Wednesday, May 27, 2020

દ્વારકા તાલુકા ના ફોટોગ્રાફર લોક ડાઉન મા બન્યા બેરોજગાર.


દ્વારકા ની પ્રાત કચેરી મા 
ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા આવેદન પત્ર આપી સહાય આપવાની માંગ કરી...

દ્વારકામાં ફોટોગ્રાફી કરતા લોકો બે મહિનાથી બેકાર હોઈ ઘરની હાલત ખરાબ હાલત જોવા મળી રહી છે 
દ્વારકા બેટ દ્વારકા ગોપીતળા નાગેશ્વર જેવા ધાર્મિક સ્થાનો મા દેશ  વિદેશથી આવતા યાત્રીઓ હાલ મા લોક ડાઉન મા મંદિર બંધ હોય જેથી દ્વારકા તાલુકા ના ફોટોગ્રાફર ને હાલ ધર ચલાવવામા ભારે મુશ્કેલી ભોગવી પડી રહીછે  સરકાર દ્વારા એક એક લાખ રૂપિયા ની લોનની જાહેરાતો કરી છે પણ આ ફોટોગ્રાફ ભાઇ ઓ મોટા ભાગના ભાડાના મકાનમાં રહે છે 
હાલ મા બે મહીના થી એક પણ રુપિયા ની આવક નહોવાથી
સરકાર પાસે મદદના હાથ લંબાવતા ફોટોગ્રાફર નેજો ગુજરાત સરકાર દ્વારા કોઇ સહાય મડે તેવી અપેક્ષા રાખેલ છે  અને હાલ મા આ મંદિરો કયારે ખુલસે તેની કોઇ ચોકસ ખાતરી નથી 
આથી 
ઓખા મંડળ ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા આવેદન પાઠવી મુખ્યમંત્રી ને સહાય કરવા રજુઆત કરાઈ...
જામનગરમાં કૃષિમંત્રીના વિસ્તારમાં ખેડુતો પરેશાન;બિયારણ માટે ખેડુતોને ધરમ ના ધક્કા.



જામનગર જિલ્લામાં હાલ લોકડાઉંન  દરમિયાન શહેર નજીક ગામના ખેડુતો બિયારણની ખરીદી કરવા આવેલ. પણ કૃષિમંત્રીના વિસ્તારમાં જ બિયારણના દુકાનદારો પોતાની દુકાન ખોલતાં નથી અને જો દુકાન ખુલી હોઇ તો બિયારણ છે નઈ એવું ખેડુતો ને કેહવામાં આવે છે.છેલા પાંચ દિવસથી ખેડુતો વહેલી સવારમાં જ બિયારણની ખરીદી કરવા આવી લાંબી કતારો લાગવી ઉભા રહે પણ દુકાનદારો દુકાન ખોલતાં નથી જેથી ખેડુતોને ધરમ ના ધકકા થાય છે.અને દુકાનો ખોલવામાં આવે તો પણ લાગવગીયાને બિયારણ અપવામાં આવે છે એવો પણ ખેડુતો દ્વારા દુકાનદારો વિરૂધ્ઘ આરોપ લગાવ્યો હતો.કૃષિમંત્રી ના વિસ્તારમાં જો ખેડુતોને અવી હાલાકીનો સામનો કરવો પડતો હોઇ તો બીજા જિલ્લાના લોકોને કેવી હાલાકીનો સામનો કરવો પડતો હશે..!! આ અંગે તંત્ર દ્વારા ખેડુતોને આશાનીથી બિયારણ મળી રહે એવા પગલાં લેશે કે શું ? એ તો અગામી સમય જ બતાવશે.

Tuesday, May 26, 2020

રેન્જ આઈ.જી સંદીપસિંઘ જામનગરની મુલાકાતે.



 રાજકોટ રેન્જ ના આઈજી સંદીપસિંઘ અને ટીમના પી. આઈ આર. એ ડોડીયા એ
 જામનગરની મુલાકતે આવ્યા હતા. જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ એ રેન્જ આઇજી
 એસ.પી કચેરી ખાતે પહોંચતા તેમનું સ્વાગત કર્યું હતું. રેન્જ આઈજી એ
 જિલ્લા પોલસ વડા શરદ સિંઘલ, એ.એસ.પી સફીન હસન, ડીવાયએસપી
 સહીત ના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી  લોકડોઉનમાં શહેર સહીત
 જિલ્લામાં પોલીસ કાર્યવાહી કાયદો અને વ્યવસ્થાની ચર્ચા કરી હતી.

જામનગર મહાનગર પાલિકા દ્વારા એડ્વાન્સ ટેક્સ રીબેટ સ્કિમ જાહેર કરી.


હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કહેરમાં તંત્ર દ્વારા સમગ્ર ગુજરાતમાં  લોકડાઉંનનું ચોથું ચરણ ચાલુ છે જે અંતર્ગત જામનગરમાં તંત્ર દ્વારા છુટછાટ આપવાં માં આવી.જે અંતર્ગત મહાનગર પાલિકા દ્વારા ટેક્સ રીબેટની સ્કિમ જાહેર કરવામાં આવી છે.
જામનગર મ્યુ.કમિ. સતિષ પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજી  જણાવવામાં આવ્યું કે દર વર્ષે 16મી એપ્રિલથી ટેક્સ રીબેટની સ્કિમ જાહેર કરવામાં આવે છે.જે આ વર્ષે લોકડાઉંન ને કારણે આજરોજથી લઈ ને 10મી જુલાઈ સુધી આ સ્કીમ નો લાભ લઈ સકશે.રીબેટ સ્કિમમાં એડ્વાન્સ ટેક્સ ભરનારને 10 ટકા થી લઈને 25 ટકા સુધી   અલગ અલગ સ્કીમમાં લોકોને રાહત મળી શક્શે.
 સફાય,પાણી અને મિલ્કત વેરો ભરનારને આ રીબેટ સ્કીમનો લાભ લઈ શક્શે અને સિનિયર સિટિઝન હવે  ઓનલાઈન ટેક્સ ભરી શક્શે
 મ્યુ.કમિ.દ્વારા વધુમાં જણાવ્યું હતું કે બને તો લોકો ને ઓનલાઈન ટેક્સ ની ભરપાઈ કરે જેથી સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે. તમામ પ્રકારના વેરા જામ્યુકો કચેરી , સીવિક સેન્ટર ખાતે અને ઓનલાઈન ભરી શકાશે.

Thursday, May 21, 2020

લોન માટેના ફોર્મ લેવા બેંક બહાર લાગી લાંબી કતારો; લોક મુખે ચર્ચા  લોનની લોલીપોપ....!!!!!!


હાલ કોરોના વાયરસનો કહેર આખા દેશમાં ફેલાયેલો છે.જેથી ભારત સરકાર દ્વારા લોકડાઉંન જાહેર કરતાં.સમગ્ર દેશમાં વેપાર ધંધા પણ બંધ હોવાથી.દેશના નાના વેપારીઓને મજુરોને રોજીરોટી માટે ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો છે.હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા 20 લાખ કરોડ નું આર્થિક પેકેજ જાહેર કર્યું.જેમા લોકો ને આત્મનિર્ભર થવાં માટે સરકાર દ્વારા જાહેર કરાયું કે લોકોને એક લાખ સુધીની રકમની લોન આપવાં માં આવસે.અને આ લોન સહકારી,કો.ઓપ.બેંકો તેમજ ક્રેડિટ સોસાયટી દ્વારા લોન આપવામાં આવસે.આ લોન મેળવવાના અરજી કરવાના ફોર્મનું વિતરણ 21 મે  એટલે કે આજરોજ થી મળસે એવું સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું જેથી આજરોજ જામનગરમાં લોન મેળવવાના ફોર્મ લેવા માટે લોકો બેંક ખાતે પોહચ્યાં હતાં.પરંતુ બેંક ના  અધિકારીઓ દ્વારા કેહવમાં આવ્યું કે લોન માટે ના ફોર્મ  હાજર નથી.જેથી લોકો ને ધરમ ના ધક્કા થયા હતા.સુત્રો માંથી મળતી માહિતિ મુજબ 1 જુને બેંક દ્વારા ફોર્મ વિતરણ કરવામાં આવસે અને હાલ લોકો મુખે એવી પણ ચર્ચા થતી હતી કે સરકાર દ્વારા લોનની  લોલીપોપ આપવાં માં આવી...!!!!!!
હાલાર હાઉસ નજીકના વિસ્તારને  કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર અને ત્રણબતી  વિસ્તાર સીલ.                                             





જામનગર શહેરમાં  ગઈકાલે હાલાર હાઉસ નજીક રહેતા એક યુવાનને કોરોના પોઝિટિવ કેસ આવ્યો હતો અને યુવાનની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાથી લોકલ સંક્રમણ થયા નું બહાર આવ્યું છે.જેથી તંત્ર દ્વારા હાલાર હાઉસ નજીક વિસ્તારને સનિટાઈઝર કરવામાં આવ્યો હતો.અને વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.અને યુવાનના પિતા ત્રણબતી નજીક એક હોટલમાં નોકરી કરતાં હતાં અને નજીક એક મેડિકલની  દુકાન માંથી દવા લેવા ગ્યા હોઇ અવું સુત્રો માંથી બહાર આવ્યું છે જેથી ત્રણબતી વિસ્તારને સીલ કરવામાં આવ્યો હતો.
જામનગર જિલ્લા પોલીસ દ્વારા ncc તથા nss સભ્યોનો સન્માન સમારોહ યોજાયો.





હાલ સમગ્ર દેશમાંકોરોના જેવી મહા બીમારી ને લીધે સમગ્ર દેશમાં લોકડોઉન કરવામાં આવેલ હતું જે દરમિયાન જામનગર જિલ્લા પોલીસ સાથે કોરોના બંદોબસ્ત લોકડોઉન સમયે શહેરની જુદી-જુદી કોલેજના ncc બટાલીયન 27 તથા nss હોલી પટર દ્વારા પોલીસની સાથે ખડે પગે તેઓ દ્વારા માનદ સેવા આપવામાં આવી જે સેવાને બિરદાવવા જામનગર જિલ્લા પોલીસ દ્વારા પોલીસ  હેડક્વાર્ટર ખાતે ncc તથા nss બંનેના કુલ ૧૮૮ સભ્યોને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંઘલ તથા અધિકારીઓ દ્વારા પ્રશંસા પત્ર આપી તેમની સેવાઓને બિરદાવવા માં આવેલ અને પોલીસ અધિક્ષક દ્વારા જણાવવામાં આવેલ આવી માન દ સેવાને કારણે આવા બંદોબસ્તમાં પોલીસને સફળતા  મળી આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંઘલ, પો.બે.એ.એસ.પી સફીન હસન ડીવાયએસપી એ.પી.જાડેજા,  એ.બી સૈયદ કુણાલ દેસાઈ સી.ટી એ ના પી.આઈ ટી.એલ.વાઘેલા, સી.ટી.બી પી.આઇ જે.વી.રાઠોડ, સી.ટી સી.પી.આઈ એમ.જે.જલુ,પી.એસ.આઇ એમ જે ઝાલા તથા એન.સી.સી અને એન.એસ.એસ.ના ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.

Wednesday, May 20, 2020


જામનગર શહેરના પેટ્રોલપંપ સવારના 8 થી 6 કલાક સુધી ખુલા રેહસે.







સમગ્ર ગુજરાતમાં લોકડાઉંન ના ચોથા ચરણમાં રાજ્ય સરકાર દ્વારા નવું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું. જે અંતર્ગત જામનગર શહેરના તમામ પેટ્રોલપંપ સવારે 8 કલાકે થી સાંજ 6 ક્લાક સુધી પેટ્રોલપંપ કાર્યરત રહેસે.જિલ્લાના સમગ્ર ધોરીમાર્ગો પર આવેલ પેટ્રોલપંપ 24 કલાક કાર્યરત રહેસે.જેની આમ જનતાં એ નોંધ લેવી.

દ્વારકાધીશ જગત મંદિરમાં સુરક્ષા ના નામે છીંડા ; મનાઈ હોવા છતાં છ વ્યક્તિઓ  મંદિરમાં પ્રવેશ્યા.
હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કહેર વચે લોકડાઉંનના ચોથા ચરણમાં તમામ મંદિરો અને ધર્મ સ્થાનો બંધ રાખવા સરકારે હુકમ બહાર પાડ્યો છે.      ત્યારે દેવભુમિ દ્વારકા ખાતે આવેલ જગત મંદિર પણ સર્વ પ્રજા માટે  બંધ રાખવાનો હુકમ હોવા છતાં ગઈકાલે છ થી સાત વ્યક્તિ મંદિરમાં પ્રવેશ્યા હતાં.આ વ્યક્તિઓ મંદિર પરિસરમાં કઈ રીતે અને કોની મહેરબાની થી જગત મંદિરમાં પ્રવેશ કર્યો.આ સમગ્ર  ઘટના સીસી ટીવીમાં કેદ થઈ ગઈ હતી.

 જગત મંદિરમાં હાલ લોકડાઉંન દરમિયાન તંત્ર દ્વારા ધ્વજાજી ચડાવનાર ભાવિકોને પણ મંદિર પરિસરમાં પ્રવેશવા દેવામાં આવતા નથી. તો પછી ભગવાન દ્વારકાધિશ મંદિરમાં વીવીઆઇપીઓ અને ભક્તો વચે કેમ ભેદભાવ રાખવામાં આવી રહયો છે. એવા પણ સવાલો દ્વારકાની આમ જનતામાં ઉઠી રહયો છે. જગત મંદિરમાં ગેરકાયદેસર પરિસરમાં પ્રવેશ કરતાં અજાણીયા વ્યક્તિ સી સી ટીવી માં કેદ થઈ ગયા છે તો તંત્ર એમની વિરૂધ્ઘ સું પગલાં લેસે તે તો અગામી સમય જ બતાવસે. 

Tuesday, May 19, 2020

જામનગરમાં કોરોના વાયરસની માહિતિની આપ લે અન્વયે તંત્ર દ્વારા કંટ્રોલ રૂમનો પ્રારંભ.






આજરોજથી સમગ્ર ગુજરાતમાં લોકડાઉંન ના ચોથા તબક્કા નો તંત્ર દ્વારા શરોતને આધિન વેપાર ધંધા ચાલું કરવાંમાં આવેલ છે.આજરોજ  જામનગર જિલ્લામાં પણ વેપાર ધંધા ચાલું કરવાંમા આવ્યા હતા
અને બજારમાં લોકોની અવર જવર જોવા મળી હતી.બીજી બાજું શહેરમાં  કોરોનાનો કેર યથાવત્ રહયો એક જ પરીવારના ચાર સભ્યો  સહિત પાંચ કોરોનાના કેસ પોઝીટીવ આવ્યાં છે.
 જિલ્લા તંત્ર દ્વારા કોરોના વાયરસ અંતર્ગત માહિતીની આપલે કરવાના અનુસંધાને કંટ્રોલ રૂમ નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે આપી  છુટ; છતાં એસ.ટી. બસનાં પૈડા સ્તબ્ધ. 


ગુજરાત રાજ્યમાં લોકડાઉંના ચોથા  ચરણમાં સરકાર દ્વારા વેપાર ઉધોગોને નિયમોને આધિન ચાલું  કરવાની છુટછાંટ આપી છે. સરકાર દ્વારા અમદાવાદ ,સુરત જિલ્લા  સીવાયના તમામ શહેરોમાં એસ.ટી બસ સેવા ચાલુ કરવામાં  આવસે એવું જાહેર કરવામાં આવ્યું હતું.જેથી મુસાફરો  પોતાના વતન જવા માટે એસ.ટી.બસ ડેપોએ આવી પોહચ્યાં હતા.પણ જામનગર એસ.ટી બસ સેવા હજું બંધ રાખવામાં આવેલ હતી.જેથી મુસાફરોને હાલાકી સામનો કરવો પડ્યો હતો.અને આ અંગે એસ.ટી. ના અધિકારીના જણાવ્યા અનુસાર હાલ બસ સેવા ચાલુ કરવાના આદેશ એસ.ટી.  નિગમ માંથી મળેલ નથી. જેથી બસ સેવા બંધ રાખવામાં આવી છે.આજે સાંજ સુધીમાં બસ સેવા ચાલું કરવાનો આદેશ આવી સકે છે.

તમાકુના બંધાણીયો ભૂલ્યાં ભાન સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા.





જામનગરમાં આજરોજ લોકડાઉનના ચોથ ચરણમાં રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારના વેપાર ધંધાને ખોલવાની છૂટછાંટ મળી હોવાથી આજરોજ જામનગર શહેરમાં પાન મસાલા તમાકુનાં બંધાણીઓ વ્યસનમાં પોતના જીવ જોખમાં નાખી સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ઉલંઘન કરી દુકાનોની બહાર લાંબી કતારો લગાવી સોશિયલ ડિસ્ટન્સ ના નિયમના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતાં જો આગામી દિવસો માં શહેરમાં કોરોના સંક્રમણ ના કેશ વધે તો જવાબદાર કોણ.
છૂટછાટ મળ્યા બાદ પણ પાન તમાકુના વેપારીઓ કાળા બજારના મૂડમાં.


સમગ્ર દેશમાં હાલ લોકડોઉન 4.નું નવા નિયમો સાથે પ્રારંભ થયેલ છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નવું જાહેરનામું બહાર પાડવામાં આવેલ જેમાં ઉદ્યોગો ઔદ્યોગિક  એકમો પાનની દુકાનો સમગ્ર વેપારીઓને દુકાન ખોલવાની છૂટ મળી છે જ્યારે જામનગર જિલ્લામાં આજરોજ વહેલી સવારથી બજારમાં લોકોની અવર જવર જોવા મળી હતી જેમાં ખાસ કરીને પાન તમાકુ બીડી સોપારીના હોલસેલ તથા છૂટક વેપારીઓ અને ત્યાં  લોકોની લાંબી કતારો જોવા મળી હતી પરંતુ પાનસોપારી તમાકુ ના હોલસેલ વેપારીઓએ પોતાની દુકાનો ના ખોલતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ પાન મસાલાના હોલસેલ વેપારીઓની દુકાનો બંધ જોતાં જ એવું સ્પષ્ટપણે સાબિત થાય છે કે આ વેપારીઓ દ્વારા લોકડોઉન 1,2,3 દરમ્યાન લોકોને કાળા બજારમાં પાન તમાકુ સોપારી નો માલ વેચવામાં  આવ્યો છે આ બાબત સ્થાનિક તંત્રને પણ જાણ હોવા છતાં નક્કર પગલાં આવ્યા નથી એમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે આજ રોજ શહેરમાં બંધાણીઓની સવારથી પાન તમાકુ ની દુકાનોની બહાર લોકોની લાંબી કતારો જોવા મળી હતી પરંતુ વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખતા બંધાણીઓ માં ભારે રોષ ફેલાયો હતો.

Monday, May 18, 2020

જામનગર શહેરનાં મયેર અને ડે.મયેર દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન.


જામનગર શહેરમાં હાલ કોરોના વાયરસના કહેરથી લોકડાઉંન કરવામાં આવ્યું છે જેથી જિલ્લા માં વિવિધ ચેકપોસ્ટ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં ચેકપોસ્ટ ઉભી કરી સમગ્ર પોલીસ સ્ટાફ,હોમગાર્ડ તથા lrp ના કર્મચારીઓ દિવસ રાત પોતાની ફરજ નિભાવી રહ્યાં છે.અવા કોરોના વોરિયર્સ નું આજરોજ મયેર હસમુખ જેઠવા,ડે.મેયર કરસન કરમુર અને નગરસેવક કેતન નાખવા દ્વારા પુષ્પોથી સન્માન કરવામાં આવ્યું હતું.

 જામનગરના  ઔધોગિક એકમો તંત્ર ના નિયમોને આધિન ફરી શરુ.


જામનગરમાં કોરોના કેહર ફેલાયેલો છે જે અંતર્ગત લોકડાઉંન ચોથ તબક્કામાં તંત્ર દ્વારા હાલ ઔધોગિક  એકમો ફરી ચાલું કરવા મંજુરી આપી હતી. ઔધોગિક એકમોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવુ,કારીગરો ને માસ્ક ફરજિયાત અને સેનિટાઈઝર વગેરે સાવચેતી રાખી ઔધગિક એકમો ફરી ચાલું કરવાંમા આવ્યાં હતાં.સરકારના આ પગલાંથી મજુર વર્ગ રોજીરોટી મળી રહે જેથી મજુર લોકોમા ખુશીનો માહોલ ફેલાયો હતો.

જામનગરમાં  દિગ્જામ સર્કલ પાસે બનતાં ઓવરબ્રીજની 
મુલાકાત લેતાં સ્ટે.કમિટિના ચેરમેન.




આજરોજ જામનગર મહાનગર પાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાંટ અંતર્ગત દિગ્જામ સર્કલથી ઍરફોર્સ તરફ જતાં રસ્તા ઉપર રેલ્વે ઓવરબ્રીજનાં બંને સાઈડના અપ્રોચિસજે અંદાજીત 500 મી.લંબાઈ અને ટુ લેન પહોળાઈ તથા 7.50મી.અને 8.50 મી.ઉચાઈના રેલ્વે ઓવરબ્રીજનું કામ જે ચાલી રહ્યું છે તે કામની સ્ટે.કમિટિ ના ચેરમેન સુભાષ જોષી દ્વારા સ્થળ પર જઈ ઓવરબ્રીજ ના ચાલતાં કામ નું નિરીક્ષણ કર્યું હતું.

જામનગર સ્વામીનારાયણ ગુરૂકુળ સાયન્સ કોલેજમાં પ્રવેશ લેનાર વિધયાર્થીની પ્રથમ છ માસ ની ફી માફ.








આપણે સૌ જાણીએ છીએ કે કોરોના ની વૈશ્ર્વિક મહામારી સામે આજે દુનિયાના લોકો પરેશાન છે, લોકો આર્થીક સંકડામણ નો સામનો કરી રહ્યા છે, ત્યારે ભારત માં પણ લોકો ને રોજગાર ધંધા બંધ હોય , હજુ ક્યારે આવક શરૂ થશે એ નક્કી નથી, ત્યારે ઘણા બધા વાલીઓ, વિદ્યાર્થીઓ ને મુંજવણ થતી હસે ક કે આપણે કય રીતે આગળ અભ્યાસ કરીશું, ફી કય રીતે ભરીશું, જેવા વિવિધ પ્રશ્નો ઉદભવતા હસે, આપણે જાણીએ છે કે આપણા દેશ નું ભવિષ્ય આપણા વિદ્યાર્થીઓ, યુવાનો છે, સમગ્ર ભારત અત્યારે મહામારી નો સામનો કરી રહ્યો છે , આવા સમયે જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા ના તમામ જ્ઞાતિ ના વિદ્યાર્થીઓ નું ભવિષ્ય ના બગડે અને વિદ્યાર્થીઓ નો અભ્યાસ આગળ સતત શરુ રહે તેવું અમારા પ્રમુખ શ્રી પરમ પુજ્ય કોઠારી સ્વામી શ્રી ગોવિંદ સ્વામી નું માનવું છે, એમનું નું કહેવું છે “राष्ट्राय स्वाहा, इदं राष्ट्राय इदं न मम” ખરેખર આ વાક્ય ને સાર્થક કરતો નિર્ણય અમારી સંસ્થા ના પ્રમુખ શ્રી પરમ પૂજ્ય કોઠારી સ્વામી શ્રી ગોવિંદ પ્રસાદ દાસજી (દ્વારકા વાળા) ના આશીર્વાદ થી અને ગુજરાત સરકારના રાજ્ય કક્ષા ના મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ  (હકુભા) જાડેજા  અને જામનગર ના માનનીય સાંસદ સભ્ય શ્રી પૂનમ બેન માડમ ની   પ્રેરણા થી વર્ષ ૨૦-૨૧ ના પ્રથમ સત્ર મા  શ્રી સ્વામિનારાયણ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલીત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાયન્સ કોલેજ , નાઘેડી , જામનગર માં પ્રવેશ લેનાર તમામ વિદ્યાર્થીઓને ની પ્રથમ છ માસ ની ફી માફ કરવા મા આવશે.તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મેરિટ મુજબ વહેલા તે પહેલાં ના ધોરણે આપવા મા આવશે, તેવું અમારી સંસ્થા ના ટ્રસ્ટી શ્રી પીયૂષ ભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. જામનગર, દેવભૂમિ દ્વારકા ના 
વિદ્યાર્થી, વાલીઓ ના હિત મા પ્રેસનોટ ફી ઓફ કોસ્ટ મા પ્રેસ આઉટ કરવા નમ્ર અરજ છે.
વધારે માહિતી માટે સંપર્ક કરવા વિનંતિ છે.૯૩૭૭૮ ૧૧૧૧૧,૯૭૨૩૪૪૮૬૮૬

જામનગરમાં કલેકટર અને મ્યૂ.કમિશનર દ્વારા કોરોના વોરિયસ ને બિરદાવ્યા.












 જામનગરના આ કાર્યક્રમમાં કલેકટર રવિશંકરે આ કોરોના વોરિયસ ને સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે આજ ના સમયમાં કોઇ વ્યક્તિની ભુલ પણ બીજ માટે ઘાતકી થઈ સકે છે.કોરોના વાયરસ નો ચેપ ન લાગે તે માટે દરેક લોકો એ સાવચેતી રાખવી પડસે અને હવે આપણે આપણી જીવનશૈલી માં ઘણો બદલાવ કરવો પડસે જેમ રૂમાલ, વોલેટ અને મોબાઈલ જેવી વસ્તુ આપણે ઘરે થી નીકળી  ત્યારે યાદ કરી ને સાથે રાખીએ છીએ તેમ હવેથી માસ્ક પણ યાદ રાખી લોકોએ પોતની સાથે ફરજિયાત રાખવું જરુરી છે.

 મ્યુ.કમિ. સતિષ પટેલ દ્વારા કેહવામાં આવ્યું હતું કે જામનગર માં બહાર થી આવેલ કોરોના ના પોઝિટિવ દર્દી સામે આવ્યાં છે હાલ ના સમયમાં દરેક વ્યક્તિએ પોતાની અને પોતાનાં પરિવાર ની કાળજી લઈ ને ચાલવાનું રહેશે.

 કલેકટર અને મ્યુ.કમિ.દ્વારા કોરોના વોરિયસ કે જેઓએ જામનગર  શહેરને વાયરસ ને ફેલાવતાં બચાવી રાખ્યું છે અને વોરિયસ ની કામગીરી ને બિરદાવિ હતી.

Sunday, May 17, 2020

જામનગરમાં તંત્ર દ્વારા વિવિધ ગામો ના તળાવોને ઉંડા ઉતરવાની કામગીરી હાથ ધરાઈ.




જામનગર જીલ્લા પંચાયત વિભાગ  દ્વારા જિલ્લાના ગામો ના  તળાવો ઉંડા ઉતારવા ના કામો હાથ ધરાયા છે.જામનગર ના વરાણા ગામે તળાવ ઉંડું ઉતારવા ણૂ કામ હાથ ધરાયું છે.આ કામ પૂર્ણ થતાં 1.63 કરોડ લીટર પાણી નો જથ્થો તળાવમાં  સંગ્રહીત થઈ  શકાશે.

Saturday, May 16, 2020

જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા મજૂરોને માસ્ક અને હાથના મોજા વિતરણ
















જામનગરની ગ્રેઈન માર્કેટમાં માલ સામાનની હેર ફેર કરતાં મજૂરોને કોરોના સંક્રમણથી સાવચેત રાખી શકાય તે માટે  મજૂરોને માસ્ક અને હાથના મોજાં વિતરણ જામનગર પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસ વડાએ તમામ મજૂરોને કોરોના સંક્રમણથી ખાસ સાવચેત રહીને કામ કરવા અનુરોધ કર્યો હતો. આ તકે જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ, ડીવાયએસપી એ.પી જાડેજા,વેપારી મહામંડળ ના પ્રમુખ સુરેશભાઈ તન્ના સહિતના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.       

દ્વારિકાધીશ મંદિર ખાતે ધ્વજારૉહણ

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના મારી ચાલી રહી છે. જયારે લોકડાઉન ચોથા ચરણમાં  ચાલી રહયુ છે ત્યારે યાત્રા ધામ દ્વારકામાં  ભગવાન દ્વારકાધીસનુ મંદિર બંધ હોય પરંતુ ભગવાન દ્વારકા ધીસના શીખર ઉપર રોજ પાચ ધ્વજા ચડાવવામાં આવી રહી છે. ભગવાન દ્વારકાધીસ પુજા રોજ નિત્ય ક્રમ મુજબ વારાદાર પુજારી દ્વારા કરવામાં આવે છે. તેવીજ રીતે ભગવાન દ્વારકા ધીસના શિખર પર રોજ પાચ ધ્વજા ચડાવવાનું નિત્ય ક્રમ અબોટી બ્રામણ દ્વારા ચાલુ છે.

 કેમેરામેન વીરલ લાલ સાથે અનીલ લાલ દેવભૂમિ દ્વારકા ગ્રેવીટી ન્યૂઝ



જામનગર થી પરપ્રાંતિય શ્રમિકોને લઈ આજરોજ આઠમી ટ્રેન બિહાર જવા રવાના



















 કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉંન પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓ માં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકો ને હાલ ટ્રેન મારફતે પોતના વતન પોહચાડવા માટે ની વ્યવસ્થા કરવાં માં આવી છે જે અંતર્ગત આજરોજ જામનગર ખાતે થી આશરે 1600 જેટલાં પરપ્રાંતિય શ્રમિકો અને તેના પરિવારને લઈ ને બિહાર ના દાનાપુર - પટના ખાતે ટ્રેન રવાના થઈ હત.

મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અટકાવવા અંગે જામનગરમાં જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબુદીના અભિયાન અન્વયે જામનગર જીલ્લા...