Thursday, February 27, 2020

હોળી ફુલડોલ ઉત્સવ તહેવાર નિમીતે કલેકટરની અધ્યક્ષમાં દ્વારકામાં બેઠક યોજાણી

દ્વારકા આવતા પદયાત્રિકો સહિત યાત્રીકોને અગવડતા ન પડે તે મુંદ્દે લાગતા વળગતા અધિકારીઓ સાથે ચર્ચા કરાય.બેઠકમાં રેલ્વે તેમજ એસટી વિભાગના અધિકારીઓ ગેરહાજર રહ્યા.
 
રખડતા ઠોરનો ત્રાસ હોવાથી દ્વારકા પાલીકા ચિફઓફિસરને રખડતા ઠોર પકડવા કડક સુચન કલેકટર દ્વારા કરાયું. 
       યાત્રાધામ દ્વારકામાં અગામી ૧૦/૩/૨૦૨૦ ના દ્વારકાધીશ જગતમંદિરે દર વર્ષની જેમ આ વર્ષ ફુંલડોલ ઉત્સવ ઉજવાનો હોય ત્યાર બહાથી તેમજ ચાલીને આવતા પદયાત્રીકોને રસ્તામાં તેમજ દ્વારકાધીશના દર્શન કરવામાં કોઇ અગવડતાન પડે તેમજ શાંતીથી દર્શન થાય તે હેતુ થી દેવભુંમી દ્વારકા જીલ્લાના કલેક્ટર નરેન્દ્ર મીનાની અધયક્ષમાં તમામ સરકારી વિભાગના અધિકારીઓ ઉપસ્થિતીમાં બેઠક યોજાણી હતી. તે બેઠકમાં રેલ્વે તેમજ એસટી વિભાગના અધિકારીઓ ગેરહાજર રહ્યા.
    કલેટર મીના દ્વારા દ્વારકા નગરપાલીકાના ચિફ ઓફિસને કડક શબ્દોથી દ્વારકામાં રખડતા ઠોરનો ખુબજ ત્રાસ હોવાથી પકડી પાડવા સુંચનો કરાયા તેમજ હાઇવે રોડ પર ધાસચારો વેચનાર ઇસમોનો ત્રાસ હોવાથી તેને વૈકલીપ જગ્યા ફાળવી દુર કરવા. શહેરમાં સાફ સફાઇ રાખવા ગોમતી કાઠે પંચકુઇ બીચ જેવા વિસ્તારોમાં રેસ્ક્યું ટીમ તૈનાત રાખવી જેવા વિવિધ સુંચનો કરાયા  ઓખા પોર્ટ ઓફિસરને  બેટ દ્વારકાજતી ફેરી બોટો માં જતા યાત્રીકોની સલામતી રહે તેમજ અવરલોડ બોટ ચાલકો પેસેન્જર ન ભરે તેમજ સેપ્ટીના સાધનો બોટોમાં સાથે રાખવા જેવી વગેરે ચીજ વસ્તુંઓ બોટોની  સાથે રાખવા ચુચનાઓ આપી હતી. પોલીસ વિભાગ ને પણ યાત્રીકો ચાલીને આવતા હોય તે માટે  વાહન ચાલકો આડેધડ ચાલતા હોય તહેવાર દરમિયાન મંદિર આસપાસ ત્રણસો મિટરમાં વાહનો પાર્કીંગ ન કરવા જેવી  વિવિધ ચુચનાઓ આપી હતી પાલીકા તેમજ પાણી પૂરવઠા ખાતાને પાણીના સ્ટોલો યાત્રીકો માટે વિવિધ જગ્યાએ  શૌચાલૌય માટે મોબાઇલ ટોઇલેટ ઉભા કરવા નગર પાલીકા તંત્રને ચુચનો કરાયા હતા. ઓરોગ્ય વિભાગને ખાણી પીણીના રેસ્ટોરન અને લારીઓ વારાને આધાતપર્દાથ હોય તેનું ચેકીંગ કરી નાસ કરવો અને તેમજ વિવિધ દુકાનો રેસ્ટોરન તેમજ સ્ટોલોમાં ચેકીંગ કરવું. બેટ દ્વારકા જેટી પાસે શૈચાલૈય બંધ હોવાથી ચાલું કરવાવા પોર્ટ ઓફિસર તેમજ ચિફ ઓફિસને સુચનો કરાયા. તેમજ અન્ય વિભાગોના અધિકારીઓ ને પોતપોતાની જવાબ દારી નું પાલન કરવું  તેમજ આવનાર યાત્રિકોને અગવડતા ન પડે તેવી કડક ચુચનાઓ કલેકટ દ્વારા બેઠકમાં આપવામાં આવી હતી.

નાનીલાખાણી ગામ પાસેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 564 કિં.રૂ.2,25,600 બે મોબાઇલ ફોન તથા બોલેરો પીકઅપ વાન મળી કુલ                                                           રૂપિયા 5,28,600નો મુદ્દામાલ જપ્ત
નાનીલાખાણી ગામ પાસેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઝડપાયો ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 564 કિં.રૂ. 2,25,600 બે મોબાઇલ ફોન તથા બોલેરો પીકઅપ વાન મળી કુલ રૂપિયા 5,28,600નો મુદ્દામાલ જપ્ત પંચકોશી એ ડિવિઝન પો.સ્ટે.ના પો.બે એ.એસ.પી સફીન હસન તથા પો.સ.ઈ ડી.પી.ચુડાસમા તથા સ્ટાફના માણસો પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન યશપાલસિંહ જાડેજા વિરેન્દ્રસિંહ જાડેજા ને મળેલ ખાનગી હકીકત આધારે આ કાર્યવાહી યશપાલસિંહ જાડેજા વિરેન્દ્રસિંહ જાડેજા પરબત સિંહ જાડેજા મગનભાઈ ચંદ્ર પાલ જીગ્નેશભાઈ કાનાણી યોગેશભાઈ મકવાણા તથા સંદીપભાઈ જરૂ દ્વારા કરવામાં આવેલ છે 

Wednesday, February 26, 2020

જામનગરના જીઆઇડીસી ઉદ્યોગનગર ફેસ 3 બ્રાસપાર્ટના કારખાનામાં લાગી આગ

   


ગ્રેવીટી ન્યૂઝ જામનગર તા.26 : જામનગરના જીઆઇડીસી ઉદ્યોગ નગર ફ્રેસ 3 વિસ્તારમાં આજે બપોરે  હરિઓમ પ્લાસ્ટિક એન્ડ માર્બલ નામના કારખાનામાં અચાનક જ અગમ્ય કારણોસર આગ લાગતા દોડધામ મચી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કારખાનામાં  પ્લાસ્ટિક અને માર્બલ નો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જેની જાણ થાય ફાયરને થતા ફાયર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી આગને કાબુમાં લેવા પાણીનો મારો શરૂ કર્યો હતો જાણવા મળતી વિગત અનુસાર  આગને કારણે અંદાજે ૮ થી ૧૦ લાખનું નુકસાન થવા પામ્યું હતું. કારખાનામાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

Monday, February 24, 2020

જામનગરમાં બ્લીસ લર્નિંગ સેન્ટર દ્વારા સુપર જોડી દોડમાં ૮૫૦ જેટલા લોકો જોડાયા



જામનગરમાં  ગરમાં ' *બ્લીસ લર્નિંગ સેન્ટર'* દ્વારા *સુરક્ષાસેતું સોસાયટીના* સહયોગથી આગામી તા. ૨૩-૨-૨૦૨૦,રવિવારના રોજ ' જામનગરની જાહેર જનતા માટે સુપર જોડી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં૮૫૦ જેટલા લોકો જોડાયા હતા.આ સંસ્થા છેલ્લા  વર્ષથી બાળકોના શારીરિક તથા માનસિક વિકાસ માટે ચાલતી સંસ્થા છે.  આ દોડમાં ૧ થી ૧૪ વર્ષનાં બાળકો પોતાના વાલી સાથે જોડી બનાવીને ભાગ લઈ શકે છે. આ દોડનો મુખ્ય હેતુ લોકોમાં તંદુરસ્તી માટેની જાગૃતતા લય આવવાનો છે. છેલ્લા ૪ વર્ષોથી આ દોડમાં ૫૦ જેટલી જોડીઓ ભાગ લે છે. આ દોડમાં વધુમાં વધુ લોકો ભાગ લઈ શકે તે માટે જુદા જુદા અંતરનો સમાવેશ કરવામાં આવે છે 

    જેમાં ૧થી૫ વર્ષનાં બાળકો માટે ૧કિ.મી ૫થી૯ વર્ષનાં બાળકો માટે ૨ કિમી ૯થી૧૪ વર્ષનાં બાળકો માટે ૩.૫કિમી તથા સ્પેશિયલ  દિવ્યાંગ બાળકો માટે કેટેગરી રાખવામાં આવી હતી.
    આ સાથેજ છેલ્લા ૪વર્ષની અપાર સફળતા બાદ આ વખતે પણ આ દોડમાં દિવ્યાંગ બાળકોને પણ પ્રોત્સાહન મળે તે માટે પણ આયોજન કરેલ છે. તેઓ માટે ૧કિમીનું અંતર નક્કી કરવામાં આવેલ છે. ભાગ લેનાર દરેક સ્પર્ધકોને મેડલ, સર્ટિફિકેટ,ભેટ તથા રીફ્રેશમેન્ટ   આપવામાં આવ્યા હતા. દરેક વિજેતા થનાર સ્પર્ધકોને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.







જામકલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે સ્કૂલનું લાઈટ કનેક્શન કાપી નાખતા વિદ્યાર્થીઓને પડતી હાલાકી



    ડિજિટલ યુગમાં અંધકારમાં શિક્ષણ મેળવવા મજબૂર વિદ્યાર્થીઓજામકલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે આવેલી આરાધના વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ છેલ્લા 10 દિવસથી પી.જી.વી.સી.એલ દ્વારા કનેક્શન કાપી નાખી દીધેલ હોઈ 1 થી ધોરણ 10 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ લાઈટ વિના અભ્યાસમાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે ધોરણ સુધી અહીં કોમ્પ્યુટર સહિતનું શિક્ષણ સંસ્થા દ્વારા આપવામા આવતું હોય છેલ્લા 10 દિવસથી વીજળી કનેક્શન કાપી નખાતા વિદ્યાર્થીઓ શિક્ષણ થી વંચિત રહ્યા છે પ્રાપ્ત વિગતો અનુસાર તા 11-2-2020 ના રોજ પી.જી.વી.સી.એલ સબ ડિવિઝન કચેરી દ્વારા આરાધના  વિદ્યાલયમાં વીજળી ના કનેક્શન જાણ કર્યા વિના કાઢી નાખતા વિદ્યાર્થીઓ છેલ્લા 10 દિવસથી વીજળી વિના ભારે હાલાકી ભોગવી રહ્યા છે સંસ્થા ના સ્થાપક દ્વારા આ મામલે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે પી.જી.વી.સી.એલ કચેરીએ અનેક ધક્કા ખાવા છતાં તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા સંસ્થા દ્વારા આ મામલે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી આ મામલે યોગ્ય કાર્યવાહી કરી તાત્કાલિક અસરથી કનેક્શન ચાલુ કરવા માંગ કરાઈ છે આધુનિક ડિજિટલ યુગમાં કોમ્પ્યુટર સહિતના શિક્ષણની મોટી વાતો કરતી સરકાર સામે પણ અનેક સવાલો ઉભા થયા છે ત્યારે જોવાનું એ રહ્યું  કે અંધકારમાં 10 દિવસથી મહત્વના શિક્ષણ કાર્યથી દૂર રહેલા વિદ્યાર્થીઓને આખરે 24 કલાક વીજળીની વાતો કરતું તંત્ર આખરે વીજળી ક્યારે આપે છે

Saturday, February 22, 2020

વહેલી સવારથી " હર હર મહાદેવ ૐ નમઃ શિવાય ના નાદ થી નાગેશ્ર્વર જયોતિલીંગ ગુંજી ઉઠયું

શિવરાત્રીને દિન નાગેશ્ર્વર જયોતિલીંગે 
હજારો ભાવિકો એ દર્શનો લાભ લિધો

છોટા કાશી માં શિવરાત્રી નિમિત્તે ભવ્ય શિવ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી

   રાજમાર્ગો હર હર ભોલેના નાદથી ગુંજી ઊઠયાં શોભાયાત્રાનું ઠેર-ઠેર      સ્વાગત કરાયું  ૨૩ જેટલા ફ્લોટ્સ એ શોભાયાત્રામાં આકર્ષ જગાવ્યું 


જામનગર માં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હાર મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે મહાશિવરાત્રિ નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું . આ શોભાયાત્રામાં રજતમઢીત પાલખી પણ જોડવામાં આવી હતી. મહાશિવરાત્રી ની શોભાયાત્રાનું શહેરના  સિધ્ધનાથ મહાદેવ મંદિરે થી પ્રસ્થાન રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા કરાવવામાં આવ્યું હતું. શોભાયાત્રા માં મેયર હસમુખભાઈ જેઠવા,ડેપ્યુટી મેયર કરશન કરમુર, ચેરમેન સુભાષ જોશી,ભાજપ શહેર પ્રમુખ હસમુખ હિંડોચા,મહામંત્રી ધર્મરાજ જાડેજા, ડો.વીમલભાઈ કગથરા,શાસકપક્ષ નેતા દિવ્યેશ અકબરી,શિક્ષણ સમિતિ અધ્યક્ષ આકાશ બારડ,કોર્પોરેટર પ્રતિભાબેન કનખરા,કોર્પોરેટર મનીષ કટારીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. મહાશિવરાત્રીની શોભાયાત્રામાં શહેર ના જુદા જુદા મંડળો અને સમાજના લોકોએ શિવજીના આકર્ષિત રથ સાથે જોડાયા હતા અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તો માટે પ્રસાદી રૂપી ભાંગ અને સરબત નું આયોજન કર્યું હતું . સિધ્ધનાથ મહાદેવ મંદિરે થી ભગવાન શિવજી ની શોભાયાત્રા નીકળી હતી અને ત્યારબાદ  શહેર ના રાજમાર્ગો પર ફરી હતી.

તંદુરસ્ત રહેવું હોય તો ભોજન કરી લીધા બાદ ક્યારેય ના કરો આ ૬ મોટી ભુલો

ભોજન દરમિયાન અને ભોજન પછી તરત જ પાણી ન પીવું.


ગ્રેવીટી ન્યૂઝ સાંધ્ય દૈનિક.
ભોજન કરતાં સમયે આપણે ઘણી એવી ભૂલો કરીએ છીએ કે જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. ડોકટરોના જણાવ્યા મુજબ ખોરાક હંમેશાં યોગ્ય સમયે ખાવો જોઈએ અને ક્યારેય તમારી ભૂખને ન મારવી જોઈએ. ખોરાક ખાધા પછી નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

ભોજન દરમિયાન અને ભોજન પછી તરત જ પાણી ન પીવું. ખરેખર ઘણા લોકોને ખોરાક લેતી વખતે પાણી પીવાની ટેવ હોય છે. જ્યારે કેટલાક લોકો ભોજન કર્યા પછી જલ્દીથી પાણી પીવે છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ડોકટરોના જણાવ્યા મુજબ કોઈએ ખોરાક લેતા સમયે અને તરત જ ખોરાક ખાધા પછી પાણી ન પીવું જોઈએ.  હંમેશાં ભોજન પછીના ઓછામાં ઓછા અડધા કલાક પછી પાણી પીવુ જોઈએ. એટલું જ નહીં, ઠંડુ પાણી ક્યારેય ન પીવું જોઈએ. ઠંડુ પાણી પીવાથી પાચન અવ્યવસ્થિત થાય છે. તેથી હંમેશાં ખાધા પછી નવશેકું પાણી પીવો.
ઘણા લોકોને ભોજન પછી ચા અથવા કોફી પીવાની ટેવ હોય છે. જેને યોગ્ય માનવામાં આવતું નથી. ડોકટરોના કહેવા પ્રમાણે ખાધા પછી તરત જ ચા અથવા કોફી પીવાથી ખોરાકમાં રહેલા આયર્નનો નાશ થાય છે અને શરીરને પ્રોટીન મળતું નથી.

બપોરનું ભોજન કર્યા પછી એકદમ થી ન સુવુ જોઈએ. હંમેશાં ખાધા પછી થોડો સમય ચાલો અને ઓછામાં ઓછા અડધો કલાક પછી સૂઈ જાઓ. ખોરાક લીધા પછી તરત જ ઊંઘ કરવાથી ખોરાક યોગ્ય રીતે પચતો નથી અને પેટમાં દુખાવો થવાની શકયતા પણ વધી જાય છે. આટલું જ નહીં, ઘણા લોકોના પેટ પણ ફુલાય જાય છે. તેથી ખોરાક ખાધા પછી તરત જ સૂવું ન જોઈએ.

જમ્યા પછી જ્યુસ પીવુ એ યોગ્ય માનવામાં આવતું નથી અને આમ કરવાથી પાચનની પ્રક્રિયામાં અવરોધ આવે છે. તેથી જમ્યા પછી તરત જ જ્યુસનું સેવન ન કરવુ જોઈએ. જમી લીધા પછી ઓછામાં ઓછા બે કલાક પછી જ જ્યુસ પીવું હંમેશાં યોગ્ય માનવામાં આવે છે.
ઘણા લોકો જમ્યા પછી ધૂમ્રપાન કરે છે, જે તેમના સ્વાસ્થ્યને અસર કરે છે. જમ્યા પછી ક્યારેય ધૂમ્રપાન ન કરવું અથવા દારૂ પીવો નહીં.

જમતી વખતે ક્યારેય ઠંડી અને ગરમ વસ્તુઓ ન ખાશો. ઘણા લોકો દહીં ખાધા પછી ઉપરથી દૂધ પીવે છે, જેને યોગ્ય માનવામાં આવતું નથી. દહીં અને દૂધ એક સાથે પીવાથી પેટમાં દુખાવો થાય છે. તેવી જ રીતે, પનીર પર દહીં, દૂધ, ચા અથવા કોફી પીશો નહીં.
જમ્યા પછી લોકો તરત જ તેમની ખુરશી પર બેસી અને કામ કરવાનું શરૂ કરે છે.  ડોક્ટરના કહેવા મુજબ કોઈએ ભોજન કર્યા પછી તરત ખુરશી પર બેસવું ન જોઈએ.  હંમેશાં જમ્યા પછી ઓછામાં ઓછા ૧૦ મિનિટ ચાલો અને પછી જ ખુરશી પર બેસીને કામ કરો.

Friday, February 21, 2020

શિવરાજપુર બીચ પાસે તંત્ર દ્વારા સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું

ભૂમાંફિયાઓ એ કિંમતી જમીન પર ડોળો નાખ્યો દ્વારકા તાલુકામાં વિકાસ ચરમ સીમા પર છે ત્યારે હાલ દ્વારકા તાલુકામાં જમીનનો ભાવ આસમાને પહોંચતા હવે અનેક
મોટા માથા આ તકનો લાભ લેવા રઘુવાયા બન્યા છે




શિવરાજ પુર બિચની પાસેજ સરકારશ્રીની સર્વે નંબર ૫૧ની જગ્યામાં ભુંમાફિઓ દ્વારા દબાણ કરામાં આવ્યું હતું તે જગ્યાનું ડીમોલેશન કરી ત્યા જાહેર નોટીસનો બોર્ડ મુંકવામાં આવ્યો તેમા જણાવ્યુંકે આમાલીકન સરકારશ્રીની સર્વે નંબર ૫૧ ની   જગ્યા છે. આ જમીનની અંદર અનાધિક્રૂત પ્રવેશ કરનાર સામે  કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવાનો મામલતદાર ના હુંકમનો બોર્ડ મુંકી દેવામાં આવ્યો.આ 

આ સમગ્ર મામલે દ્વારકા મામલતદારે શું કહ્યું
દ્વારકા મામલતદાર વી એચ બારહટ ને શિવરાજપુર બિચ પર ભુંમાફિયાઓ દ્વારા દબાણ કરેલ હોય તે હટાવવા અંગે પુછતા તેઓ કહેલ કે આ મેટર કોર્ટ મેટર થૈઇ ગયેલ છે. આ અંગે હું કાઇ કહી ના શકું. તેવું જણાવ્યું છે.
દબાણ હટાવવામાં આવ્યું તે જગ્યાએ મામલતદાર શ્રીના હુકમનો બોર્ડ લગાવામાં આવ્યો.

દ્વારકા તાલુકામાં અતિ ચર્ચાસ્પદ બનેલ શિવરાજપુર બીચ પાસે  જમીન દબાણ મામલો હાલ વિવાદમાં આવ્યો છે પ્રાપ્ત વિગતો અનુસાર દ્વારકા મામલતદાર દ્વારા શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ પાસે દરિયા કિનારા પાસે આવેલી સર્વે નંબર 51 જમીન પર ગેરકાયદેસર દીવાલ બનાવી દીધેલ હોઈ આ મામલે દ્વારકા મામલતદાર દ્વારા આ દબાણ દૂર કરવામાં આવ્યું હતું લાખો રૂપિયા ના ખર્ચે 6 એકર જમીન પર દીવાલ બનાવવામા આવેલ હોઈ આ જમીન પર દબાણ દૂર કરવાની મામલતદાર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્યાં બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યો હતો આ દબાણ દૂર કરવાની કામગિરી હાથ ધરાતા દ્વારકા શહેરના નામી ચેહરાઓ દ્વારા દોડધામ શરૂ કરવામાં આવી હતી આ સમગ્ર મામલામાં અનેક સવાલો ઉભા કરે છે આખરે દરિયા કિનારે સરકારી જમીનમાં દબાણ કેમ ઉભું કરવામાં આવ્યું ? દરિયા કિનારે ખાનગી સર્વે નંબર કઇ રીતે આવ્યો શુ સરકારી જમીન માં કોઈ ખાનગી સર્વે નંબર બેસાડવામાં આવ્યો છે કે કેમ તે અંગે પણ ઉચ્ચસ્તરીય તપાસ હવે જરૂરી બન્યું છે આખરે શિવરાજપુર બીચ જેવા લોકેશનમાં દબાણ કરનાર લોકો સામેં તંત્ર આકરા હાથે કામગીરી હાથ ધરશે કે પછી મામલો થાળે પડી જશે? દબાણ દૂર કરવાના મામલે એક વાત ચોક્કસ સાબિત થાય છે કે બ્લુ ફ્લેગ બીચ આવતા અનેક મોટા માથા આસપાસની જમીન પર પોતાની પક્કડ મજબૂત કરવા પ્રયાસ હાથ ધરી રહ્યા છે સરકારી તંત્ર દ્વારા શિવરાજપુર બીચ પાસેની દરિયા કિનારાની સરકારી જમીન કેટલી હતી અને આ સરકારી જમીન પાસે જો કોઈ ખાનગી સર્વે આવે છે તો તે જમીનના મૂળ સુધી તપાસ એટલે જરૂરી છે કે કોઈ મળતીયા અધિકારીઓ દ્વારા કોઈ નીતિ નિયમો નેવે મૂકી છટકબારી રાખી કોઈ સરકારી જમીનમાં તો ખાનગી સર્વે નંબર બેસાડી નથી દીધો ને ? આ પણ ખૂબ મહત્વનો અને તપાસ માંગી લે તેવો વિષય છે ત્યારે હાલ તો આ મામલો કોર્ટમાં ગયો હોવાનું રટણ મામલતદાર દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા ક્યાં દ્વારકા શહેરના પ્રતિષ્ઠીત વ્યક્તિઓ વિરુદ્ધ નોટિસ ફટકારી છે અને સામે એ તમામ દ્વારા કયા કારણોસર કોર્ટમાં આ મામલો લઈ જવામાં આવ્યો છે તે પણ જોવું રહ્યું અને સાથે સાથે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે  ત્યારે બીચ આસપાસ સરકારી જમીન પર આવા દબાણો કરતા લુખ્ખા તત્વો સામે પણ આકરા હાથે કામગીરી થાય તે પણ જરૂરી છે
                  




Saturday, February 15, 2020

ભારત કોરોના વાયરસ મુદ્દે ગંભીર, દરેક જગ્યાએ નજર રાખીને બેઠી છે સરકાર : હર્ષવર્ધન

ચીનમાં કોરોના વાયરસ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. તેનાથી વિશ્વના અન્ય દેશો પણ પ્રભાવિત થયા છે. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધને કહ્યું કે, ચીનના વુહાન શહેરથી આપણા 645 લોકોને બહાર નીકળ્યા છે. 11 ફેબ્રુઆરીના રિપોર્ટ અનુસાર તમામ 645 નાગરિકો કોરોના વાયરસની અસરથી મુક્ત હતા.
ભારતમાં હમણાં સુધી કોરોના વાયરસના ત્રણ કેસની પુષ્ટિ થઈ છે. આ ત્રણેય કેસ કેરળના છે અને તેમનો સંપર્ક વુહાન શહેર સાથે રહ્યો છે. તેમને અલગ રાખવામાં આવ્યા છે અને એ પૈકી એક વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. 1756 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, એ પૈકી ફક્ત ત્રણ કેસો પોઝિટીવ આવ્યા છે અને 26 નમૂનાના રિપોર્ટ આવવાના બાકી છે. 
આ સાથે કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે, ભારતમાં વડાપ્રધાન સ્તર પર આ મામલે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન કાર્યાલયથી લઈને કેબિનેટ સચિવાલય પણ નજર રાખી રહ્યું છે. દેશના 21 એરપોર્ટ પર મુસાફરોની ચકાસણી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભારતે વુહાનથી માલદીવના 7 નાગરિકોને પણ બહાર કાઢ્યા છે.

અમરનાથ યાત્રાની તારીખો જાહેર કરાઇ યાત્રાની શરુઆત 23 જૂનથી

23 જૂનથી શરુ થશે પવિત્ર અમરનાથ યાત્રા પહેલી એપ્રિલથી રજિસ્ટ્રેશન શરુ થશે અમરનાથ યાત્રા 42                                દિવસ સુધી ચાલશે

અમરનાથ યાત્રાની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. જે મુજબ યાત્રાની શરુઆત 23 જૂનથી થશે અને ત્રણ ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. આ પવિત્ર યાત્રા 42 દિવસ સુધી ચાલશે. 
ગત અમરનાથ યાત્રા 46 દિવસ સુધી ચાલી હતી. આ દરમિયાન મહત્વનો મુદ્દો એ છે કે જમ્મુ-કાશ્મીરનો ખાસ દરજ્જો હટાવી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા પછી આ પહેલી અમરનાથ યાત્રા છે. આ પહેલા કાશ્મીર મુદ્દે સમસ્યા વધતા કેટલાક સમય માટે યાત્રા પર અસર પડી હતી. શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઇને જાગરુકતા કાર્યક્રમ પણ લોન્ચ કરવામાં આવશે.  
આગામી અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન પહેલી એપ્રિલથી શરુ કરવામાં આવશે. બોર્ડે ઓનલાઇન રજિસ્ટ્રેશનનો ક્વોટા વધારવાનો નિર્ણય પણ લીધો છે. આ પાયલટ પ્રોજેક્ટની શરુઆત 2019માં કરવામાં આવી હતી અને તેની સફળતાને ધ્યાનમાં રાખીને બોર્ડે આ નિર્ણય લીધો છે.

Friday, February 14, 2020

ગુનાખોરી પર ગજબની પકડ મેળવનાર ધ્રોલના પી.એસ.આઇ ગઢવીની જામનગર ખાતે બદલી

            એસ.ઓ.જી.માં મૂકાયા : નાનામાં નાના માણસ સુધી પોલીસનો 
                         વિશ્વાસ સંપાદન કરવાનો પ્રયાસ : ગઢવી
  
પોલીસ તંત્રમાં ફરજ સાથે કવિ હૃદયથી જીવતા ગઢવીએ 100 થી વધુ કવિતા, ગઝલો રચી..

જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં છેલ્લા દોઢેક વર્ષ થયા ફરજ બજાવતા પી.એસ.આઇ વી.કે ગઢવીની જામનગર ખાતે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી) માં બદલી થતા ધ્રોલ વાસીઓએ પ્રથમ દ્રષ્ટિએ થોડો વસોવસો વ્યક્ત કર્યો છે. કારણકે પીએસઆઈ ગઢવી ગુનેગારો પર ગજબની પકડ મેળવી હતી. એક તબક્કે કહીએ તો તો તેમની  ફરજ દરમિયાન ગુનેગારો ભોંભીતર થઈ ગયા હતા. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે શાંત રીતે જાળવી રાખનાર આ પોલીસ અધિકારીની જામનગર ખાતે બદલી થઇ છે. ત્યારે  તેમના હિતેચ્છુઓએ દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, પી.એસ.આઇ ગઢવી પોલીસ તંત્રમાં સરાહનીય ફરજ ની સાથે સાથે સાથે કવિ હૃદય પણ ધરાવે છે. તેમણે અત્યાર સુધીમાં સો જેટલી કવિતાઓ લખીને પોતાની સાહિત્ય પ્રત્યેની રુચિ, લાગણીઓ ગઝલ અને કવિતાઓમાં ઉતારી છે.તેઓની કારકિર્દી બાબતે વધુ પડતી વિગતો એવી છે કે વર્ષ 2013થી પોલીસ તંત્રમાં સર્વિસ શરૂ કરનાર વી.કે. ગઢવી મૂળ કલ્યાણપુર તાલુકાના, દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાણ ગામના વતની છે. તેઓ સૌપ્રથમ બોટાદ જિલ્લામાં મુકાયા હતા.  બોટાદ જિલ્લાના ગઢડા, પાળીયાદ તેમજ બોટાદ શહેરમાં અનન્ય કામગીરી બજાવનાર પી.એસ.આઇ ગઢવીને ત્યારબાદ જામનગર જિલ્લાના સિક્કા પોલીસ સ્ટેશનમાં મુકાયા હતા.અહીં પોતાની આગવી કુનેહતા બતાવીને ગઢવીએ ગુનાખોરી ડામવા પ્રશંસનીય  ફરજ બજાવી હતી. રાબેતા મુજબની ફરજનિષ્ઠાને કાબિલેદાદ બતાવીને શ્રેષ્ઠ કામગીરી કરતા જામનગર જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલના હસ્તે તેઓ બે-ત્રણ વખત સન્માન મા પામ્યા છે.                                              લગાતાર દોઢ વર્ષ સુધી ધ્રોલ શહેરના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર આ પી.એસ.આઇની કામગીરી પોલીસ તંત્રમાં ઊડીને આંખે વળગે તેવી જણાતા જિલ્લા પોલીસ વડા દ્વારા તેમને હાલ ધ્રોલથી  જામનગર એસ.ઓ.જી. માં પીએસઆઈ તરીકે મુકાયા છે છે.આ તકે ધ્રોલવાસીઓએ જણાવ્યું હતું કે પીએસઆઈ ગઢવીની ફરજ દરમિયાન ધ્રોલમાં ગુનેગારો ભોંભીતર થઈ ગયા હતા. કોઈપણ ગુનો કરતા પહેલા પહેલા તેઓ ફોજદાર  ગઢવીની કડક ફરજને  ધ્યાને લઈને થરથર ધ્રૂજતા હતા.એ કારણે ધ્રોલમાં કોઈ ગંભીર ગંભીર ગુના બન્યા ન હતા.છેલ્લા છ વર્ષથી વધુની પોલીસ તંત્રમાં ફરજ દરમિયાન પીએસઆઈ ગઢવી ચોરી, લૂંટ તેમજ ખૂન અને પોલીસ જાપ્તામાંથી ભાગેલા આરોપીઓને પકડવાની સમયાંતરે પ્રસંશનીય કામગીરી કરી હતી.
સૌથી વધુ સારી અચરજ પમાડતી  એ વાત જાણવા મળી કે પીએસઆઇ વી.કે ગઢવી પોલીસ તંત્રની ફરજ દરમિયાન નવરાશના અનુકુળ સમયને  સાહિત્ય તરફ વાળીને  પોતાના સમય વ્યતીત કરે છે. સાહિત્ય પ્રત્યે લગાવને લીધે અત્યાર સુધીમાં તેઓએ સોથી વધુ કવિતાઓ અને ગઝલ રચના કરી અને ગઝલ રચના કરી ગઝલ રચના કરી રચના કરી છે.
રચનાકાર તરીકે તેમણે પોતાનું ઉપનામ "ખાખી" આપીને પોલીસ તંત્રની શાન વધારી વધારી શાન વધારી છે. તેમના હાથે લખાયેલી બે-ત્રણ કવિતાની પંક્તિઓ જાણીએ તો તેમાં તેમની પોલીસ ફરજનિષ્ઠા  છતી થાય છે.
        

આર એસ પી એલ ધડી કંપની વિરુધ ગરીબ મજદુર બન્યા મજબુર રોજગારી માટે પોતાના લોહીથી લખ્યા મુખ્યમંત્રી ને પોસકાડઁ

દ્નારકા નજીક કુરંગા ગામે આવેલ આર એસ પી એલ ઘડી કંપની સામે ૪૫ જેટલા મજુરો ઉપવાસ ઉપર પરીવાર સાથે બેસેલ છે.ઉપવાસને બિજે દિવસે મજૂરોએ મજબુંરીના લિધે પોતાના લોહીની સહી સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ને રોજગારી પરત મળે તે માટે પોસ્ટકાર્ડ લખ્યા હતા. કુરંગા ઘડી કંપની સામે ઉપવાસ આંદોલનના બીજા દિવસે મજૂરોએ પોતાના લોહીથી સહી અને અંગુઠા કરી રોજગારીની માંગ કરતા પોસ્ટકાર્ડ લખ્યા છે. 45 સ્થાનિક મજૂરોને કંપની દ્વારા છૂટા કરી દેવાતા મજૂરોમાં કંપની વિરૂધ્ધ રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે મજૂરોએ મુખ્યમંત્રી ને લોહી થી લખેલા પોસ્ટકાર્ડ વેદના સાથે લખ્યા હતા કંપની દ્વારા સ્થાનિક લોકોને 80 ટકા રોજગારી ના અપાતી હોઈ અને સ્થાનિક મજૂરોને કંપની છુટા કરતી હોય મજૂરોમાં રોષ ફેલાયો. છે

Thursday, February 13, 2020

કુરંગા ઘડી કંપનીમાંથી છુટા કરાયેલા મજૂરોએ પી.એમ મોદી ને પોસ્ટ કાર્ડ લખી મદદ ની કરી માંગ...

કુરંગા સ્થિત આવેલ ઘડી કંપનીમાંથી 45 મજૂરોને છુટા કરી દેવાતા મામલો હવે ઉગ્ર બન્યો છે મજૂરો દ્વારા મુખ્યમંત્રી સહિત પ્રાંત 
કચેરીએ આ મામલે લેખિત રજુઆત કરી હતી 24 કલાક બાદ યોગ્ય નિકાલ ના આવતા સ્થાનિકો મા ભારે રોષ વ્યાપ્યો હતો અને
45 મજૂરો ને છુટા કરી દેવાયા બાદ આખરે આ તમામ મુજરોએ દિગ્ગજ કંપની સામે ન્યાય મેળવવા  મજૂરોએ આખરે વડા પ્રધાન
મોદી ને પોસ્ટકાર્ડ લખી મદદની માંગ કરી હતી કુરંગા ઘડી કંપનીમાં કામ કરતા મજૂરોએ પી.એમ મોદીને પોસ્ટ કાર્ડ લખી મદદની
કરી માંગ કરી હતી અને આર એસ પી એલ ઘડી કંપની વિરુદ્ધ મજૂરો ઉપવાસ પર બેઠા છે અને ન્યાય નહીં મળે તો હજુ પણ આગળ
આ લડત ઉગ્ર બને તેવા એંધાણ વર્તાય રહી છે ઘડી કંપનીએ કારણ વિના સ્થાનિક મજૂરોને છુટા કરતા ઘડી પાસે ઉપવાસ પર  45
મજૂરો ઉપવાસ પર બેઠા હોઈ આ આગ વધુ ઉગ્ર બની હતી અને બીજા પણ છુટા કરાયેલ મજૂરો આ લડતમાં જોડાયા હતા સ્થાનિક
લોકોને રોજગારી ના અપાતી હોઈ ઘડી કંપની વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો હતો આજે  સૂત્રોચ્ચાર સાથે મજૂરો એ કંપની વિરુદ્ધ રોજગારી
મુદ્દે આંદોલન ની શરૂઆત કરી હતી
ગુજરાતીઓ સાથે દુર્વ્યવહાર થતો હોય સ્થાનિક 80 ટકા રોજગારી સહિતના મુદ્દે મજૂરોએ પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટ 
કાર્ડ લખી મદદની કરી માંગ હતી અને હજુ પણ આ ઉપવાસ આંદોલન ઉગ્ર બનશે તેવા એંધાણ વર્તાય રહ્યા છે ત્યારે છૂટા કરાયેલા
મજૂરોએ ના ઈસ્તેમાલ કરે ના વિશ્વાસ કરે ઇસ ઘડી કંપની કા બહિષ્કાર કરે જેવા સૂત્ર હેઠળ બેનરો બનાવી ઉપવાસ આંદોલન ની 
શરૂઆત કરી છે

સુરતમાં ગેંગવોરઃમાથાભારે સૂર્યા મરાઠીની ઘાતકી હત્યા, તેના ખાસ અને હાલ દુશ્મન બની બેઠેલા હાર્દિક પટેલનું પણ મર્ડર

સુરતના વેડરોડ વિસ્તારમાં સૂર્યા મરાઠી ગેંગનો જબરજસ્ત આતંક હતો, હજી તો ત્રણ દિવસ પહેલાં જ મનુ ડાહ્યા કેસમાં સૂર્યાને નિર્દોષ છોડી દેવામાં આવ્યો હતો


ગોતાલાવાડી ટેર્નામેન્ટ એરિયામાં દાદા થઈને ફરતા મનુ ડાહ્યા(બારૈયા) હત્યા કેસમાં હજી તો ત્રણ દિવસ પહેલાં જ નિર્દોષ છોડી દેવામાં આવેલા વેડરોડના માથાભારે સૂર્યા મરાઠી અને તેના જ એક સમયના ખાસ મનાતા હાર્દિક પટેલ વચ્ચે થયેલી ગેંગવોરમાં બંનેના ઢીમ ઢળી ગયા છે. આ ડબલ મર્ડરે ફરીથી સુરતના અંડરવર્લ્ડમાં ચાલતી ખતરનાક ગેંગવોરને ખુલ્લી પાડી દીધી છે.
વેડરોડ પર સૂર્યા મરાઠી ગેંગનો ભારે આતંક હતો. આજરોજ સવારે તેની વેડરોડ સ્થિત ઓફિસમાં સાતેક અજાણ્યા ધૂસી ગયા હતા અને તલવાર અને ચપ્પુના ઘા મારી સૂર્યાનું ઢીમ ઢાળી દીધું હતું. એક સમયના સૂર્યા મરાઠીના ખાસ આદમી તરીકે જેનું નામ લેવાતું હતું  અને હાલ ઘણા સમયથી દુશ્મન બની ગયેલા હાર્દિક પટેલ અને તેના માણસોએ સૂર્યા પર હુમલો કર્યો હોવાનું કહેવાય છે, અને આ હુમલામાં હાર્દિક પટેલનું પણ મર્ડર થઈ ગયું હોવાથી સુરતમાં થયેલા આ ડબલ મર્ડરે અંડરવર્લ્ડમાં હલચલ મચાવી દીધી છે. સૂર્યા મરાઠીને પહેલાં વેડરોડની પ્રાણનાથ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અન ત્યાંથી મહાવીર હોસ્પિટલમાં દાખલ કરાયો પરંતુ તેણે દમ તોડી દીધો હતો. આમ એકબીજાના ખાસ મનાતા સૂર્યા અને હાર્દિક વચ્ચે થયેલા સામસામે હુમલામાં બંનેના ટૂંકી સારવાર બાદ મોત થયા હતા.
ઉલ્લેખનીય છે કે, તા. 17મી એપ્રિલ, 2017ના રોજ કતારગામ ખાતે મનુ ડહ્યા-બારૈયા દાઢી કરાવવા ગયો હતો ત્યારે તેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ગોતાલાવાડીના આ ટપોરીની હત્યામાં સૂર્યાનો જ હાથ હતો. જે અંગે નોંધાયેલી ફરિયાદમાં સૂર્યા મરાઠી સહિતના સાત આરોપીઓના નામ હતા. સૂર્યા મરાઠી, પરેશ લીંબાચિયા, જયેશ પોલ, વિકાસ મગારે, જયેશ સોસા, અક્ષય દેવરે અને અમોલ ઝીનેની મનુ ડાહ્યા મર્ડર કેસમાં ધરપકડ થઈ હતી. આ કેસમાં તા. 5 ફેબ્રુઆરી 2020ના રોજ સેશન્સ કોર્ટે શંકાનો લાભ આપીને મુક્ત કરતો હુકમ કર્યો હતો. જેથી ત્રણ દિવસ પહેલાં સૂર્યા મરાઠી લાજપોર જેલમાંથી બહાર આવ્યો હતો.












સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને ચૂંટણી લડતા ઉમેદવારોનો ક્રિમિનલ રેકોર્ડ જાહેર કરવા આદેશ આપ્યો

રાજકીય પક્ષોની એવી તે કઈ મજબૂરી છે કે ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારને જ ટિકિટ આપે છે? : સુપ્રીમનો સવાલ
નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક મહત્વના આદેશમાં દેશના રાજકીય પક્ષોને જણાવ્યું છે કે તેઓ ચૂંટણી લડનારા તમામ ઉમેદવારોના ક્રિમિનલ રેકોર્ડ પ્રજા સમક્ષ રજૂ કરે. આ માટે કોર્ટે રાજકીય પાર્ટીઓને જણાવ્યું કે, તેઓ ચૂંટણી લડી રહેલા તેમના ઉમેદવારોના ક્રિમિનલ રેકોર્ડની વિગતો વેબસાઈટ પર જાહેર કરે.
સુપ્રીમ કોર્ટે આ સાથે જ ચિમકી આપતા રાજકીય પક્ષોને જણાવ્યું છે કે જો આ આદેશનું પાલન નહીં કરવામાં આવે તો કોર્ટ અવમાનનાની કાર્યવાહીનો સામનો પણ કરવો પડશે. રાજકારણમાં વધી રહેલી ગુનાખોરી પર ચિંતા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે રાજકીય દળોને કહ્યું છે કે તેઓ પોતાના ઉમેદવારોનો ગુનાઈત ઈતિહાસ અખબારો, વેબસાઈટ્સ અને સોશિયલ સાઈટ્સ પર જાહેર કરે.
આ સાથે જ પક્ષોને સવાલ કર્યો છે કે તેમની એવી શું મજબૂરી છે કે તેઓ ગુનાઈત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપે છે અને ચૂંટણી લડવા મેદાનમા ઉતારે છે. સર્વોચ્ચ ન્યાયલાયના જસ્ટિસ એફ નરિમાનના વડપણ હેઠળની ખંડપીઠે તેમના આદેશમાં જણાવ્યું છે કે રાજકીય પક્ષોએ આ બાબતે ઉમેદવાર પસંદ કર્યાના 72 કલાકમાં તેમની સામેના પડતર ગુનાઓની યાદી સાથેનો કમ્પલાયન્સ રિપોર્ટ ચૂંટણી પંચમાં આપવાનો રહેશે. જો કોર્ટના નિર્દેશોનું પાલન કરવામાં રાજકીય પક્ષ નિષ્ફળ નિવડે છે તો ચૂંટણી પંચે આ બાબતે ધ્યાન દોરવાનું રહેશે.  

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...