી સાહિત્ય તેમજ લોકગીતોની રમઝટ બોલાવાઈ હતી, જે દરમિયાન તેઓ દ્વારા નોટોનો વરસાદ પણ કરાયો હતો.


સાથોસાથ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાંથી અનેક સંતો મહંતોની પણ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ તેમજ લોક ડાયરા ના કાર્યક્રમમાં ઉપસ્થિતિ જોવા મળી રહી છે. જેમાં જુનાગઢ અખાડા ના મહાદેવગીરી બાપુ, તેમજ રુદ્ર ગીરીબાપુ પણ જામનગર પધાર્યા હતા, અને રાત્રી કાર્યક્રમ સાથે જોડાયા હતા. જેઓના યજમાન પરિવાર દ્વારા આશીર્વાદ મેળવીને સન્માન કરાયું હતું.

લોકડાયરાના રાત્રિ કાર્યક્રમમાં ભાવનગરના રાજપૂત સમાજના અગ્રણી વાસુદેવ સિંહજી ગોહિલ, ઉપરાંત અનિરુદ્ધસિંહજી જાડેજા (રીબડા વાળા), ગુજરાત પ્રદેશના કોંગ્રેસ અગ્રણી યુસુફભાઈ ખફી, કોંગ્રેસના કોર્પોરેટર ધવલભાઇ નંદા, નોબત દૈનિકના મુખ્ય વ્યવસ્થાપક ચેતનભાઇ માધવાણી સહિતના મહાનુભાવો નું પણ યજમાન પરિવાર દ્વારા સન્માન કરાયું હતું.

એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ૨૮,૫૪૦ કરોડ રૂપિયા બચાવી શકે: C-DEP અહેવાલ નવી દિલ્હી, ૨૬.૦૫.૨૦૨૬: C-DEP રિસર્ચ અને વાણિજ્ય મં...