તાંત્રીક વીધીના નામે ચીટીંગ કરનાર ઇસમ ને રોકડ રૂ. ૧,૭૦,૦૦૦/- સાથે પકડી પાડતી જામનગર એલ.સી.બી.
ગઇ તા.૩/૯/૨૦૨૩ ના રોજ ફરીયાદી જીતેન્દ્રભાઈ વિઠલભાઇ કથીરીયા રહે. કલ્યાણપુર તા.જામજોધપુર જીલ્લો- જામનગર વાળાએ આરોપીઓ (૧) અનવબાપુર રહે, અમદાવાદ (ર) કેશુભાઇ રહે, જુનાગઢ (૩) તથા અજાણ્યા ત્રણ ઇસમો વિરૂધ્ધમાં ફરીયાદ જાહેર કરેલ કે, આ કાર્મના આરોપીઓએ મીલાપીપણું કરી તાંત્રીક વિધી કરી ચલણી નોટો બનાવવાનો ડેમો બતાવી ફરીયાદીને પોતાના વિશ્વાસમા લઇ ફરીયાદી ના રહેણાંક મકાનમાં તેમજ કલ્યાણપુર ગામે ફરીયાદીની ખેતીની જમીનમાં ખાડો ખોદી સ્ટીલના ફાડા ઉપર નાંત્રીક વીધી કરી હાંડો સોંપી આપી હાંડામાં સોનું હોવાનો વિશ્વાસ અપાવી ફરીયાદી તથા તેના દિકરા સૌરવ કથીરીયા ને ફોન કરી તાંત્રીક વીધીના રૂપીયા આપશો તો જ તમારૂ કામ આગળ વધશે નહિ તો કામ નહી થાય અને પરીવાર નુ ધનોપનોત થશે તેમ કહી ફરીયાદી પાસે કટકે કટકે આંગડીયા મારફતે આશરે ૧૦ લાખ રૂપીયા પડાવી છેતરપીંડી તથા વિશ્વાસઘાત કરી ગુન્હો કરતા શેઠવડાળા પો.સ્ટે. ગુરન ૧૧૦૨૦૧૩૨૩૦૩૦૨/૨૦૨૩ ઇપીકો કલમ ૪૦૬,૪૨૦૧૧૪ મુજબનો ગુનો રજસ્ટર કરવામાં આવેલ હતી.
પોલીસ મહાનિરિક્ષક અશોકકુમાર (IPS) રાજકોટ વિભાગ-રાજકોટના, અશોકકુમાર (IPS) નાઓએ જામનગર જીલ્લાના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય જેથી પોલીસ અધિક્ષક પ્રેમસુખ રેલૂ (IPS) નાઓએ વણશોધાયેલ ચોરીઓ તથા ચીટીંગના ગુનાઓના ભેદ ઉકેલવા એલ.સી.બી. પો.ઇન્સ. જે.વી.ચૌધરી નાઓને સુચના આપેલ હોય જેથી પો.ઇન્સ. ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી ના પો,સ.ઇ. ખાર.કે.કરમટા, પો.સ.ઇ. એસ.પી.ગોહિલ તથા પો.સ.ઇ. પી.એન મોરી તથા સ્ટફના માણસો ધ્વારા આ ચીટીંગના ગુના અંગે ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સ નો ઉપયોગ કરી જરૂરી વર્કઆઉટ કરવામાં આવેલ
દરમ્યાન સ્ટાફના સંજયસિંહ વાળા,હરદીપભાઇ ધાધલ તથા હિતેન્દ્રસિંહ જાડેજા ને હકિકત મળેલ કે અનવરબાપુ રહે. અમદાવાદ વાળો હાલમા ધણા સમયથી વાકાનેરમાં અમસર ફાટક પાસે ધી ગાર્ડન રેસ્ટોરન્ટ બાજુમાં તેમના પરિવાર સાથે રહે છે અને તાત્રીક વીધી કરી માણસ પાસેથી પૈસા પડાવે છે. જેથી વાંકાનેર ખાતે તપાસ કરવામાં આવેલ મજકુર અનવરભાઇ ઉર્ફે અનવરબાપુ અનુભાઇ ઠેબા સંધી રહે. ર્ષદનગર તઇબા મસ્જીદ પાસે ખામધ્રોળ રોડ જુનાગઢ તથા ફતેવાડી કેનાલ વાળી ગલી જાપુરા અમદાવાદ અલ- અમરસંગ ફાટક પાસે ધી ગાર્ડન રેસીડેન્સી વાકાનેર જી.મોરબી વાળાને હસ્તગત કરી યુકિત પ્રયુકિત્તથી પુછપરછ કરતા પોતે સૌનુ કાઢી આપવાની લાલચ આપી ફરીયાદીને છેતરેલ હોવાની કબુલાત આપેલ હોય જેથી આરોપીના કબ્જા માંથી તાંત્રીક વીપીના નામે ચીટીંગ કરી મેળવેલ રકમ પૈકી રોકડ રૂ. ૧,૭૦,000/- તથા ગુનો કરવામા ઉપયોગ કરેલ વીવો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ. ૫૦૦૦/- નો કબ્જે કરી મજકુર આરોપી વિરૂધ્ધ પો.હેડ કેન્સ. હિતેન્દ્રસિંહ જાડેજા એ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
હસ્તગત કરેલ આરોપી-(૧) અનવરભાઇ ઉર્ફે અનવરખાપુ અબુભાઇ ઠેબા (સંધી) રહે. હદનગર, જુનાગઢ તથા ફતેવાડી જાપુરા અમદાવાદ હાલ- અમરસંગ ફાટક પાસે, ધી ગાર્ડન રેસીડેન્સી વાકાનેર જીલ્લો- મોરબી
પકડવાના બાકી આરોપીઓ (૧) સાજીદભાઇ ચાંનીયા રહે. બગસરા જી.અમરેલી આરોપી અનવરની પત્નીના ફઇનો દિકરો)(૨) પપ્પુભાઇ મુસ્લીમ રહે. બગસરા જી.અમરેલી (જે સાજીદ ચાનીયાનો મિત્ર છે,(૩) કેશુભાઇ રહે. પોરબંદર(૪) ભરતભાઇ રહે. રાજકોટ
કબ્જે કરેલ મુદામાલઃ-
(૧) રોકડ રૂપીયા ૧,૭૦,૦૦૦/-
(૨) વીવો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ. ૫,૦૦૦/-
શોધી કાઢેલ ગુનાઓ:-(૧) શેઠવડાળા પો.સ્ટે. ગુનાં.નં ૧૧૨૦૨૦૧૩૨૩૦૩૦૨/૨૦૨૩ ઇપીકો કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ
ગુનાહિત ઇતિહાસઃ-આજથી દોઢેક વર્ષ પહેલા અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશનમા તાત્રીક વીધીના નામે ચીટીંગના ગુનામા પકડાયેલ હતો આ કાર્યવાહી પો.ઇન્સ. જે.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. આર.કે.કરમટા પો.સ.ઇ.એસ.પી.ગોલિ તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ,
નાનજીભાઇ પટેલ દિલીપભાઇ તલવાડીયા હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર,મયુદીનભાઇ સૈયદ,ક્રિપાલસિંહ જાડેજા,નિર્મળસિંહ જાડેજા કિશોરભાઇ પરમાર હરદીપભાઇ બારડ, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઇ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રૂષીરાજસિંહ વાળા, દયારામ ત્રિવેદી બીજલભાઇ બાલાસરા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.